વસંત ઋતુનો શ્રેષ્ઠ આહાર, સુવા ભાજી, જાણો 1 નહિ પણ 10 રોગો નો નાસ થાય છે આ ભાજી ખાવાથી - Jan Avaj News

વસંત ઋતુનો શ્રેષ્ઠ આહાર, સુવા ભાજી, જાણો 1 નહિ પણ 10 રોગો નો નાસ થાય છે આ ભાજી ખાવાથી

આંખોને ઠંડક આપતાં લીલાછમ શાકભાજી ખરીદવાની સાથે બાળકોને તેની સજાવટ જોવા પણ બજારમાં સાથે અચૂક લઈ જવા જોઈએ. સામાન્ય રીતે ગુજરાતી ભોજનની વાત કરીએ તો બપોરના ભાણામાં શાક તો હોવું જ જોઈએ. ઘરની પ્રત્યેક વ્યક્તિ આજે કયું શાક બનાવ્યું છે તેવો પ્રશ્ન પૂછતી હોય છે. શાક તો લગભગ નાના-મોટા બધાને ભાવતાં જ હોય છે.

હા, ફક્ત ભાજીની વાત આવે ત્યારે બાળકો મોઢું મચકોડતાં હોય છે. ભાજી સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે અનેક રોગોને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેમાં પણ આજે આપણે જે ભાજીની વાત કરવાના છીએ તેનો આકાર પંખા જેવો હોવાથી દેખાવમાં આકર્ષક લાગે છે. નાજુક હોવાથી તેને લાંબા સમય સુધી રાખવી મુશ્કેલ બને છે. ભાજીને સામાન્ય રીતે તાજી ખાવાનો આગ્રહ રાખવામાં આવે છે.

સુવાની ભાજીને જડીબુટ્ટી પણ ગણવામાં આવે છે. તેનો ઉપયોગ બદલાતી બે મોસમમાં કરી શકાય છે. વસંત ઋતુમાં આહારમાં સમાવેશ તેનાં પાનને કારણે કરવામાં આવે છે. બીજી મોસમમાં તેનાં બીજનો ઉપયોગ કરવામાં આવે છે. છોડના પ્રત્યેક ભાગની પોતાની આગવી વિશેષતા છે. તેમાંથી એક છે ‘સુવાનાં બીજ’.

શરીરમાં વિટામિન સીની ઊણપ હોય ત્યારે સુવા ભાજીનો આહારમાં ઉપયોગ અચૂક કરવા જેવો છે. સુવા ભાજીમાં વિટામિન સી પ્રચૂર માત્રામાં છે. ઍન્ટિ ઓક્સિડન્ટ, વિટામિન એ તથા વિટામિન સીની માત્રા પણ તેમાં સમાયેલી છે, તે શરીરની કોશિકાને નુકસાન થતું અટકાવે છે. એને કારણે કૅન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ સામે લડવાની શક્તિ શરીરને મળતી રહે છે.

ઓળખ : સુવાનું વૈજ્ઞાનિક નામ એનેથમ ગ્રેવિયોલેન્સ (Anethum graveolens) છે, તેને અંગ્રેજીમાં ઈન્ડિયન ડિલ; ગુજરાતીમાં સવા, સુવા; સંસ્કૃતમાં શતાહ્વા, શતપુષ્પા; હિન્દીમાં સોયા કહે છે. તે એપિયેસી કુળની એક વનસ્પતિ છે.

