ગીતા બુદ્ધિના મહત્વને ઓળખે છે, જ્યારે વિકૃત ધર્મો અને કથાકારો બુદ્ધિના મહત્વને સ્વીકાર કરતા નથી! - Jan Avaj News

ગીતા બુદ્ધિના મહત્વને ઓળખે છે, જ્યારે વિકૃત ધર્મો અને કથાકારો બુદ્ધિના મહત્વને સ્વીકાર કરતા નથી!

આત્મ જ્ઞાાનતો પોતે જ પોતાના આત્મામાંથી ઉપલબ્ધ કરવાનું હોય છે, ભગવત ગીતા માણસને પ્રાપ્ત બુધ્ધિ શક્તિનો આદર કરે છે, જ્યારે શાસ્ત્રો તો પરંપરા વાદી બને છે, ત્યારે કાઈ પણ વિચાર કર્યા વિના શાસ્ત્રોની વાત સ્વીકારી લેવાનું કથાકરો દ્વારા કહેવામાં આવે છે, આવી ભાષા જ કથાકારો બોલે છે.

જ્યારે ગીતામાં આવું વલણ જોઈ શકાતું નથી. ગીતામાં અર્જુનને કહેવામાં આવ્યું છે, કે તને હવે જે યોગ્ય લાગે તેમ કર આમ અંતે પૂર્ણ સ્વતંત્રતા ક્રષ્ણ ભગવાને અર્જુનને આપી છે. એજ વાત બુધ્ધ ભગવાનની છે. એજ વાત તમામ પરમ જ્ઞાાનીઓની હોય છે.આવી આજના કોઈ કથાકરો પૂર્ણ સ્વતંત્રતા આપતા જ નથી શાસ્ત્રોના વચનો જ સત્ય છે, તેમાં ફેરફારને અવકાશ જ નથી કે વિચાર કરવાની જરૂર જ નથી તેમ કહેવામાં આવે છે.

શાસ્ત્રોમાં ખીર ખાયને ચાર બાળકો જન્મે જ છે, નદીમાંથી સ્ત્રી જન્મે છે આવી બધી જ વાતો સો ટકા ગપ્પાં જ છે, તેમાં કોઈ મીનમેખ નથી, એટલું જાણો,
તમામ શાસ્ત્રો એ કવિતા છે, તેમાં કવિતા તરીકે જાણવી જોઈએ તેમ જાણવામાં આવતી જ નથી. કવિતાને રસ પૂર્વક બનાવવા ગપ્પાં હોવાના જ એટલે ગપ્પાને અલગ કરીને મર્મ જ જાણવો જોઈએ એવું કથાકારો દ્વારા થતું જ નથી. તેથી શાસ્ત્રો દ્વારા પરંપરા જ ઉભી કરવામાં આવે છે, અને કાઈ પણ વિચાર કર્યા વિના વાત સ્વીકારી લ્યો તેમ કહેવામાં આવે છે, જેથી ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આજે થયું પણ છે.

ગીતામાં આ પ્રકારનું વલણ જોઈ શકાતું જ નથી વળી શાસ્ત્ર અને બુધ્ધિ એ બંનેનો અંતિમ નિર્ણાયક તો બુધ્ધિ જ છે.માનવ બુધ્ધિ એ વિવેક શક્તિ છે, તે શાસ્ત્રોનાં વિધાનોનો અર્થ તારવે છે, એટલે જ કહું છું કે શાસ્ત્ર વિધિને વળગી રહેવામાં માણસની જડતા જ છે, સત્ય સ્વરૂપ વિવેક પૂર્વક શાસ્ત્રોનો અર્થ તારવવામાં જ માણસનું કલ્યાણ રહેલું છે. પણ આવું આજે વિકૃત ધર્મમાં કે કથાકારો દ્વારા થતું નથી. જો આવું થાય તો તો પોતાનો જે સ્વાર્થ છે તે સધાય નહીં તેવી તેને બીક છે.

ગીતા બુધ્ધિની મહતા સ્વીકારે છે, જ્યારે વિકૃત ધર્મ અને કથાકારો બુધ્ધિની મહતાનો સ્વીકાર જ કરતા નથી.ગીતાતો આત્મિક સત્ય સ્વરૂપ શ્રધ્ધાને પણ બુધ્ધિનાં બળ પર જ વિકસવાનું પરિવર્તિત થવાનું ઉર્ધ્વવી કરણ થવાનું સૂચવે છે તે સ્પષ્ટ કહે છે કે માણસએ બુધ્ધિને વિકસાવી માણસે પ્રજ્ઞાાવાન થવાનું કહે છે.આજ ગીતાનું મારી દ્રષ્ટિએ મહત્ત્વનું તત્વ છે અને ભરપૂર આદર છે. બુધ્ધિ શક્તિને આટલો આદર આપનાર ગ્રંથ જ પ્રગતિવાદી ગણાય એમાં શંકા જ નથી.

આજના વિકૃત ધર્મોમાં અને કથાકારોમાં જાણે કે શ્રધ્ધાળુ વિચારણા એટલે પ્રણાલીગત ચિંતન કરતાં હોય છે. તેમનું મૌલિક આત્મિક પ્રદાન હોતું જ નથી.આમ આ લોકો માત્રને માત્ર કથા કરો અને વિકૃત ધર્મ વાળા બુધ્ધિ માર્ગને વરેલા લોકો છે, આજે સત્ય ધર્મનું સત્ય સ્વરૂપ ચિંતન અને મનન ને અલોકો અવળી રીતે જ જોવે છે. તે જીવનમાં આત્મ મંથન અને આત્મ ચિંતન કરવા અને શુધ્ધતા પ્રાપ્ત કરી આત્માને જાણવાનું તેમાં સ્થિર થવાનું કે આત્મજ્ઞાાન પ્રાપ્ત કરવાનું કહેવામાં જ આવતું નથી.માનવ જીવનમાં શુધ્ધતા એ જ જીવનની સિધ્ધિ છે. કરવાને કોઈ મહત્વ જ આપવામાં આવતું નથી અને અંધશ્રધ્ધા અંધ વિશ્વાસ ફેલાવે છે. આમ પરંપરા વાદીઓ કથાકારો અને વિકૃત ધર્મવાળા આત્મિક સત્ય ધર્મનો નાશ કરવાવાળા જ છે તેમને સત્ય સાથે લેવા દેવા નથી.

 

Leave a Reply

Your email address will not be published.