પેટ્રોલ-ડીઝલમાં આ શહેરમાં ઇંધણ સસ્તું થયું કે નહિ શું ખરેખર પેટ્રોલ એટલું સસ્તું જાણો આ માસ્ટર પ્લાન - Jan Avaj News

પેટ્રોલ-ડીઝલમાં આ શહેરમાં ઇંધણ સસ્તું થયું કે નહિ શું ખરેખર પેટ્રોલ એટલું સસ્તું જાણો આ માસ્ટર પ્લાન

સરકારી ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ-ડીઝલ ના નવા દર જાહેર કર્યા છે. યુપી સહિત ઘણા રાજ્યોમાં તેલના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે પટનામાં 91 પૈસાનો વધારો થયો છે. આજે પણ રાજ્યની ઓઈલ કંપનીઓએ દિલ્હી-મુંબઈ જેવા દેશના ચાર મહાનગરો તેમજ ગુજરાતમાંમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. મુંબઈમાં પેટ્રોલ હજુ પણ 110 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. આજે મંગળવારે નોઈડા, લખનૌ, જયપુર જેવા શહેરોમાં તેલના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ બિહારની રાજધાની પટનામાં વધુ મોંઘુ થયું હતું.

ગુજરાતમાંગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

રિટેલર પેટ્રોલ પમ્પના ભાવમાં કોઈ વધારો થયો ન હોય ખેડૂતો અને સહકારી મંડળીઓને સીધો અન્યાય થઇ રહ્યો છે. જેના કારણે ઓલપાડ તાલુકાની સાયણ સુગર મિલ, પુરુષોત્તમ ફાર્મ્સ જિનિંગ મંડળી અને દૂધ મંડળીઓએ ભાવ વધારાને કારણે ખોટ સહન કરવા કરતા હાલ પેટ્રોલ પમ્પો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનદ્વારા છેલ્લા 8 દિવસમાં ખાનગી રિટેઇલરો દ્વારા સંચાલિત પંપ કરતાં સહકારી મંડળીઓ અને ટ્રસ્ટો દ્વારા સંચાલિત પેટ્રોલ અને ડિઝલ પમ્પોને 8 રૂપિયે મોંઘું ડિઝલ આપવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.ગુજરાતમાં સહકારી મંડળીઓ અને ટ્રસ્ટો દ્વારા 200 પમ્પ ચલાવવામાં આવે છે.એ પૈકી 50 પમ્પ સુરત જિલ્લાની સહકારી મંડળીઓ , સુગર મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે .

આઇઓસી કંપનીની બેધારી નીતિ સામે સહકારી ખેડૂત સંસ્થાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. તેમનો વિરોધ એટલા માટે છે કે અન્ય પમ્પો કરતા સહકારી પેટ્રોલ પામ્પોને અપાતા પેટ્રોલ ડીઝલ છ થી આઠ રૂપિયા મોંઘઆપવામાં આવી રહ્યા છે.

આઈઓસી દ્વારા છેલ્લા 8 દિવસમાં ડિઝલના ભાવમાં 8 રૂપિયાનો વધારો કરાયોઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પેટ્રોલિયમ કંપની દ્વારા સહકારી મંડળીઓને કન્ઝ્યુમર પેટ્રોલ પમ્પની ફાળવણી કરવામાં આવી છે. જે મંડળીઓ દ્વારા ખેડૂત સભાસદોને પેટ્રોલ ડીઝલનું વેચાણ કરે છે. પરંતુ કંપની દ્વારા છેલ્લા 8 દિવસથી કરવામાં આવેલા ભાવ વધારાને મંડળીઓના કન્ઝ્યુમર પેટ્રોલ પમ્પ માટે ડીઝલમાં આઠ રૂપિયા જેટલો ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

જયારે રિટેલર પેટ્રોલ પમ્પના ભાવમાં કોઈ વધારો થયો ન હોય ખેડૂતો અને સહકારી મંડળીઓને સીધો અન્યાય થઇ રહ્યો છે. જેના કારણે ઓલપાડ તાલુકાની સાયણ સુગર મિલ, પુરુષોત્તમ ફાર્મ્સ જિનિંગ મંડળી અને દૂધ મંડળીઓએ ભાવ વધારાને કારણે ખોટ સહન કરવા કરતા હાલ પેટ્રોલ પમ્પો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

પેટ્રોલ ડીઝલના ભાવો સુરત શહેર જિલ્લાના રિટેઇલ પમ્પો કરતા વધી જતાં ઓલપાડ તાલુકાની મંડળીના પમ્પ બંધ કરી દેવાની નોબત આવી છે. સુમુલ ડેરીના ઓલપાડના ડિરેકટર અને સહકારી આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે , સહકારી મંડળીઓએ હાલ પેટ્રોલ અને ડિઝલનું વેચાણ બંધ કરી દીધું છે . પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં સહકારી મંડળીઓને ખોટ જતી હોવાથી આ નિર્ણય લેવાયો છે .

