રશિયા અને યુક્રેનના યુદ્ધની લીધે સુરત માં યુધ્ધને લીધે હીરા ઉદ્યોગની ચિંતા વધી કહી આ વાત જાણો… - Jan Avaj News

રશિયા અને યુક્રેનના યુદ્ધની લીધે સુરત માં યુધ્ધને લીધે હીરા ઉદ્યોગની ચિંતા વધી કહી આ વાત જાણો…

રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને કારણે ડોલરના રેટમાં વધારો થવાથી હીરા ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે. ડોલર વધુ ઉછળીને 80 આસપાસ પહોંચે તો, દોઢ-બે મહિના પેમેન્ટ રોકી રાખવાનું વલણ રહેશે.

હીરા બજાર પર અસર એ આવી છે કે પોલીશ્ડની નવી ખરીદી અટકી ગઈ છે. યુદ્ધ શરૃ થઈ ગયું હોવાને કારણે પેમેન્ટની ચુકવણીમાં લોકોનું વલણ રાહ જોવાનું રહેશે. કેમકે ડોલર વધવા માંડે એટલે પેમેન્ટ કરવામાં તકલીફ થાય. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલે તો અને અમેરિકા આ યુધ્ધમાં કૂદી પડે તો પરિસ્થિતિ વધુ ખરાબ બની શકે, એમ મહિધરપુરા હીરાબજારના કીત શાહે જણાવ્યું હતું. ડોલરનો રેટ વધીને 80 આસપાસ થઇ જશે તો એન્ટવર્પના પેમેન્ટો અટકી જશે. કેમકે, 10થી 15 ટકાનો વધારો હીરા ઉદ્યોગકારો માટે નુકસાની ઉભી કરશે.

ડાયમંડઅત્યારે નિકાસ કામકાજ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની નજર યુધ્ધ ઉપર છે. બે-ચાર દિવસમાં પરિસ્થિતિ કેવી બને છે ? વાતાવરણમાં સુધારો થાય છે કે યુદ્ધ વધુ વકરે છે ? તે અનુસાર કામકાજ આગળ વધશે જોકે યુધ્ધ વધુ ગંભીર બનવાની કિસ્સામાં એન્ટવર્પના પેમેન્ટો દોઢ-બે મહિના માટે સ્થગિત થઈ જશે.

રશિયા અને યુક્રેન યુદ્ધની મોટી ભીતી થી સુરતમાં હીરા ઉદ્યોગકારો માં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. સંભવિત યુદ્ધના મંડાણ દર્શાવતા રફ હીરા નહીં મળવાની ભીતી એ ઉદ્યોગકારોને ચિંતા ના મહાસાગર માં ડુબાડી દીધા છે.

ધંધાકીય દ્રષ્ટિએ સુરત સહિત સમગ્ર દેશ મા 30 ટકા રફ હીરાની આયાત રશિયા થી થઈ રહી છે.આવી પરિસ્થિતિમાં રશિયાની રફ માઈનિંગ કંપની એલારોઝાનો સુરત ડાયમંડ બુર્સ ને પત્ર પાઠવી હીરા ઉદ્યોગને ચિંતા ન કરવા જણાવાયું છે.એલારોઝાએ ખાતરી આપી છે કે રફ ની આયાત બંધ કરવામાં નહિ આવે.

રફ હીરાની આયાત નહીં અટકે તેવી હૈયાધારણ બાદ ઉદ્યોગકારો એ રાહતનો શ્વાસ જરૂર લીધો છે પરંતુ રફના ભાવ વચ્ચે ઇકોનોમી પર ઘેરી અસર પડવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાથોસાથ બેન્કિંગ સેવાઓ બંધ થાય તો વેપાર પર ખરાબ અસર થવાની ચિંતા પણ સેવાઇ રહી છે.

