વધુ પ્રમાણમાં સોફ્ટ ડ્રિંકનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, જાણો તેનાથી સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે - Jan Avaj News

વધુ પ્રમાણમાં સોફ્ટ ડ્રિંકનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, જાણો તેનાથી સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે

કોઈ પણ પાર્ટી અથવા ફંકશનમાં લોકો સોફ્ટ ડ્રિંક્સ પીવાનું વધુ પસંદ કરે છે. ઘણા લોકો ઘરોમાં કોલ્ડ ડ્રિંક્સ અને સોડા રાખે છે. ખાસ કરીને યુવાનોમાં સોફ્ટ ડ્રિંક્સ પીવાનો ક્રેઝ વધુ હોય છે. સોફ્ટ ડ્રિંક્સ આરોગ્ય માટે નુકસાનકારક હોય છે. તેમાં કોઈ પણ પ્રકારના પોષક તત્વો હોતા નથી. ગરમી હોય કે ઠંડી અનેક ઘરોમાં આપણે જોઈએ છીએ કે ફ્રિજમાં કોલ્ડ ડ્રિંકની બોટલો પડી જ હોય છે. ઘર, ઓફિસથી લઈને લોકો પાર્ટી ફંકશનમાં પણ કોલ્ડ ડ્રિંક પીવાનું ખુબ પસંદ કરતા હોય છે. યુવાઓને તો જાણે પાર્ટી કે રોજબરોજની જિંદગીમાં પણ કોલ્ડ ડ્રિંક પીવાની આદત પડી ગઈ હોય છે.

જો કે આ કોલ્ડ ડ્રિંક્સનો શરીર પર ખુબ જ ખરાબ પ્રભાવ પડે છે. હકીકતમાં તે તમારા વજનને તો વધારે જ છે પરંતુ સાથે સાથે લિવરને પણ નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. આ ઉપરાંત તે તમારા મેટાબોલિઝમને પણ ડિસ્ટર્બ કરે છે અને ઈન્શ્યુલિનની સમસ્યાને પણ વધારે છે. આ ઉપરાંત તે ડાયાબિટિસ ટાઈપ 2 માટે કારણભૂત થઈ શકે છે. કોલ્ડ ડ્રિંકનું સેવન કરવાથી સ્વાસ્થ્યને કયા કયા નુકસાન થઈ શકે છે તે વિશે ખાસ જાણવું જરૂરી છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ડ્રિંક્સ પીવાથી વજન વધવા લાગે છે. વધુમાં અન્ય બિમારીઓ પણ થઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે કોલ્ડ ડ્રિંક્સ પીવાથી વજન વધે છે. સોડા અને સોફ્ટ ડ્રિંક્સમાં શુગર હોય છે. જેના કારણે વજન જલ્દી વધે છે. કોકા કોલા કૈનમાં 8 મોટી ચમચી જેટલી શુગર હોય છે. કોલ્ડ ડ્રિંક ભુખને શાંત કરે છે, પરંતુ થોડા સમય બાદ ખુબ જ ભુખ લાગે છે. સોફ્ટ ડ્રિંક તમારા દાંત માટે ખુબ નુકસાનકારક છે. સોડામાં ફોસ્ફોરિક એસિડ અને કાર્બોનિક એસિડ હોય છે. જે લાંબા સમયે દાંતના ઈનેમલને ખરાબ કરી શકે છે. ખાંડની સાથે એસિડ તમારા મોઢામાં બેક્ટેરિયાને ઉછેરવા માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરે છે. જેનાથી કેવિટી થવાનો પણ ખતરો રહે છે.

જ્યારે તમે ભોજન કરો છો તો તમારા ખાવાનામાં કાર્બોહાઈડ્રેટ્સ અને અન્ય પોષક તત્વોનું પણ સેવન કરતા રહો છો પરંતુ જ્યારે તમે તેની સાથે કોલ્ડ ડ્રિંક લો છો તો ડ્રિંકની શુગર પણ તમારા શરીરમાં જાય છે અને તમારા શરીરમાં શુગરની માત્રા વધી જાય છે. આથી ભોજન સાથે ક્યારેય ન પીવું જોઈએ. ઇન્સુલિન હાર્મોન બ્લ્ડથી ગુલ્કોઝને તમારી કોશિકાઓમાં લઈ જવાનું કામ કરે છે. સોફ્ટ ડ્રિંક નું વધારે પડતું સેવન કરવાથી ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝની માત્રામાં વધારો થાય છે. ગ્લુકોઝને સેલ્સમાં પહોંચવાડવા માટે વધુ માત્રામાં ઇન્સુલિન બનાવવું પડે છે. જેના માટે થોડા સમય પછી ઇન્સુલિન રેજિસ્ટેસ થઈ જાય છે જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીઝ થવાનો ખતરો વધે છે.