ઓલપાડ જિન કિમ જિન ટકારમા જિન અને સાયણ સુગર સહિતની મંડળીઓ સહકારી ધોરણે આ આ પ્રકારના પંપ ચલાવે છે . આ મામલે ભાવ વધારો પાછો ખેંચવા અમે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા , પુરુષોત્તમ રૂપાલાને રજૂઆત કરી છે . કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીને પણ ઈ – મેલથી જાણ કરી છે .

ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોના ચુંટણી પરિણામો બાદ પેટ્રોલના ભાવમાં વધારો શરૂ થશે તેવી વાતોએ જોર પકડયું હતું ત્યારે જ ગુજરાતમાં રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના 7 જિલ્લાઓમાં પેટ્રોલની કૃત્રિમ અછત સર્જાઇ શકે છે. જામનગરના વાડીનાર રિફાઇનરીથી નાયરા એનર્જી (અગાઉની એસ્સાર ઓઇલ) સૌરાષ્ટ્રમાં પેટ્રોલની સપ્લાય કરે છે. મંગળવારે કોઈ પણ કારણ આપ્યા વગર જ કંપની પેટ્રોલનો પુરવઠો આપવાનું બંધ કરી દીધું છે.

પેટ્રોલ પંપ સંચાલકોએ સરકારને પત્ર લખ્યોફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરે ગુજરાતના નાગરિક પુરવઠા વિભાગ તેમજ અન્ય પેટ્રોલિયમ કંપનીઓને તાત્કાલિક અસરથી પત્ર લખી અને દરમિયાનગીરી કરવા માટે કહ્યું છે. પત્રમાં લખ્યા મુજબ નાયરા એનર્જી પાસેથી IOC, BPCL અને HPC પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરે છે. કંપનીએ કોઈ પણ આગોતરી જાણકારી વગર જ પેટ્રોલની સપ્લાય બંધ કરી દેતા સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં પેટ્રોલની અછત ઊભી થવાની દહેશત છે.

ફેડરેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આ સાત જિલ્લાઓમાં 900થી વધુ પેટ્રોલપંપ આવેલા છે અને તેમની રોજની ખપત આશરે 20 લાખ લિટર પેટ્રોલની છે. કંપનીએ અચાનક જ પેટ્રોલની સપ્લાય અટકાવી દેતા પેટ્રોલ પંપ પર હવે ગુરુવાર સાંજ સુધી ચાલે તેટલો જ જાતતહો બાકી છે. જો સપ્લાય નિયમિત શરૂ નહીં થાય તો લોકોને ભારે મુશ્કેલી ઊભી થશે.

લોકો ગભરાટમાં વધુ પેટ્રોલ ખરીદી રહ્યા છેઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ગુજરાતના હેડ એમ. અન્ના દુરૈએ ફેડરેશનને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર પાંચ દિવસોથીગભરાટમાં લોકો વધારે ખરીદી કરી રહ્યા છે જેના કારણે વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે. અમે આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છીએ. સપ્લાયને નિયમિત કરવા માટે પુરવઠાની અમુક માત્રા રાજકોટ ડેપોમાં શિફ્ટ કરી છે.

પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારાનાં એંધાણઆ અંગે દિવ્ય ભાસ્કરે અન્ય પેટ્રોલ-સંચાલકો સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણી હતી જેના કારણે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધતાં નથી. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. આ સ્થિતિમાં હવે પેટ્રોલના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે. નાયરા દ્વારા સપ્લાય અચાનક બંધ કરી દેવી તે આ વાતને સમર્થન આપે છે. પરિણામો બાદ ભાવ વધવાની શક્યતાને નકારી ન શકાય.

Leave a Reply

Your email address will not be published.