સ્નાન-દાન પર્વ : 26 એપ્રિલે વરુથિની એકાદશી, આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરવાથી કષ્ટ દૂર થાય છે - Jan Avaj News

સ્નાન-દાન પર્વ : 26 એપ્રિલે વરુથિની એકાદશી, આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરવાથી કષ્ટ દૂર થાય છે

26 એપ્રિલ, મંગળવારે ચૈત્ર મહિનાના વદ પક્ષની એકાદશી રહેશે. આ દિવસે સૂર્યોદય પહેલાં તીર્થ સ્નાન, દાન, વ્રત-ઉપવાસ અને ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે. પુરાણોમાં આ દિવસને પર્વ કહેવામાં આવે છે. વરુથિની એકાદશીએ વ્રત-ઉપવાસ અને પૂજા કરવાથી દરેક પ્રકારના કષ્ટ, પાપ અને પરેશાનીઓ દૂર થાય છે.

વરાહ અવતારની પૂજા: ચૈત્ર મહિનાના વદ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે તેમની પૂજાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. ભગવાન વિષ્ણુના વરાહ અવતારની આરાધના કરવાથી દરેક પ્રકારના કષ્ટ અને દોષ દૂર થાય છે. એટલે આ દિવસે વ્રત અને પૂજા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે.

વરુથિની એકાદશીએ વ્રત-ઉપવાસ અને પૂજા કરવાથી દરેક પ્રકારના કષ્ટ, પાપ અને પરેશાનીઓ દૂર થાય છે

સ્નાન-દાન પર્વ: વરુથિની એકાદશી ચૈત્ર મહિનાનો ખાસ દિવસ હોય છે. આ તિથિએ સૂર્યોદય પહેલાં કરવામાં આવતા તીર્થ સ્નાનથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. આ દિવસે અનાજ અને જળદાન કરવાનો ઉલ્લેખ પદ્મ, સ્કંદ અને વિષ્ણુધર્મોત્તર પુરાણમાં કરવામાં આવ્યો છે. આવું કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. સાથે જ, માનવ, દેવતા અને પિતૃઓને પણ તૃપ્તિ મળી જાય છે.

વરુથિની એકાદશીએ અનાજ અને જળદાન કરવાનો ઉલ્લેખ પદ્મ, સ્કંદ અને વિષ્ણુધર્મોત્તર પુરાણમાં કરવામાં આવ્યો છે

વ્રતથી ફળપ્રાપ્તિ: મહાભારતના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે એકાદશીના વ્રતનું મહત્વ જણાવ્યું હતું. દેવશયની એકાદશીનું વ્રત અનેક પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારું છે.

1. પૌરાણિક માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે.
2. વ્રતના પ્રતાપે જીવનની તમામ અડચણો દૂર થાય છે.
3. ક્યારેય ધન-ધાન્યની અછત નથી વર્તાતી.
4. વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે.

Leave a Reply

Your email address will not be published.