માવઠાની અસરથી કેરીના ભાવો વધવાની શક્યતા - Jan Avaj News

માવઠાની અસરથી કેરીના ભાવો વધવાની શક્યતા

ઉનાળો આવે એટલે સૌ કોઈને કેરી ની યાદ આવે પણ આ વખતે વાદળછાયું વાતાવરણ ને લીધે કેરી ના ભાવે લોકો ને રડાવી દીધા છે. હાલમાં 2 દિવસ વરસાદ ની આગાહિઓ ને લીધે ખેડૂતો ને ઉનાળુ પાકો ની સાથે કેરી ના પાક ની પણ ચિંતા આવી પડી છે કારણ કે કેરી ના ભાવ વરસાદ ના કારણે ખુબ ઊંચા જવાની ભીતિ સેવાય રહી છે. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આંબાઓ ઉપર કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ચાલુ સિઝનમાં હાફૂસ, કેસર, લંગડો, બદામ કેરીના ભાવો વધશે. અત્યારે વલસાડી હાફુસનો ભાવ 10 કિલોની પેટીનો 2200 રૂપિયા ચાલી રહ્યો છે.

સતત આખું વર્ષ વાદળ છાયું વાતાવરણ અને કમોસમી વરસાદનો માર પડતા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં 70,000 હેક્ટર જમીનમાં કેરી સહિત બાગાયતી પાકોની ખેતી કરતાં ખેડૂતોનો 65 ટકા પાક ખરાબ થતા ઓલપાડ ચોર્યાસી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી 5 જિલ્લામાં તાત્કાલિક નુકસાનીનો સર્વે કરાવવા રજુઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કૃષિકારોની આવક બમણી કરવા જે પ્રયાસો કરવામાં આવ્યા એને લીધે જ અન્ય પાકોની સરખામણીમાં માળખાકીય સુવિધાના પરિણામે ખેડૂતોને વિશ્વાસ ઉભો થતા ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લાના બાગાયતી પાક કરતા ખેડૂતો આ ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરી શક્યા છે.

કેરીનો વધુ પાક ઉતરે તે માટે સમયે સમયે માવજત, ખાતર, પાણી, દવા છંટકાવ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ આખુ વર્ષ વાદળ છાયું વાતાવરણ અને થોડા થોડા સમયે કમોસમી વરસાદ પડવાથી મોડું ફ્લાવરિંગ તેમજ મોર નહીં બેસતા આ વર્ષે કેરીનો પાક માંડ 35 ટકા જેટલો જ થયો છે અને તેની ગુણવત્તા પણ નબળી જ હશે. ત્યારે બાગાયતી કેરીના પાક પર નિર્ભર ખેડૂત પરિવારની હાલત ખૂબ જ કફોડી થઈ છે.

જયેશ દેલાડે વધુમાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદ અને પ્રતિકુળ વાતાવરણના પરિણામે દક્ષિણ ગુજરાતના કેરીના પાકને અંદાજીત 500 કરોડનું નુકશાન થવા જઈ રહ્યું છે જે એ સામાન્ય કૃષિ પરિવાર માટે ખૂબ જ અસહ્ય છે. ગુજરાત સરકાર એક પ્રજા વત્સલ, પ્રજાલક્ષ વિકાસ દ્વારા લઈને કાર્ય કર રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતન કેરી પકવતા ખેડૂતોના ખેતરોન બાગાયત વિભાગે યુદ્ધના ધોરણે સર્વે કરવો જોઈએ.

કેરીના હોલસેલના વેપારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આંબાઓ ઉપર કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ચાલુ સિઝનમાં હાફૂસ, કેસર, લંગડો, બદામ કેરીના ભાવો વધશે. અત્યારે વલસાડી હાફુસનો ભાવ 10 કિલોની પેટીનો 2200 રૂપિયા ચાલી રહ્યો છે. તાલાલાની કેસર અને રત્નાગીરીની હાફુસનો ભાવ કિલોનો 300 રૂપિયા ચાલી રહ્યો છે. જે ગયા વર્ષ કરતા બમણો ભાવ છે. બદામ કરી ગયા વર્ષે 50 રૂપિયે કિલો હતી એ 120 રૂપિયે કિલો વેચાઈ રહી છે. શોર્ટ સપ્લાયની વિગતો બહાર આવ્યા પછી આ ભાવો હજી વધશે એમ વેપારીઓ જણાવી રહ્યાં છે.

વરસાદ ની ખાસ અસર અમરેલી જિલ્લામાં રહેલા ખેડૂતો પર સેવાય રહી છે. અમરેલી જિલ્લા ના ધારી તાલુકાની અંદર મર્જર દલખાણીયા સહિતના ગામોની અંદર છેલ્લા બે દિવસથી છૂટા છવાયા કમોસમી વરસાદના છાંટા પણ પડયા હતા. તેને કારણે આંબા ઉપર લટકતી કરીને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. દર વર્ષે અમરેલી,જૂનાગઢ અને ખાસ ગીરસોમનાથમાં કેસર કેરી નું સૌથી વધુ વાવેતર જોવા મળે છે.

બે દિવસના વરસાદ ને લય ને અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓ માં કેરી નો પાક બગડતા ખેડૂતો ની ચિંતા મા વધારો કરી દીધો છે આ બે દિવસ માં અમરેલી જિલ્લાના કેટલાક ગામો માં વરસાદ પડવાને લીધે ખેડૂતો નો પાક અમુક અંશે નાશ થય ગયો છે. ત્યાંના ખેડૂતો સાથે વાત કરતા જાણવા મળ્યું કે અમુક વર્ષોથી દર વર્ષે ખેડૂતો ને આવી રીતે વરસાદ કે વાવાઝોડા નો સામનો કરવો પડતો હોય છે. ગયા વર્ષે ટૌક્તે વાવાઝોડા ને કારણે કેરી ના ભાવ ખુબ જ ઊંચા હતા. જયારે આ વર્ષે માવઠાને કારણે ભાવ ઉંચા જવાની સંભાવના છે.

ગયા વર્ષે કેરીના 10-કિલો ના ભાવ અંદાજે 700-રૂપિયા હતા જે આ વખતે 1400-રૂપિયા રહેવાની સંભાવના ઓ જોવા મળે છે.જો આગામી દિવસો માં હજુ પણ વરસાદ પડે તો કેરી ના ભાવ માં આનાથી પણ ઊંચા જવાની સંભાવનો જોવા મળે છે. જેની અસર ખેડૂતો પર જોવા મળે છે અને ભાવ ઊંચા જવાના લીધે લોકો કેરી નો સ્વાદ ખુબ ઊંચા ભાવે પડે તેવી શક્યતાઓ છે.

 

Leave a Reply

Your email address will not be published.