કાળઝાળ ગરમી થી લોકો ને બચાવવા મ્યુનિ.તંત્રે 'ગ્રીનનેટવાળા ટેન્ટ' ઉભા કર્યા:અમદાવાદ - Jan Avaj News

કાળઝાળ ગરમી થી લોકો ને બચાવવા મ્યુનિ.તંત્રે ‘ગ્રીનનેટવાળા ટેન્ટ’ ઉભા કર્યા:અમદાવાદ

અમદાવાદની 42 ડિગ્રી ગરમીમાં લોકોને રાહત મળશે
‘છાયડો’નામથી ઉભા કરાયેલા આ ટેન્ટથી લોકોને ગરમીથી મોટી રાહત મળી

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા શહેરીજનોના હિતમાં શહેરમાં અનેક જગ્યાએ શહેરીજનોને ગરમીથી રાહત મળી રહે તે માટે ગ્રીનનેટવાળા તંબુઓ ઉભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને મ્યુનિ.બસ સ્ટેન્ડ હોય ત્યાં આવા ટેન્ટ ઉભા કરાયા છે જેને ‘છાયડો’ એવું નામ અપાયું છે. ૪૨ ડિગ્રી ગરમીમાં લોકો તેમાં ઉભા રહીને ગરમીથી રાહત મેળવી શકે તે માટેનો આ પ્રયાસ છે. ઓઢવ વોર્ડમાં ઓઢવ ફાયર સ્ટેશન પાસે આવા ટેન્ટ ઉભા કરાયા છે.

મ્યુનિ.તંત્ર દ્વારા પૂર્વ અમદાવાદમાં લગભગ પહેલી જ વખત શહેરીજનો માટે ઉનાળામાં ટેન્ટ ઉભા કરાયા છે. ગ્રીન નેટ વાળા આ ટ્રેન્ટ ખાસ કરીને ભર બપોરે લોકો માટે મોટી રાહતરૂપ બની રહ્યા છે. ગ્રીન નેટવાળા આ ટેન્ટ પર સતત પાણીનો છંટકાવ કરીને ઠંડક પ્રસરાવવામાં આવે છે. જેના કારણે લોકોને ઠંડક મહેસુસ થાય છે.

ગ્રીન નેટની નીચે ૩ થી ૪ ડિગ્રી સુધીની ગરમી કપાઇ જાય છે. આ અંગે શહેરીજનોનું માનવં છેકે મ્યુનિ.તંત્ર શહેરીજનો પાસેથી વેરા ઉઘરાવે છે તો પછી ગરમીની સિઝનમાં શહેરીજનો માટે સેવાકિય પ્રવૃતિ કરવી જોઇએ, પાણી, છાસના કાઉન્ટરો ઉભા કરવા જોઇએ,ગ્રીનનેટવાળા ટેન્ટની સંખ્યા વધારવી જોઇએ, મજૂર વિસ્તારોમાં, રિંગ રોડ પર, જીઆઇડીસી વિસ્તારમાં, ખારીકટ કેનાલના પટ્ટામાં, નેશનલ હાઇવે પર આવા ગ્રીનનેટવાળા ટેન્ટો ઉભી કરવા જોઇએ તેવી માંગણી લોકો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.