હવામાન વિભાગની મોટી આગાહી માર્ચ મહિનામાં ગુજરાતના આ વિસ્તારોમાં પણ છે માવઠાની આગાહી - Jan Avaj News

હવામાન વિભાગની મોટી આગાહી માર્ચ મહિનામાં ગુજરાતના આ વિસ્તારોમાં પણ છે માવઠાની આગાહી

ગુજરાતમાં માવઠાની વધુ એક રાઉન્ડની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 10 માર્ચ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજથી 10 માર્ચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણ પલટો આવી શકે છે. જોકે, આ વરસાદ હળવો હોય શકે છે. ત્યારે સાપુતારામાં ધુમ્મસ સાથે કમોસમી વરસાદ થયો છે. બીજા દિવસે પણ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ થયો છે.

ડાંગના સાપુતારામાં બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. ડાંગમાં ધુમ્મસ સાથે કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવું વાતાવરણ થઇ ગયું છે. ધુમ્મસની ચાદર અને વરસાદ સાથે ગિરિમથકનું સૌંદર્ય વધારે ખીલી ઉઠ્યું છે. બીજા દિવસે પણ વરસાદ વરસતા ડાંગ જિલ્લામાં વાતાવરણ ઠંડુગાર થયુ છે.

હવામાન ખાતાની આગાહી મુજબ, આજે અને આવતી કાલે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરાવલી, ખેડા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે.

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, માર્ચ મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવશે. જેનું કારણ છે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. 12 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.

વારંવાર બદલાતા વાતાવરણની કેસર કેરીના ફલાવરિંગ પર અસર થઇ રહી છે. આ વખતે આંબા પર ઓછા ફલાવરિંગના કારણે કેસર કેરીનો પાક ઓછો થાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે કેસર કેરી બજારમાં વહેલી આવશે કે મોડી તેની પણ ચર્ચાઓ ખેડુતોમાં વધી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે, ઉનાળા ઋતુ શરૂઆત થતા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું .જેમાં માર્ચથી લઈને મેં મહિનામાં તાપમાન કેટલું રહેશે તેને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે.ત્યારે ગુજરાતમાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે. કારણ કે, રાત્રી અને દિવસ બંને તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાનનું અનુમાન છે. જેના કારણે ઉનાળામાં કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જોકે માર્ચ મહિનાની શરૂઆતમાં મહત્તમ તાપમાન 35 ડીગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અત્યારે તાપમાન સામાન્ય છે. માર્ચના અંત સુધીમાં સામાન્ય રીતે 40 ડીગ્રી આસપાસ તાપમાન રહેતું હોય છે.

રાષ્ટ્રીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગરમી કેવી રહેશે તેનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ ઉત્તર ગોળાર્ધની વસંત દરમિયાન લા નીના નબળું પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતના મતે, ઉત્તર ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધીની ઉનાળુ સીઝનમાં રેકોર્ડબ્રેક કરે એવી ગરમીની શક્યતા ના બરાબર બની રહી છે. ઉનાળુ સીઝનમાં ગરમીના 6 રાઉન્ડ આવી શકે છે. આ 6 રાઉન્ડમાં ગરમીનું પ્રમાણ 41થી 43 ડીગ્રીની વચ્ચે રહે એવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં ત્રીજા, એપ્રિલ મહિનામાં પ્રથમ અને ચોથા તેમજ મે મહિનામાં પ્રથમ, બીજા અને ચોથા સપ્તાહમાં ગરમીનો અનુભવ વધુ રહેશે.

રાજ્યમાં માવઠાની વધુ એક આગાહીના કારણે જગતના તાત માટે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગની ની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આગામી 7 થી 9 માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે.

રાજ્યમાં બે મહિનાના ગાળામાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 7 માર્ચે પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, સુરત, વડોદરા, નર્મદા,તાપી,ડાંગ,છોટા ઉદેપુર અને 9 માર્ચે છોટા ઉદેપુર,

નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, ભાવનગર અને અમરેલી માં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ગરમી માં વધારો થવાની સંભાવના જણાઈ રહી નથી પરંતુ ત્યાર પછી ચાર દિવસ દરમિયાન તાપમાન

2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે ગરમી વચ્ચે શહેરી લોકોને ચોક્કસપણે છુટકારો મળે તેવુ આગાહી પરથી લાગી રહ્યું છે.આ દરમ્યાન ગઈકાલે 36.6 ડિગ્રી સાથે સુરત માં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. અમદાવાદની વાત કરવામાં આવે તો સરેરાશ મહત્તમ તાપમાન 34.2

અને ગઈકાલે લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું.આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડીગ્રી ને વટાવે તેવી સંભાવના દેખાઈ રહી છે.અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ ગુજરાતના જુદા જુદા પંથકમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.ત્યારે વરસાદની માઠી અસર ખેડૂતો પર પણ પડી શકે છે જેથી જગતનો તાત ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.