હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 5 થી 12 તારીખ કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં… - Jan Avaj News

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 5 થી 12 તારીખ કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં…

નમસ્કાર મિત્રો જન અવાજ ન્યુઝ માં તમારું સ્વાગત છે, ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાય રહ્યા છે અને બપોર થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે ગુજરાતમાં ઉનાળા ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને તાપમાન સામાન્ય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 7 માર્ચના ડાંગ,નર્મદા અને તાપીમાં સામાન્ય વરસાદ સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થવાની શકયતા છે.

આ સાથે અંબાલાલ પટેલે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, માર્ચ મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવશે. જેનું કારણ છે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. 5 થી 12 માર્ચ વચ્ચે વાદળ છાયું વાતાવરણ રહેશે. જેના કારણે કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.

ગુજરાતમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 5 માર્ચથી 12 માર્ચ દરમિયાન હળવા કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8થી 10 માર્ચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણ પલટો આવી શકે છે. જોકે, આ વરસાદ હળવો હોય શકે છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં 5 માર્ચ બાદ વાદળછાયું વાતાવરણ રહે તેવી શકયતા છે. તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વાદળ છાયું વાતાવરણ રહેવાનનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લગાવ્યું છે. માર્ચ મહિના બાદ પણ હવાનાં હળવા દબાણ ઉભા થવાની શકયતા રહેશે.

ખેડૂતોની ચિંતામાં વધારો : વિપરીત વાતાવરણના કારણે ખેતીના પાકને નુકસાન થાય છે. જોકે 5થી 12 માર્ચના વાતાવરણના પલટાની શક્યતાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે, હવે શિયાળુ પાક તૈયાર થઇ રહ્યો છે અને તેવામાં જ સામાન્ય વરસાદની અગાહીએ ચિંતા વધારી છે. જો કમોસમી વરસાદ થાય તો ઉભા પાકમાં રોગ થવાની શકયતા રહે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.