અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર માવઠાની આગાહી આ તારીખે થઈ શકે છે વરસાદ ગુજરાતના ખેડૂતો ખાસ વાંચે…. - Jan Avaj News

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર માવઠાની આગાહી આ તારીખે થઈ શકે છે વરસાદ ગુજરાતના ખેડૂતો ખાસ વાંચે….

ગુજરાતમા ઉનાળાની શરૂઆતમાં જ ખુબ ગરમીનો અહેસાસ થયો રહ્યો છે. જો કે રાત્રે હજુ પણ ઠંડીનો અહેસાસ થાય છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદની આગાહી આપવમાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી કરી છે.

આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માવઠાના સમચાર આવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણ શિયાળુ પાકને પણ નુકસાન થવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઉનાળાની શરુઆતથી જ અસહ્ય ગરમી પડી રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી દિવસ દરમિયાન ચાલુ રહેલા પવનોની અસરથી બુધવાર કરતાં ગુરુવારે અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાન 1 ડીગ્રીનો ઘટાડો થયો હતો. જો કે આગામી 24 કલાક ગરમીથી રાહત રહ્યા બાદ 15 માર્ચથી ગરમીનો પારો ક્રમશ વધીને 38 ડીગ્રી અને લઘુતમ તાપમાન 21 ડીગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.

ગુરુવારે પવનની દિશા બદલાતાં મહુવા અને વેરાવળને બાદ કરતાં તમામ શહેરોમાં ગરમીનો પારો 35 ડીગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ ગરમીથી રાહત રહેશે. રવિવાર સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 2થી 3 ડીગ્રી વધી 36-37 ડીગ્રીએ પહોંચી શકે છે. જોકે 15 માર્ચ સુધીમાં ગરમી 40 ડીગ્રીને વટાવી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની દિશા બદલાતાં તાપમાન વધી રહ્યું છે.

હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધીની ઉનાળુ સીઝનમાં રેકોર્ડબ્રેક કરે એવી ગરમીની શક્યતા છે. ઉનાળુ સીઝનમાં ગરમીના 6 રાઉન્ડ આવી શકે છે. આ 6 રાઉન્ડમાં ગરમીનું પ્રમાણ 41થી 43 ડીગ્રીની વચ્ચે રહે એવી શક્યતા છે. એપ્રિલ મહિનાના અંતમાં ગરમીનું પ્રમાણ ખુબ વધશે.

જો કે હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે જેને કારણે રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાને કારણે ગરમી સાથે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન ચારેક વખત વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેથી એપ્રિલ માસમાં પણ કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. જો કે વાતાવરણમાં ફેરફાર થતા આગાહી ખોટી પડી શકે છે.

આજથી રાજ્યમાં પાંચ દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે ખેડૂતો માટે માઠા સમાચાર છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. મોડી રાત્રે અને સવારે ઠંડકનો અહેસાસ થાય છે તો બપોરે કાળ ઝાળ ગરમીથી લોકો પરેશાન થઇ રહ્યાં છે. અચાનક હવામાનમાં આવેલાં પલટાથી લોકો પરેશાન થઇ રહ્યાં છે એવામાં હવામાન વિભાગદ્વારા માવઠાની આગાહી કરી છે.

ગુજરાતમાં ઉત્તર-પૂર્વનાં પવન ફુંકાઇ રહ્યાં છે જેને કારણે 7 માર્ચનાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ડાંગ, નર્મદા અને તાપીમાં માવઠાંની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ઠંડર સ્ટ્રોમ આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તો આ વિશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, બંગાળનાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે જેની અસર ગુજરાતનાં વાતાવરણ પર જોવા મળશે. જેને કારણે પાંચ તારીખ પછી અને 10 તારીખ સુધીમાં વાતાવરણમાં થોડો પલટો આવશે. અને આ વચ્ચેનાં દિવસોમાં એટલે કે 7, 8 અને 9 તારીખ સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદ આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

જેમાં સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાનાં વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને ત્યાં પાંચ માર્ચ બાદ વરસાદ આવે તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં 5 માર્ચથી વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 7 અને 8 તારીખનાં માવઠું આવવાની શક્યતા છે . જ્યારે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગ, નર્મદા અને તાપીનાં વિસ્તારમાં 8થી 10 તારીખ વચ્ચે માવઠું આવે તેવાં એંધાણા છે.