તે એકવર્ષાયુ, અરોમિલ (glabrous), 1.2 મી. ઊંચી સુગંધિત શાકીય વનસ્પતિ છે. પર્ણો પુનર્વિભાજિત (decompound), અંતિમ ખંડો તંતુરૂપ (filiform) અને 8.3 મિમી. લાંબાં હોય છે. પુષ્પો આછાં પીળાં અને સંયુક્ત છત્રક (compound umbel) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ વિભક્ત ફળ (schizocarpic) પ્રકારનું અને બે ફલાંશક(mericarp)માં વિભાજિત થયેલું હોય છે. તે આકારે ઉપવલયી (elliptical), પૃષ્ઠ બાજુએથી ચપટું, 3.0થી 5.0 મિમી. x 1.5 થી 2.5 સેમી, અરોમિલ, ત્રણ ઊભી ખાંચવાળું અને સપક્ષ (winged) હોય છે. ફલાંશકો સંગૃહીત સ્થિતિમાં પણ પરસ્પર જોડાયેલા રહે છે. તૈલી નલિકાઓ (vitta) તેમની કિનારી તરફ અનિયમિત દીવાલ અને ખૂણાઓ પાસે સ્થૂલન ધરાવે છે.

સમગ્ર ભારતમાં – મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં આ પાકની ખેતી મોટા પાયે થાય છે. સુવાનું વાવતેર ભારત ઉપરાંત તુર્કિસ્તાન, પશ્ચિમ જર્મની, ઈરાન અને પાકિસ્તાનમાં થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે મહેસાણા, બનાસકાંઠા, જામનગર, સુરત, ખેડા, પંચમહાલ અને ભાલ વિસ્તારના ખેડૂતો આ પાકનું વાવેતર કરે છે .દેશના સવાના કુલ ઉત્પાદનના 45 % ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

સુવાની ભાજીના આરોગ્યવર્ધક ફાયદા

પાચન સંબંધિત મુશ્કેલીમાં ગુણકારી : સુવાની ભાજીનો ઉપયોગ આહારમાં કરવાથી સૌથી પ્રથમ લાભ પાચનતંત્રને મળે છે. પાચન સંબંધિત પ્રશ્નો સતત સતાવતાં હોય તેમણે સુવાની ભાજીનો ઉપયોગ આહારમાં કરવો આવશ્યક છે. પચવામાં હલકી હોવાની સાથે રેચક પણ છે. વિવિધ સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે સુવાની ભાજીનો આહારમાં ઉપયોગ કરવાથી છાતીમાં થતી ગભરામણ ઓછી કરવામાં મદદ કરે છે. બાળક નાનું હોય ત્યારે પેટ ફૂલી જવાને કારણે અચાનક સતત રડતું રહે છે. તેનું મુખ્ય કારણ કાર્મિનેટિવ પ્રભાવને કારણે પેટ ફૂલી જવાની સમસ્યા થતી હોય છે. સુવાનું પાણી બાળકને પીવડાવવાથી તેને દુઃખાવામાં રાહત મળે છે.

હાર્મોન્સ સંતુલિત કરવામાં ગુણકારી : હાર્મોન્સમાં અસંતુલન થવાને કારણે માસિક સમયે સ્ત્રીઓને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. આવા સંજોગોમાં સુવાની ભાજીનું સેવન કરવાથી હાર્મોન્સની માત્રા જળવાઈ રહેવામાં મદદ મળે છે.

ડાયાબિટીસમાં ગુણકારી : ડાયાબિટીસમાં સુવાની ભાજીનું સેવન ગુણકારી ગણાય છે. એક રિસર્ચ પેપર દ્વારા જાણવા મળ્યા પ્રમાણે સુવાની ભાજીમાં હાઈપોગ્લાઈસેમિકની માત્રા હોય છે. જે લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આથી જ ડાયાબિટીસના દર્દીઓને સુવાની ભાજી આહારમાં સમાવવાની સલાહ આપવામાં આવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે : સુવાની ભાજી ખાવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલાં મેડિકલ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે સુવામાં ક્વેરસેટિન બાયોફ્લેવોનોઈડ નામક તત્ત્વો હોય છે. જે શરીરને વિવિધ ઈન્ફેકશનથી બચાવે છે. કોરોના વાઈરસના ચેપથી પણ સુવાની ભાજીનું સેવન કરવાથી બચી શકાય છે. વળી ક્વેરસેટિન બાયોફ્લેવોનૉઈડમાં સમાયેલો એન્ટિ ઑક્સિડન્ટની ક્ષમતાથી ફેફસાંની કોશિકાઓને પણ સુરક્ષા મળે છે. આથી જ સુવાની ભાજીને પાચનતંત્ર તથા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરતી ભાજી કહેવામાં આવે છે.

