અખાત્રીજનું ધાર્મિક અનોખું મહત્વ વાંચો અને જાણો - Jan Avaj News

અખાત્રીજનું ધાર્મિક અનોખું મહત્વ વાંચો અને જાણો

વૃંદાવનમાં બાંકે બિહારીજીના ચરણનાં દર્શન વર્ષમાં એક અખાત્રીજના દિવસે થાય છે અક્ષર તૃતીયાનું ધાર્મિક ખુબ મહત્વ છે. હવેલીઓમાં ઉષ્ણકાલીન પૂજા થાય છે.અખાત્રીજે ઠાકોરના દિવ્ય સ્વરૂપને ચંદનના લેપ થાય છે. અખાત્રીજથી શ્રી અંગે ફુલના શણગારને ફુલની મોટી જોડ રથયાત્રા સુધી શયન સુધી ધરાવાય છે. પ્રભુને માટીનાં ઝારી કુંજામાં જળ ધરાવાય છે. ઠાકોરજીને પાકા કેરીના રસ, દહીં, ભાત, શીખંડ જેવી સામગ્રી આરોગાવાય છે.વ્યાસજીએ મહાભારત લખવાનો પ્રારંભ અક્ષય તુતીયાએ કરેલો.પુણ્ય કાર્યોનું અક્ષય ફળ આપે છે.

શુભ કાર્યોમાં શુભ તિથિઓમાં અખાત્રીજ તિથી શ્રેષ્ઠ ગણાય છે.આ દિવસે શ્રી કૃષ્ણ પાંડવોને આપેલ અન્નપાત્ર અક્ષયપાત્ર બન્યું. વૈશાલી સ્નાનનો આરંભ અખાત્રીજથી થાય છે.વૃંદાવનમાં બાંકે બિહારીના મંદિરમાં વર્ષમાં એક વખત ચરણ કમળનાં દર્શન થાય છે.ઉત્તરાખંડમાં ભગવાન બદ્રીનાથના મંદિરા દ્વાર આજે ખુલે છે.હવેલીઓમાં ઠાકોરજીના દ્વાર ઉપર ખસના ટેરા બંધાય છે.ખસના પંખા આવે છે. ગુલાબ જળની ગુલાબદાની ભરીને આજુબાજુમાં ધરાવાય છે. પ્રભુને ઉષ્ણકાળની ગરમીમાં ઠંડક પ્રદાન થાય તેવા વસ્ત્રો શાજ, શૃંગાર કરવામાં આવે છે.

અખાત્રીજ પર દાન કરવાની વસ્તુઓ 

આ દિવસે અમુક ખાસ વસ્તુઓ દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જેનાથી જાતકને અલગ અલગ લાભ મળે છે. આ દિવસે અન્ન અથવા અન્નનું કોઈ પણ રૂપમાં દાન કરવું શુભ માનવામાં આવે છે. તમે જરૂરીયાત  મંદોને ઘઉંનો લોટ, ચોખા, ખાંડ, દાળ જેવી વસ્તુઓ દાન કરી શકો છો. જરૂરીયાત  મંદોને અમુક કપડા અને જૂતા દાન કરો. માનવામાં આવે છે કે ચપ્પલ અને નવા કપડા દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે દાન આપવાથી જાતકને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.

Leave a Reply

Your email address will not be published.