ગુજરાતમાં આજે પેટ્રોલની ટાંકી ફુલ કરાવી લેજો, નહી તો કાલની કોઈ ગેરેન્ટી નથી
વિશ્વના મહાન દેશો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી ચણભણના પગલે હવે ગુજરાતની સ્થિતિ કફોડી થાય તેવી શક્યતા છે. પેટ્રોલપંપ ડિલર એસોસિએશન દ્વારા ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે, પેટ્રોલ અને ડીઝલનો હાલમાં ગુજરાત અને ભારતમાં સીમિત સ્ટોક છે.
ટુંક સમયમાં ક્રુડ ઓઇલની પણ અછત છે. જેના કારણે આ અછત લાંબા સમય સુધી રાજ્યમાં રહી શકે છે. અત્રે નોંધનીય છે કે, આ સ્થિતિનું નિવારણ ટુંક સમયમાં આવે તેવી શક્યતા પણ ઓછી છે. બે દિવસથી ગુજરાતમાં ટેન્કર્સ ડેપો ખાતે જાય તો છે પરંતુ ત્યાં જ જથ્થો નહી હોવાનાં કારણે ટ્રક પડ્યાં રહે છે. હવે સ્થિતિ એટલી વણસી ચુકી છે કે, ડેપોની બહાર ખટારાઓની લાંબી લાંબી લાઇનો લાગી રહી છે.
આ અંગે પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખે પણ સ્વિકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આવી જ સ્થિતિ રહેશે તો એ દિવસ દુર નથી જ્યારે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ માટે નાગરિકોએ વલખા મારવા પડે. આ અંગે હાલ તો એસોસિએશન દ્વારા ગાંધીનગર સિવિલ સપ્લાય વિભાગ અને ઓઇલ કંપનીઓને પણ રજુઆતો કરવામાં આવી છે.
રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દેવભુમિ દ્વારકા, અમરેલી, ગીરસોમનાથ અને દીવમાં પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો અટકાવી દેવાયો છે. IOC દ્વારા હાલ પુરવઠ્ઠો પુર્વવત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે આ સપ્લાય ફરી એકવાર પુર્વવત થાય તેમાં સમય લાગી શકે છે તેવું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અધિકારીક રીતે જાણ કરવામાં આવી હતી.
યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ શાંત ન થાય તો એ દિવસો દુર નથી જ્યારે પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઇનો હશે પરંતુ પંપમાં પેટ્રોલ કે ડીઝલ નહી હોય અથવા તો લોકો બ્લેકમાં પૈસા આપીને પેટ્રોલ ભરાવતા હશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!