આગામી 48 વાતાવરણમાં થશે આ મોટો ફેરફાર, ઘર થી બહાર જતા પહેલા હવામાન વિભાગની આ આગાહી જાણી લેજો - Jan Avaj News

આગામી 48 વાતાવરણમાં થશે આ મોટો ફેરફાર, ઘર થી બહાર જતા પહેલા હવામાન વિભાગની આ આગાહી જાણી લેજો

આગામી 48 કલાક દરમિયાન વાતાવરણમાં થશે આ મોટો ફેરફાર, ઘર બહાર નીકળતા પહેલા હવામાન વિભાગની આ આગાહી જાણી લેજો
ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસેને દિવસે ગરમીનો પારો વધતો જાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત ગરમીમાં લોકોને કામ વગર બહાર ન નીકળવા માટેની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા વિસ્તારમાં રહેતા લોકોએ હિટવેવના પગલે સાવચેતી રાખવી પડશે. આ તમામ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ગરમીનું યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેના પગલે વૃદ્ધો અને નવજાત શિશુનું વિશેષ ધ્યાન રાખવા અંગે જણાવવામાં આવ્યું છે.

સમાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં 30 ડિગ્રી જેટલું તાપમાન હોય છે. ત્યારે આ વર્ષે તાપમાનનો પારો માર્ચ પહેલા 40 ડીગ્રીએ પહોંચી ગયો છે. ગરમીએ છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જો જરૂરી કામ ન હોય તો ઘરની બહાર નીકળવું નહિ. તરસ ના લાગે તો પણ વારંવાર પાણી પીવા માટેની સલાહ આપવામાં આવી રહી છે.

આ વર્ષે ગરમીનો પારો 25 માર્ચ પહેલા જ 41 ડીગ્રીએ પહોંચી ગયો છે. હવામાન શાસ્ત્રી અંકિતના જણાવ્યા અનુસાર દરિયાની સપાટીથી દોઢ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્લ્યુલેશન સર્જાઈ રહ્યું છે. જેના ભાગ રૂપે હિટવેવમાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે. જેથી આગામી 48 કલાક સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.