કોરોના મહામારી પછી એકલા રેવાથી બીમારી નું પ્રમાણ વધ્યું ? - Jan Avaj News

કોરોના મહામારી પછી એકલા રેવાથી બીમારી નું પ્રમાણ વધ્યું ?

કોરોનાના સમયકાળમાં લોકો ડીજીટલી તો જોડાયા પણ ઘરેબેઠા તેમની એકલતામાં બે ગણો વધારો જોવા મળ્યો.
વર્ષ 2018 ના એક અભ્યાસ મુજબ 57 ટકા લોકો એવા હતા કે જે આ ઘટના બાદ લોકો સાથે સીધી મુલાકાતો ટાળતા હતા.

વિશ્વમાં કોરોના મહામારી બાદ હવે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ સામે આવી રહી છે. કોરોનાની મહામારીના કારણે આપણે ઘરોમાં કેદ રહેવું પડ્યું હતું અને તેના કારણે ઘણા લોકોને મજબૂરીમાં ઘરમાં એકલું રહેવું પડ્યું હતું. આ એવા લોકો છે કે, જેમને હવે એકલા રહેવાનું જ પસંદ છે. કોરોના મહામારી બાદ તો આ સમસ્યામાં ખુબ જ વધારો થયો છે.

અમેરિકામાં થયેલા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે, કોરોના બાદ ડિજિટલ રીતે એકબીજા સાથે કનેક્ટ થયા બાદ પણ યંગ જનરેશનના લોકોની એકલતામાં બે ગણો વધારો થઇ ગયો છે પરંતુ, લાંબા સમય સુધી એકલા રહેવું એ વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. વિશ્વમાં દર પાંચમાંથી એક વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરી રહી છે. લોકો પહેલા કરતા સોશિયલ મીડિયા જેવા માધ્યમો પર વધુ સમય પસાર કરી રહ્યા છે પરંતુ, તેમછતાં તે એકલતા અનુભવે છે.

પુરુષોની તુલનામાં સ્ત્રીઓ એકલતા વધુ અનુભવે છે

અમેરિકાના સર્જન જનરલ ડો.વિવેક મૂર્તિએ જણાવ્યું હતું કે, વિશ્વમાં અમેરિકામાં કોરોનાના આગમન પહેલા જ લોકો એકલતાના કારણે પરેશાન હતા. વર્ષ 2018ના એક અભ્યાસમાં 57% લોકોએ કહ્યું હતું કે, તે ઘણીવાર સામાજિક એકલતા અનુભવે છે. તે જાહેર કાર્યક્રમમાં કોઈપણ વ્યક્તિને મળવાનું પસંદ કરતા નથી.

એકલતા સ્વાસ્થ્ય માટે ઘાતક છે

ડો.મૂર્તિના જણાવ્યા અનુસાર એકલતાની માણસના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. વધુ પડતી એકલતા પણ એક પ્રકારની બીમારીનું કારણ બની શકે છે. હાલ ડાયાબિટીસની જેમ એકલતાની સમસ્યા પણ વધી રહી છે. લાંબો સમય એકલા રહેવાથી ડિપ્રેશન, ચિંતા અને નશીલી ચીજવસ્તુઓ જેવા કેસોનું જોખમ વધી જાય છે. આ સાથે જ લોકોને હાર્ટ ડિસીઝ, કેન્સર, હ્ર્દયનો હુમલો, હાઈ બીપી અને ડિમેન્શિયા જેવી બીમારીઓ પણ થાય છે. લોકોમાં સામાજિક લાગણીઓનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. તમને 15 સિગરેટ પીધા બાદ જેટલું નુકશાન થાય છે તેટલું જ નુકશાન આ સમસ્યાના કારણે થાય છે.

કોરોનાના સમયમાં ઘરેબેઠા લોકોમાં એકલતા બાદ ડિપ્રેશનના કેસ વધ્યા છે

સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કમાં ઇન્ટીગ્રેટિવ ન્યુરોસાયન્સના પ્રો. તુર્હાન કેન્લીના જણાવ્યા અનુસાર લોકોના શરીરમાં એવા અનેક જીન્સ હોય છે જે જ્યારે કોઈ વ્યક્તિ એકલતા અનુભવે ત્યારે સક્રિય થઇ જાય છે. આમાં કેન્સર, બળતરા, હૃદય રોગ સાથે સંકળાયેલા જનીનોનો પણ સમાવેશ થાય છે. આ પહેલાના ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે, પુરુષોની તુલનામાં મહિલાઓ સામાજિક એકલતા વધારે અનુભવે છે.

વિદેશમાં ઘણી જગ્યાએ હેપ્પી ટુ ચેટ બેન્ચ લગાવવામાં આવી છે, જ્યાં લોકો એકબીજા સાથે વાત કરી શકે છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, કોઈની એકલતાને દૂર કરવા માટે શ્રેષ્ઠ રસ્તો એ છે કે, તેમની સાથે વાત કરવી છે. તેને એવું ના લાગવા દો કે તે એકલો છે. ઇંગ્લેન્ડ, કેનેડા, પોલેન્ડ જેવા અનેક દેશોમાં હેપ્પી ટુ ચેટ બેન્ચ લગાવવામાં આવી હતી અને તેના પર મેસેજ લખવામાં આવ્યો હતો કે, જો તમને કોઇ હેલો કહે છે અને તેનાથી તમને કોઈ તકલીફ નથી તો અહીં બેસી જાવ. આ બાંકડા પર બેસીને લોકો એકબીજા સાથે વાત કરી શકે છે અને પોતાની એકલતાને દૂર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.