હાડકાં મજબૂત બનાવે છે : કૅલ્શિયમ શરીર માટે અત્યંત જરૂરી ઘટક ગણવામાં આવે છે. સુવાની ભાજીનું સેવન કરવાથી શરીરને કૅલ્શિયમની માત્રા પૂરતાં પ્રમાણમાં મળી રહે છે. સુવાના બીજના તેલથી માલિશ કરવાથી હાડકાંની મજબૂતાઈમાં વધારો થાય છે. તેમાં ઍન્ટિ ગુણો હોય છે, જે સોજા તથા દર્દને ઓછું કરવામાં મદદ કરે છે.

હેડકીની તકલીફમાં ગુણકારી : સામાન્ય રીતે કોઈ વ્યક્તિને હેડકી આવે તો તેને કોઈ યાદ કરે છે તેમ હસતાં હસતાં લોકો કહેતાં હોય છે. વાસ્તવમાં હેડકી સતત આવે તો વ્યક્તિને કપરી પરિસ્થિતિમાં મૂકી દે છે. તેને રોગ પણ કહેવામાં આવે છે. હેડકી આવવાનું કારણ અલગ અલગ હોઈ શકે છે. પેટમાં ગેસ વધવાને કારણે પણ હેડકી આવતી હોય છે. સુવાની ભાજીને બાફીને તેનું પાણી ગાળીને ધીમે ધીમે પીવાથી હેડકીની તકલીફમાં રાહત મળે છે.

કેન્સરથી બચાવે છે : સુવાની ભાજીમાં ફ્લેવોનોઈડસ્ તથા મોનોટેર્પેનેસ જેવા સક્રિય તત્ત્વ સમાયેલાં છે. જેમાં કેન્સર સામે લડવાની શક્તિ હોય છે. ફ્લાવોનોઈડસ્ની સાથે ઍન્ટિઑક્સિડન્ટનો પ્રભાવ હોય છે. જે મુક્ત કણથી લડવાની તથા કેન્સરને રોકવામાં મદદ કરે છે. મોન્ટોર્પેનસ ગ્લૂટાથિયોન – એસ-ટ્રાંસનેશે નામક એન્ઝાઈમના સ્રાવને સક્રિય કરીને કેન્સરને રોકવામાં મદદ કરે છે. કાર્સિનોજેન્સને બેઅસર કરવાની શક્તિ સુવાની ભાજીમાં છે. તેથી જ સુવાની ભાજીને કેમો-સંરક્ષણત્માક ભોજન ગણવામાં આવે છે. નિયમિત આહારમાં સમાવવાથી કેન્સર જેવા રોગ સામે રક્ષણ મેળવી શકાય છે.

