હવામાન વિભાગની મોટી આગાહી, હોળી પહેલા રાજ્યમાં કમોસમી વરસાદના વરતારા, ખેડૂતોમાં ભારે ચિંતા - Jan Avaj News

હવામાન વિભાગની મોટી આગાહી, હોળી પહેલા રાજ્યમાં કમોસમી વરસાદના વરતારા, ખેડૂતોમાં ભારે ચિંતા

હાલ ઉનાળાની શરૂઆત થઈ જ ગઈ છે. માર્ચ મહિનાથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે અને ઉનાળાની ગરમીનો અનુભવ થવાનો શરૂ થઈ જશે. કોઈપણ ઋતુ શરૂ થાય તે પહેલાં ભારત હવામાન વિભાગ પૂર્વાનુમાન જાહેર કરે છે. આ ઉપરાંત ઉનાળા ઋતુની શરૂઆત થતા કહેવાય રહ્યું છે કે, દર વખત કરતા આ વર્ષ લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની સંભાવના છે. જેને લઈને રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ફરીથી એક વખત કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે.

ગુજરાતમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 7 થી 12 માર્ચ દરમિયાન હળવાથી કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હતી 8 થી 10 માર્ચ દરમ્યાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની પણ શક્યતા છે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.

અંબાલાલની આગાહી મુજબ પશ્ચિમી વિક્ષેપોને કારણે કમોસમી વરસાદની સંભાવના ગુજરાત પર મંડારાઈ રહી છે. જેમાં ખાસ કરીને ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશરને કારણે વરસાદી ઝાપટા પડવાની વકી છે. અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવો વરતારો પણ અંબાલાલે આપ્યો છે. મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો ક્યાંય ક્યાંય વરસાદ પણ પડી શકે છે. 10 માર્ચ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 9થી 12 માર્ચ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરાવલી, ખેડા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં વરસાદ પડવાથી ફરી ઠંડીનો ચમકારો આવવાની પણ સંભાવના છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવનાઓ રહેલી છે. જેને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપામાન અને લઘુત્તમ તાપમાનનું પ્રમાણ યથાવત રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. તાપમાન વધશેહવામાન વિભાગનું માનીયે તો દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદ પડશે. માવઠાને કારણે પાકમાં નુકશાનની ભીતી સેવાઇ રહી છે..જેને લઇ ધરતીપુત્રોની ચિંતમાં વધારો થયો છે. તો બીજી તરફ લઘુત્તમ તાપમાન 15થી 20 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સુધી રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.