સુરજ ભુવો દુષ્કર્મ કેસમાં નવો વળાંક સુરજ ભૂવા ભાગીને ક્યાં ગાયબ થઇ ગયો પાખંડ ખુલ્લું પડી જતા પોલીસ આ ભાગેડુને શોધી રહી છે લોહી ઉકળી જશે - Jan Avaj News

સુરજ ભુવો દુષ્કર્મ કેસમાં નવો વળાંક સુરજ ભૂવા ભાગીને ક્યાં ગાયબ થઇ ગયો પાખંડ ખુલ્લું પડી જતા પોલીસ આ ભાગેડુને શોધી રહી છે લોહી ઉકળી જશે

રાજકોટ શહેરમાં ત્રણ દિવસ પૂર્વે એક યુવતીએ મહિલા પોલીસ મથક ના પટાંગણમાં દવા પી લીધી હતી. યુવતીએ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ મહિલા પોલીસ સ્ટેશનના ફરજ પર હાજર રહેલા કર્મચારીઓને થતાં તેમણે તાત્કાલિક અસરથી યુવતીને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ઈમરજન્સી વોર્ડમાં ખસેડી હતી.

ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા યુવતીનું જરૂરી નિવેદન નોંધવામાં આવ્યું હતું. યુવતીએ પોતાના નિવેદનમાં જૂનાગઢના સુરજ ભૂવાજી નામના વ્યક્તિએ તેની સાથે 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે યુવતીએ બે દિવસ પછી જૂનાગઢ શહેરમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. યુવતીની ફરિયાદ બાદ જેના પર આરોપ છે તે સુરજ સોલંકી ફરાર થઈ ગયો હતો. આ મામલે હવે સુરજ ભૂવાજીનો એક વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં ભૂવાજીએ પોતાને ફસાવવામાં આવ્યાનો દાવો કર્યો છે.જુનાગઢ રાજકોટ પંથકમાં ભૂવા તરીકે પાખંડ કરી નામના મેળવનાર સુરજ ભુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. પોતાનો બચાવ કરવા માટે તેણે એક વીડિયો પણ વાયરલ કર્યો હતો. જેમાં તેણે ફરિયાદી યુવતી વિરૂદ્ધ ફ્લેટ અને રૂપિયામાં માગવાનો આરોપ લગાવ્યો હતો.

આ ઢોંગી ભૂવો સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી આરોપ કરી રહ્યો છે કે, અમુક પુરાવા લઈને હું પોલીસ સ્ટેશન હાજર થઈ જઈશ.યુવતીની માંગણી ન સંતોષાતા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવતીએ 25 લાખ રૂપિયા અને એક ફ્લેટની માંગણી કરી હતી જેથી ફ્લેટ કારસો રચવામાં આવ્યો છે.

છેલ્લા દસ દિવસથી તે પોતાના પાખંડ પણ ભૂલી ગયો હોય તેમ પોતાના ધતિંગ ના વિડીયો અપલોડ કરતો પણ બંધ થઈ ગયો છે. તેને પોતાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની છે તેવી ગંધ આવી જતા પહેલેથી જ તૈયારીઓ કરી લીધી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. યુવતીએ પોતાના નિવેદનમાં જૂનાગઢના સુરજ ભુવાજી નામના વ્યક્તિ વિરુદ્ધ 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે યુવતીએ સુસાઇડ નોટ લખી ને આરોપ પણ લગાવ્યો હતો અને પાછળથી જૂનાગઢ પોલીસ દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

બીજી તરફ સુરજ ભુવા એક વીડિયો અપલોડ કરીને કહ્યું છે કે પોતાને ફસાવવામાં આવ્યો છે. સુરજ ભુવા જણાવી રહ્યો છે કે સોશિયલ મીડિયામાં મને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. મારા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ તદ્દન ખોટી છે. મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરનાર વ્યક્તિ સાથે મારે સારા સંબંધ હતા. તે મારી પાસે જુદી જુદી ડિમાન્ડ કરતી હતી. મેં તેની ઘણી ડિમાન્ડ પૂરી કરી છે, પરંતુ કેટલીક ડિમાન્ડ પૂરી ન થતાં તેણે આ પ્રકારનું વર્તન અને ફરિયાદ કરી છે.

યુવતીએ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ જૂનાગઢ ખાતે સુરજ ભૂવાજી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને ત્રણ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાતાની સાથે જ જૂનાગઢ પોલીસે આરોપી સુરજ ભૂવાજીની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ શનિવારના રોજ 10 વાગ્યાના અરસામાં સુરજ ભૂવાજીનો એક વીડિયો Instagram પર અપલોડ કરવામાં આવ્યો છે.

બીજી તરફ મહિલાએ અગાઉ દવા પીધા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સોસાયટીનો અપલોડ કરી હતી. જેમાં તેણે સુરજ ભુવાજી અને તેના બે મિત્રો હેરાન-પરેશાન કરતા હતા અને મારકૂટ કરતા હતા તે બાબતો જણાવી હતી.

સુરજ ભુવાજી ફેન ક્લબ 10 નામના આઈડી પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. અપલોડ કરેલા વીડિયોમાં સુરજ ભૂવાજી જણાવી રહ્યા છે કે, “સોશિયલ મીડિયામાં મને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. મારા વિરૂદ્ધ જે ફરિયાદ થયેલી છે તે તદન ખોટી છે. મારી વિરૂદ્ધ ફરિયાદ કરનાર વ્યક્તિ સાથે મારે સારા સંબંધો હતા. મારી સાથેના સારા સંબંધનો તેણે ઘણી વખત ગેર ઉપયોગ કર્યો છે. તેણે મને માનસિક રીતે ભાંગી નાખ્યો છે. તે મારી પાસે ઘણી વખત જુદી જુદી ડિમાન્ડ કરતી હતી. મેં તેની અનેક ડિમાન્ડ પૂરી પણ કરી છે. કેટલિક ડિમાન્ડ ન સંતોષાતા તેણે મારી સાથે આ પ્રકારનું વર્તન અને ફરિયાદ કરી છે.

મારાથી તે વ્યક્તિની ડિમાન્ડ સંતોષાઈ તેમ નહોતી ત્યારે તેણે મને ડાઇવોર્સ આપવા મજબૂર કર્યો હતો. જેના પુરાવા મારી પાસે છે. મારી પાસે અવારનવાર પોતાની ડિમાન્ડ પૂરી કરાવવા તે પોતાના હાથમાં બ્લેડથી ચેકા મારી મને બ્લેકમેઇલ કરતી હતી. તેણીએ મને કહ્યું હતું કે, તું મને 25 લાખ રૂપિયા અને એક ફ્લેટ લઈ દે, નહીંતર હું તારી વિરૂદ્ધ ખોટી ફરિયાદ કરી તને ફસાવી દઈશ. હાલ હું કેટલાક પુરાવા એકઠા કરી રહ્યો છું. પુરાવા એકઠા થયા બાદ હું સામે ચાલી પોલીસ સ્ટેશને પહોંચીશ

ઉલ્લેખનીય છે કે મહિલાએ દવા પીધા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક સુસાઈડ નોટ પણ અપલોડ કરી હતી. જેમાં તેણીએ સુરજ ભુવાજી અને તેના બંને મિત્રો કઈ રીતે હેરાન-પરેશાન કરતા હતા, કઈ જગ્યાએ મારકૂટ કરી હતી તે તમામ બાબતો જણાવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.