આમ તો યુક્રેનમાં કેટલાય દેશોના નાગરિકો ફસાઈ ચુક્યા છે પણ પોતાના લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત દુનિયામાં સૌથી વધારે એક્ટીવ ઓપરેશન ચલાવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના કેબિનેટના ચાર મંત્રીઓએ મોરચો સંભાળ્યો છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ યુક્રેન થી ભારતીઓને સ્વદેશ લાવવાના મિશનમાં સતત ફ્લાઇટ ઉડી રહી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઈને સોશિયલ મીડિયા પર જ ચર્ચાઓ ચાલી રહી હતી કે યુદ્ધની પરિસ્થિતિને લઈને રશિયાથી જે ડાયમંડ રફ આવી રહી છે તેના પર અસર થશે. આ ચર્ચાઓ બાબતે રશિયાની ડાયમંડ માઈનિંગ કંપની અલરોઝાએ સુરત ડાયમંડ બુર્સને એક પત્ર લખીને માહિતી આપી છે કે, ચિંતા નહીં કરો અમે રફની અછત વર્તાવા દઈશું નહીં.

મહત્ત્વની વાત છે કે, સુરતને ડાયમંડ નગરી કહેવામાં આવે છે અને સુરતમાં ડાયમંડ ઉદ્યોગો આવેલા છે તે વિશ્વના અલગ-અલગ દેશો પાસેથી રફની આયાત કરે છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ રશિયા પાસેથી 25થી 30 ટકા રફની આયાત કરે છે. જોકે સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ હતી તેને લઈને ગુજરાત જેમ્સ એન્ડ જ્વેલરીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, યુદ્ધની પરિસ્થિતિની અસર ડાયમંડ ઉદ્યોગ પર વર્તાશે નહીં.

તો બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે, સુરતમાં હીરા ઉદ્યોગના માલિકો અને વેપારી પાસે રફનો ઘણો સ્ટોક છે. તેથી ડાયમંડ ઉધોગને કોઈ પણ વાંધો આવશે નહીં પરંતુ, એક એવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે રફના ભાવ વધી રહ્યા છે ત્યારે તૈયાર થયેલો માલ જો વેચાણ નહીં થાય તો તેની અસર સુરતની ઇકોમોની પર જોવા મળી શકે છે. રફનો ભાવ વધતાં કેટલાક નાના વેપારીઓએ માલ ખરીદી કરવાનું બંધ કર્યું છે અને રફનું વેચાણ કરતા વેચાણકારોએ પણ રફને વેચવાનું બંધ કર્યું છે.

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ જણાવ્યું હતું કે, અલરોઝા ડાયમંડ માઇનિંગ કંપનીના CEO સાથે મારે વાત થઇ છે અને તેમણે મને જણાવ્યું છે કે, અમારી તરફ માઇનિંગનું કામ ચાલી રહ્યું છે તેના પર કોઈ પણ પ્રકારની અસર થઇ નથી એટલે તમે ચિંતા કરશો નહીં.

તો GJEPCના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, યુરોપિયન જે તો છે તેમણે રશિયન બેંકો પર પ્રતિબંધ લગાવ્યો છે. જેના કારણે પેમેન્ટ થઈ શકશે નહીં અને આ કારણે થોડી ઘણી અસર થઇ થશે પરંતુ, હાલમાં ઘણા વેપારીઓ પાસે પૂરતા પ્રમાણમાં રફ ડાયમંડનો સ્ટોક છે.

હરેકૃષ્ણ એક્સપોર્ટના સવજી ધોળકીયાએ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે યુદ્ધ લાંબુ ચાલે તેવું દેખાઈ રહ્યું નથી અને હાલ અત્યારે માર્કેટમાં રફના ભાવ ઊંચા છે અને માલની અછત છે એટલે જે લોકોને વધારે કામ કરવું છે તેમના માટે અત્યારે રફની અછત જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિના કારણે રફ ડાયમંડનો ભાવ વધી રહ્યો છે પરંતુ આ ચર્ચા બાબતે પણ ડાયમંડ એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી રફ ડાયમંડના ભાવમાં વધારો થઈ રહ્યો છું એટલે રફ ડાયમંડના ભાવને યુદ્ધ સાથે કોઇ સંબંધ નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.