સુવા ભાજી વિશે જાણવા જેવી ખાસ વિગતો : –

 • સેલરી જાતિની ભાજીમાં સુવાની ભાજીનો સમાવેશ થાય છે.
 • આ ભાજીનો ઉપયોગ સૌ પ્રથમ દક્ષિણ યુરોપ, પશ્ચિમ એશિયામાં જોવા મળ્યો હતો. હાલમાં તો આ ભાજીનો ઉપયોગ પ્રત્યેક દેશમાં છૂટથી કરવામાં આવે છે.
 • પ્રાચીન ઈજિપ્ત, ગ્રીસ, રોમમાં તેનો ભોજનમાં ઉપયયોગ કરવામાં આવતો.
 • ભોજનની સાથે સુવાની ભાજીનો ઉપયોગ ચલણ તરીકે પણ થતો હતો.
 • ઊનાળામાં સુવાની ભાજીનો પાક સારો ઉતરે છે.
 • તેના ફૂલનો રંગ પીળો જોવા મળે છે. વસંત ઋતુમાં તે વધુ ખીલતાં જોવા મળે છે.
 • સુવાની ભાજીમાં ડાયેટરી ફાઈબર, વિટામિન સી, બી-9, બી-2 તથા મિનરલ્સ જેવા મેંગેનિઝ, આયર્ન તથા કૅલ્શ્યિમની ભરપૂર માત્રા સમાયેલી છે.
 • હર્બલ ચા તરીકે પણ સુવાની ભાજીનો ઉપયોગ થાય છે.
 • સુવાની ભાજીનું તેલ સૌંદર્ય પ્રસાધનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.
 • સુવાનો ઉપયોગ સાબુ બનાવવામાં પણ કરવામાં આવે છે.
 • પ્રાચીન કાળમાં સુવાની ભાજીને લોકો આંગણામાં બાંધતા જેથી નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશતાં રોકી શકાય.
 • સુવાનો ઉપયોગ પરફ્યુમ બનાવવામાં પણ પ્રાચીન ગ્રીસમાં થતો હતો.
 • રમતવીરો સુવાની ભાજીમાંથી બનતું ખાસ ટોનિક શરીર સૌષ્ઠવ મજબૂત બનાવવા કરતાં.

વિવિધ ભાજીનું મિક્સ શાક : સામગ્રી: 1 વાટકી સુવાની ભાજી, 1 વાટકી તાંદળજાની ભાજી, 1 વાટકી પાલકની ભાજી, 1 નંગ બટાકું બાફેલું, 1 વાટકી તુવેરના દાણા, 1 વાટકી ગાજર ઝીણું સમારેલું, 1 વાટકી રીંગણ ઝીણું સમારેલું, સ્વાદાનુસાર મીઠું, 1 નાની ચમચી જીરૂં, ચપટી હિંગ, 1 ચમચી તેલ, 1 ચમચી આદુમરચાંની પેસ્ટ, 1 ચમચી લીલું લસણ ઝીણું સમારેલું, 1 કપ પાણી, 1 ચમચી ચણાનો લોટ શેકેલો.

ભાજીનું સ્વાદિષ્ટ શાક બનાવવાની રીત: સુવાની ભાજી, તાંદળજાની ભાજી, પાલકની ભાજીને બરાબર સાફ કરીને ઝીણી સમારી લેવી. એક કડાઈમાં તેલ મૂકીને તેમાં જીરૂં નાખવું, ત્યારબાદ તેમાં હિંગ ભેળવીને જરા હલાવી લેવું. રીંગણ-લીલી તુવેરના દાણા ભેળવીને હલાવી લો. ત્યારબાદ એક પછી એક ભાજી કડાઈમાં ગોઠવતાં જાવ. બાફેલું બટાકું પણ છાલ કાઢીને ગોઠવી દેવું. આદુ-મરચાંની પેસ્ટ પણ ભેળવવી. ઝીણાં સમારેલાં ગાજર પણ ભેળવવા. જરૂર મુજબ મીઠું ભેળવીને કડાઈની ઉપર પાણીની થાળી ગોઠવીને ધીમા તાપે ચઢવા દેવું. બરાબર ચઢી જાય એટલે શેકેલા ચણાના લોટને પાણીમાં ભેળવીને પાતળી પેસ્ટ બનાવી લેવી. પાંચ મિનિટ બાદ શાકમાં તે પેસ્ટ ભેળવીને બરાબર હલાવી લેવું. રીંગણ ચઢી જાય એટલે શાકનો ગેસ બંધ કરીને લીલું લસણ ઉપરથી ભેળવીને ગરમાગરમ શાક પરોઠા સાથે સર્વ કરવું.

માહિતી : નિસર્ગ સેતુ – Sarman Ratiya શ્રીલેખા યાજ્ઞિક Insta : @nisarg_setu

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.