આવતી કાલે ગુજરાતમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી વાહન લઈને નીકળો તો આ નિયમ જાણી લેજો માસ્કના નામે કમાણી બાદ હવે… - Jan Avaj News

આવતી કાલે ગુજરાતમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી વાહન લઈને નીકળો તો આ નિયમ જાણી લેજો માસ્કના નામે કમાણી બાદ હવે…

આ બેઠકમાં ટ્રાફિક એન્સફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસો કરવા માટે જણાવવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે આગામી 6થી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસની ખાસ ડ્રાઈવ યોજાશે. આ ડ્રાઈવમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસ દાખલ કરવામાં આવશે. શહેર અને જિલ્લાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાની હોવાથી રોજેરોજ કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ સોંપવાનો રહેશે.

ગુજરાત પોલીસ માટે જાહેર કરવામાં આવેલા પત્રમાં કહેવાયુ છે કે, સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા રાજ્યની સમાયાંતરે યોજાતી સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં રોડ સેફ્ટીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં થતા અકસ્માતોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે ગુજરાત પોલીસને આદેશ કરવામાં આવ્યો છે.

કોરોનાકાળમાં માસ્ક નહીં પહેરનારા લોકોને દંડીને સરકારે મબલખ કમાણી કરી લીધી હતી. હવે પોલીસે કમાણી કરવાનો નવો કીમિયો અપનાવ્યો છે. રોડ અકસ્માતો અટકાવવાના બહાને હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો સામે હવે રાજ્યની પોલીસ તવાઇ લાવશે અને કાયદાના બહાને સામાન્ય નાગરિકોને દંડીને કરોડો રૂપિયા ભેગા કરીને સરકારને વ્હાલા થવાના પ્રયત્નો કરશે.

રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયુષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવાનું તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જીલ્લાના વડાઓને સુચના આપી છે. જેમાં નિયમોનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરીને દંડ કરવાનો ફતવો બહાર પાડયો છે.

જે અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા આગામી 6થી 15 માર્ચ દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે. આ સમયે જોઈ કોઈ વાહન ચાલકે હેલ્મેટ વિના કે પછી કારનો સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો દંડ થશે. સાથે જ પોલીસને એવો પણ આદેશ કરવામાં આવ્યો છે કે, શહેર અને જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ મોકલવામાં આવે.

એસટીબીના આઇજીપી પિયુષ પટેલે કરેલા પરિપત્રમાં જણાવવામા આવ્યુ છે કે, રોડ અકસ્માતમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ નહી પહેરતા વધારે લોકોના મોત થયાં છે અથવા તો ઇજાઓ પહોંચી છે. રાજ્યમાં રોડ સેફટીની સમયાંતરે થતી બેઠકોમાં સમીક્ષામાં બહાર આવ્યું હોવાની દલીલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઇવ રાખવામા આવી છે.

તેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવાની વાત ઉપર ભાર મુકવામા આવ્યો છે. એટલુ જ નહી તમામ શહેરો અને જીલ્લાની કરવામા આવેલ કામગીરીની સમિક્ષા કરવાના નામે રોજે-રોજ કેટલો દંડ કર્યો તેની તમામ માહિતી બીજી જ દિવસે આપી દેવાનો હુકમ કરવામા આવ્યો છે. તેમજ ડીજીપી સ્ટેટ બ્રિગેડના ઇમેલ આઇ.ડી ઉપર સવારે 8 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરી દેવો તેવુ પણ જણાવવામાં આવ્યુ છે.

નોંધનીય છે કે, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોના નામે સામાન્ય નાગરિકો પાસે પોલીસ તોડપાણી પણ મોટા ભાગે કરતી હોય છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ ધ્વારા પોલીસને રોજના 40થી 50 મેમા વસુલવાનો ટાર્ગેટ આપવામા આવતો હોવાના કારણે પોલીસ અને પ્રજાના ઘર્ષણના બનાવો પણ છાશવારે બનતા હોય છે. તેમ છતાં વારંવાર નિયમોના નામે સામાન્ય જનતા પાસેથી ઉઘાડી લુંટ ચલાવવામા આવે છે.

ગુજરાત પોલીસ દ્વારા આગામી 6 થી 15 માર્ચ દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે. આ સમયે જોઈ કોઈ વાહન ચાલકે હેલ્મેટ વિના કે પછી કારનો સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો દંડ થશે. સાથે જ પોલીસને એવો પણ આદેશ કરવામાં આવ્યો છે કે, શહેર અને જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ મોકલવામાં આવે.

કોરોનાકાળમાં માસ્ક નહીં પહેરનારા લોકોને દંડવામાં આવ્યાં હતાં. હવે રોડ અકસ્માતો અટકાવવાના બહાને હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો સામે હવે રાજ્યની પોલીસ તવાઇ લાવશે.

રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયૂષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવાનું તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જિલ્લાના વડાઓને સુચના આપી છે. જેમાં નિયમોનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરીને દંડ કરવાનો ફતવો બહાર પાડયો છે.

એસટીબીના આઇજીપી પીયૂષ પટેલે કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રોડ અકસ્માતમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરતા હોવાથી મોતનું પ્રમાણ વધુ છે અથવા તો ગંભીર ઇજાઓ પહોંચી છે. રાજ્યમાં રોડ સેફ્ટીની સમયાંતરે થતી બેઠકોમાં સમીક્ષામાં બહાર આવ્યું હોવાની દલીલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે. તેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવાની વાત ઉપર ભાર મૂકવામા આવ્યો છે.

તમામ શહેરો અને જિલ્લાની સમિક્ષા કરવાના નામે રોજે-રોજ કેટલો દંડ કર્યો તેની તમામ માહિતી બીજી જ દિવસે આપી દેવાનો હુકમ કરાયો છે.આ ઉપરાંત ડીજીપી સ્ટેટ બ્રિગેડના ઇમેલ આઇ.ડી ઉપર સવારે 8 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. પરિણામે અત્યાર સુધી હેલ્મેટ વિનાના અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવનારાઓને જવા દેવાતા હતા તે બંધ થશે.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસને રોજના 40 થી 50 મેમા વસુલવાનો ટાર્ગેટ આપવામાં આવતો હોવાના કારણે પોલીસ અને પ્રજાના ઘર્ષણના બનાવો પણ છાશવારે બનતા હોય છે. તેમ છતાં વારંવાર નિયમોના નામે સામાન્ય જનતા પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે.

આ આદેશ બાદ ગુજરાત પોલીસ દ્વારા આગામી 6થી 15 માર્ચ સુધી વિવિધ વિસ્તારોમાં આ ખાસ ડ્રાઈવ યોજાશે. જેમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વઘુમાં વધુ દંડ કરવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાકાળ દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માસ્કને લઈને પણ ઠેર ઠેર ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published.