ખેડૂતોની ચિંતામાં વધારોવિપરીત વાતાવરણના કારણે ખેતીના પાકને નુકસાન થાય છે. જોકે 5થી 12 માર્ચના વાતાવરણના પલટાની શક્યતાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે, હવે શિયાળુ પાક તૈયાર થઇ રહ્યો છે અને તેવામાં જ સામાન્ય વરસાદની અગાહીએ ચિંતા વધારી છે. જો કમોસમી વરસાદ થાય તો ઉભા પાકમાં રોગ થવાની શકયતા રહે.

આ વર્ષે ગુજરાતની અંદર વાતાવરણ ખૂબ જ અનિયમિત સાબિત થઇ રહ્યું છે, તેમજ આ વર્ષે શિયાળાની ઋતુમાં પણ ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો. શિયાળાની ભારે ઠંડીની વચ્ચે ઘણી જગ્યાએ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી હતી. તેમાં ગુજરાતની અંદર અત્યારે ઉત્તર-પૂર્વના ભાગ માં પવન ફુંકાઈ રહ્યા છે તેના કારણે, બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

ખાસ જણાવીએ કે, વહેલી સવારે ભારે ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે તેમજ બપોરે થતાની સાથે જ ભારે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અત્યારે ગુજરાતની અંદર ઉનાળો વિધિવત રીતે શરૂઆત થઇ ચૂકી છે. તેવામાં અત્યારે દિવસેને દિવસે તાપમાનમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે, આવનારી 7 માર્ચ થી ડાંગ નર્મદા અને તાપી ના કેટલાક વિસ્તારની અંદર વરસાદની સિસ્ટમ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

આ મુદ્દા ઉપર, ગુજરાતના જાણીતા હવામાન નિશાન અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે, માર્ચ મહિનાની અંદર વારંવાર વાતાવરણ ની અંદર પલટો આવી શકે છે, જેનું કારણ એ છે કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રની અંદર હવાનું હળવું દબાણ સર્જાય શકે છે. તેમજ એની અસર ગુજરાતના ઘણા બધા વાતાવરણની અસરો જોવા મળી શકે છે.

વાત કરે તો, આવનારી પાંચ તારીખે લઈને 12 તારીખ સુધીમાં, વાદળ વાદળ છાયુ વાતાવરણ જોવા મળી શકે છે જેના કારણે કમોસમી વરસાદની આગાહી સેવાઈ રહી છે. ઉત્તરીય પર્વતીય વિસ્તારની અંદર, પશ્ચિમ વિક્ષેપો ને લીધે બરફ વર્ષા અને કમોસમી વરસાદ થવાની જોખમ સેવાઇ રહ્યું છે. જેની અસર ગુજરાતની અંદર ઘણા બધા વાતાવરણની અસરો જોવા મળી શકે છે. એ તો ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં, તારીખ 5 માર્ચ થી લઈને 12 તારીખ સુધી હળવા કમોસમી વરસાદ રહેવાની આશંકા સેવાઈ રહી છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, ત્યાંના કેટલાક ભાગો ની અંદર 8 માર્ચ થી ૧૦ માર્ચ સુધી વાતાવરણ અંદર સામાન્ય વરસાદી ઝાપટા પડવાની આશંકા સેવાઈ રહી છે. તેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો તેના દરિયાકાંઠાના વિસ્તારો ની અંદર, વાતાવરણ ની અંદર ઘણા બધા પલટા આવી શકે છે. એવામાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ થઈ શકે છે.

અમદાવાદ ગાંધીનગર ની વાત કરીએ તો, 5 માર્ચ પછી વાદળછાયું વાતાવરણ રહેવાની આશંકાઓ સેવાઈ રહી છે તેમ જ ઉત્તર ગુજરાત અને કચ્છના ઘણા બધા ભાગો ની અંદર, ગુજરાતના કચ્છની અંદર પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે જણાવ્યું હતું. માર્ચ મહિના પછી હવાના હળવા દબાણ પણ ઊભા થવાની આશંકાઓ સેવાઈ રહી છે.

ખાસ કરીને વાતાવરણ ની અંદર પલટો આવવાને કારણે ખેતીના પાકો ની અંદર પણ નુકશાન થઇ શકે છે. તેમજ ૫ માર્ચ થી લઈને 12 માર્ચ સુધી વાતાવરણ ની અંદર ભારે પલટો આવવાની આશંકાઓ સેવાઈ રહી છે. જેને કારણે ખેડૂતોની ચિંતા ની અંદર ખૂબ જ વધારો થઈ રહ્યો છે. અત્યારે શિયાળુ પાક પણ તૈયાર થઈ રહ્યો છે તેમજ વરસાદની આગાહી આવવાની સાથે જ ખેડૂતો ઉપર ચિંતાનાં વાદળ છવાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published.