હવે માસ્ક પહેરવું ફરજીયાત, માસ્ક નથી તો પાવતી ફાટશે જ, 2 વર્ષમાં આટલા કરોડનું થયું ઉઘરાણું, સરકારની તેજોરી ભરાઈ - Jan Avaj News

હવે માસ્ક પહેરવું ફરજીયાત, માસ્ક નથી તો પાવતી ફાટશે જ, 2 વર્ષમાં આટલા કરોડનું થયું ઉઘરાણું, સરકારની તેજોરી ભરાઈ

નમસ્કાર મિત્રો જન અવાજ ન્યૂઝ માં તમારું સ્વાગત દિવસે ને દિવસે વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ અને વધી રહેલી મોંઘવારી થી લોકો થાકી ગયા છે એંવામાં વધુ એક પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે હવે લોકો માસ્ક અને હેલમેન્ટ નહિ પહેરેલ હોય તો દંડ વસૂલવાનું શરૂ કરી દીધું છે.

કોરોના કાળમાં લોકડાઉનને લીધે વેપાર ધંધા પડી ભાંગતા લોકોને આર્થિક થપાટ ખાવાનો વારો આવ્યો હતો. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પોલીસે માસ્ક ન પહેરનારા સામે દંડનીય કાર્યવાહી કરી હતી. કોરોનાના બહાને પોલીસે રૂા.250 કરોડ જેટલી માતબર રકમ ઉઘરાવી જનતાના ખિસ્સા ખંખેર્યા હતાં.

માસ્ક ન પહેરતા ગુજરાતભરમાંથી કુલ મળીને 36.26 લાખ લોકોને દંડ ફટકારાયો હતો. ગુજરાતમાં કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહ્યા હતાં ત્યારે માસ્ક પહેરવા લોકોને કડક સૂચના અપાઇ હતી.

પોલીસે નિયમનો ઉલ્લંઘન કરનારા સામે દંડનીય કાર્યવાહી કરી હતી. : વિધાનસભા ગૃહમાં ગૃહવિભાગે માહિતી આપી કે, છેેલ્લા બે વર્ષમાં ધ એપેડેમિક એક્ટ હેઠળ માસ્ક ન પહેરાનારાંને દંડ ફટકારાયો હતો. મહત્વની વાત તો એછેકે, સૌથી વધુ અમદાવાદીઓ દંડ ચૂકવ્યો હતો. અમદાવાદમાં કુલ 7,73,938 લાખ લોકો દંડાયા હતાં. તેમની પાસેથી રૂા.59,85,74,650 દંડ વસૂલવામાં આવ્યો હતો.

સુરતીલાલાઓને રૂા.29,47 કરોડ દંડ ફટકારવામાં આવ્યો હતો. વડોદરામાં 2,67,424 લોકોએ માસ્ક ન પહેરતા રૂા.21.01 કરોડ દંડ લેવાયો હતો. નવાઇની વાત એ છેકે, માસ્ક ન પહેરતાં 52,907 લોકોને પોલીસે પકડયા ખરાં પણ તેમણે સ્થળ પર દંડ જ ભર્યો ન હતાં જેથી તેમના વિરુદ્ધ એપેડેમિક એક્ટ હેઠળ ગુના નોંધવામા આવ્યા હતાં.

બનાસકાંઠામાં 1,44 લાખ, સુરતમાં 3,75 લાખ, જામનગરમાં 1.05 લાખ, મહેસાણામાં 1,46 લાખ, વડોદરામાં 2,67 લાખ, જૂનાગઢમાં 1,08 લાખ લોકો માસ્ક ન પહેરતાં દંડાયા હતાં. કોરોનાકાળમાં આર્થિક રીતે લોકોની પરિસ્થિતિ સારી ન હોવા છતાંય પોલીસે માસ્કના નામે રૂા.250 કરોડ દંડ ઉઘરાવતા સરકારી તિજોરી ચિક્કાર થઇ ગઇ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.