હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા, 7મી માર્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા - Jan Avaj News

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા, 7મી માર્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવન ફુંકાય રહ્યા છે. જેના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. રાજ્યમાં વહેલી સવારે ખૂબ ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે અને બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 7 માર્ચ ના ડાંગ, નર્મદા અને તાપીમાં સામાન્ય વરસાદે સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થવાની શકયતા છે. ત્યારે અંબાલાલ પટેલે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી કરી છે કે માર્ચ મહિનામાં રાજ્યમાં વાતાવરણમાં ભારે પલટો આવશે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાય છે તેના કારણે ગુજરાતના વાતાવરણમાં 5 થી 12 માર્ચ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ રહેશે.

ગુજરાતમાં મધ્ય ગુજરાતના ભાગમાં 5 થી 12 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં 8 થી 10 માર્ચ સામાન્ય વરસાદની શક્યતાઓ છે.

આ ઉપરાંત દરિયાકિનારાના વિસ્તારોમાં પણ પલટો આવી શકે છે. જે કારણોસર ત્યાં પણ વરસાદ થઇ શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં 5 માર્ચ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ પ્રબળ છે. ક

ચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 5 માર્ચ પછી વાદળછાયું વાતાવરણ રહેશે. 5 થી 12 માર્ચ વાતાવરણમાં પલટાની શક્યતાઓના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 5 થી 12 માર્ચ વચ્ચે અનેક વિસ્તારોમાં ઠંડુ વાતાવરણ રહેશે.

ગુજરાતમાં રાત્રે હજી ઠંડી અનુભવાય છે. જ્યારે દિવસે ઉનાળાની ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. તેવામાં ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતના તાપી અને નર્મદા, ડાંગ સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની આગાહી કરી છે.

આ સમયે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાય શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી હેઠળ શિયાળુ પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. ફરીથી એક વખત કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

15 માર્ચ પછી ગરમીનો પારો 40 ડીગ્રી સુધી પહોંચવાની શકયતા : વહેલી સવારથી અમદાવાદમાં દિવસ દરમિયાન ચાલુ રહેલા પવનની અસર થી બુધવાર કરતાં ગુરુવારે અમદાવાદમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 35.0 અને લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું.

જોકે આગામી 24 કલાક ગરમીથી રાહત રહ્યા પછી 15 માર્ચ ગરમીનો પારો વધીને 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.

રાજ્યના 14 શહેરમાં ગરમીનો પારો 35 ડિગ્રીથી વધુ નોંધાયો : ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનના કારણે બુધવારે રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રી વધુ નોંધાયો હતો. પણ ગુરુવારે પવનની દિશા બદલાતાં મહુવા અને વેરાવળ ને બાદ કરતા બધા શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી થી નીચે નોંધાયો હતો. આવનારા ત્રણ દિવસ ગરમીથી રાહત રહેશે. રવિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધીને 36-37 ડિગ્રીએ પહોંચી શકે છે. પરંતુ 15 માર્ચે સુધીમાં ગરમી 40 ડિગ્રીને વટાવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી સુધી ગરમી નોંધાઇ શકે છે : રાષ્ટ્રીય હવામાન વિભાગે માર્ચ મહિના સુધીમાં ગરમીની સ્થિતિનો રિપોર્ટ જાહેર કર્યો છે. એ રિપોર્ટ પ્રમાણે ઉત્તર ગોળાર્ધ વસંત દરમિયાન લા નિના નબળું પડવાની શક્યતા રહેલી છે. વેધર એક્સપર્ટના પ્રમાણે ઉત્તર ગુજરાતમાં માર્ચ થી મે મહિના સુધી ઉનાળુ સીઝનમાં રેકોર્ડબ્રેક કરે તેવી ગરમી ની શક્યતા ના બરાબર બની રહી છે. ઉનાળુ સીઝનમાં ગરમીના છ રાઉન્ડ આવી શકે છે..આ ગરમીનું પ્રમાણ 41 થી 43 ડિગ્રીની વચ્ચે રહે એવી શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં ત્રીજા, એપ્રિલ મહિનામાં પ્રથમ અને ચોથા તેમજ બે મહિનામાં પ્રથમ બીજા અને ચોથા સપ્તાહમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે.

ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા : બીજી તરફ આ વખતની સિઝનમાં હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. જેને કારણે રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાને કારણે ગરમી સાથે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. જેમાં એપ્રિલ મહિનામાં બીજા તેમજ મે મહિનામાં ત્રીજા સપ્તાહમાં બે વખત વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે. કમોસમી વરસાદનું જોર સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લો મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ રહી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.