સોફ્ટ ડ્રિંક તમારા હાડકાંમાંથી કેલ્શિયમને શોષી લેવાનું કામ કરે છે. જેનાથી હાડકાં નબળા અને બરડ થઇ જાય છે. સોફ્ટ ડ્રિંકમાં ફોસ્ફ ફોસ્ફોરિક એસિડ હોય છે જે હાડકાંમાથી કેલ્શિયમ શોષે છે. કેફિન પણ કેલ્શિયમ શોષવાનું કામ કરે છે. જેની હાડકાં પર ખરાબ અસર થાય છે. કોલ્ડ ડ્રિક્સમાં કેલેરી હોય છે, કોઈ મિનરલ્સ અથવા પોષક તત્વો હોતા નથી. એક બોટલ સોફ્ટ ડ્રિંક 150 થી 200 ગ્રામ કેલોરી હોય છે.

કૅન પર ડાયટ લખ્યું હોવાને લીધે તમે ડાયટ સોડા પીને ભલે હાશકારો અનુભવો પણ આ પ્રકારના ડ્રિંક્સના સેવનથી તમે તમારું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છો. ઘણા લોકોને તો ખબર પણ હોય છે કે ડાયટ સોડામાં કેલરી વધારે હોય છે તેમ છતાં તેઓ પીવે છે. ડાયટ સોડા પીતા હો તો તેની સાઈડ ઇફેક્ટ્સ પણ જાણવી જરૂરી છે. એક રિસર્ચ પ્રમાણે, ડાયટ સોડાનું નુકસાન શરીરના અલગ-અલગ ભાગ પર થાય છે. વધારે પડતા સેવનથી ફર્ટિલિટીથી લઈને સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી તકલીફ થાય છે. આથી હેલ્ધી ફૂડને સાથે હેલ્ધી ડ્રિંક પ્રત્યે પણ ધ્યાન આપવું જરૂરી છે.

નોઈડામાં યથાર્થ હોસ્પિટલના ન્યૂટ્રિશન એક્સપર્ટએ કહ્યું કે, ડાયટ સોડા એક અન્ય સોડાનો જ ઓપ્શન છે. ઘણીવાર લોકો રેગ્યુલર સોડાને બદલે ડાયટ સોડા પીવાનું પસંદ કરે છે. આવા લોકોની માનસિકતા એવી હોય છે કે, તેમાં સુગર ઓછી હશે પરંતુ તેમાં વધારે કેમિકલ હોય છે. તે શરીરને નેચરલ સુગર કરતાં વધારે નુકસાન પહોંચાડે છે. આ સોડા પીધા પછી તમને ફ્રેશ ફીલ થશે પરંતુ તે હાર્ટ અને ઇમ્યુન સિસ્ટમ પર પણ ખુબ ખરાબ અસર પહોંચાડે છે.

ડાયટ સોડા પીવાથી અન્ય ઘણા નુકસાન પણ થઈ શકે છે. જે આ મુજબ છે:હાર્ટ ડિસીઝ, ઝીરો ન્યૂટ્રિશન, હાઈ બ્લડ પ્રેશર, લિવરની તકલીફ, પીરિયડ્સમાં તકલીફ, ઓસ્ટિયોપોરોસિસનું જોખમ, માથામાં દુખાવો, ફર્ટિલિટી માટે જોખમ વગેરે.. આ ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન એક નાનકડી ભૂલ પણ માતા અને બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે. એક રિસર્ચ પ્રમાણે, પ્રેગ્નનસીમાં સોફ્ટ ડ્રિંક, સોડા અને સુગરથી ભરપૂર ડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ. ડાયટ સોડાના સેવનથી કંસીવ કરવામાં તકલીફ થઈ શકે છે. ડાયટ સોડાના ઓપ્શનમાં હેલ્ધી ડ્રિંક્સ પીઓ. આ દરમિયાન સુગર, બ્લડ પ્રેશર અને વજનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

એક્સપર્ટ ડોક્ટર્સ ના કહ્યા અનુસાર, માર્કેટમાં ઘણા પ્રકારના કોલ્ડ કે સોફ્ટ ડ્રિંક્સ અવેલેબલ હોય છે. તેની પર હેલ્ધીનું ટેગ લગાવીને સારી માર્કેટિંગ સ્ટ્રેટેજીની સાથે વેચવામાં આવે છે. આ ડ્રિંક્સથી દૂર રહો અને ડાયટમાં નેચરલ ડ્રિંક્સ સામેલ કરો. આ પીવાથી બોડી ડિહાઈડ્રેટ રહેશે. તેઓના જ્જનાવ્યા અનુસાર બીટ-ગાજરનો રસ, આંબળા-એલોવેરાનો જ્યૂસ, નારિયેળ પાણી, ખીરા કાકડીનો રસ, સફરજનનો જ્યુસ, વેજિટેબલ્સ જ્યૂસ, લીંબુ પાણી અને શેરડીનો રસ તેમજ છાશ જેવા પીણાં રોજિંદા વ્યવહારમાં સામેલ કરવા જરૂરી છે. જે તમારા શરીર ને ડિહાઈડ્રેટ કરવામાં પણ મદદ કરશે અને તેનાથી અન્ય ફાયદાઓ પણ થશે.

Leave a Reply

Your email address will not be published.