તંદુરસ્ત રહેવા માટે ઊંઘ છે ખૂબ મહત્વપૂર્ણ, જાણો તમારી ઉંમર પ્રમાણે દિવસમાં તમારે કેટલા કલાકની ઊંઘ લેવી જોઇએ ,જો ન જાણતા હોય તો આ જરૂર વાંચો - Jan Avaj News

તંદુરસ્ત રહેવા માટે ઊંઘ છે ખૂબ મહત્વપૂર્ણ, જાણો તમારી ઉંમર પ્રમાણે દિવસમાં તમારે કેટલા કલાકની ઊંઘ લેવી જોઇએ ,જો ન જાણતા હોય તો આ જરૂર વાંચો

સ્વસ્થ શરીર અને મન માટે સારી ઊંઘ મેળવવી ખૂબ જ જરૂરી છે. પૂરતી ઊંઘ ન લેવાથી ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે, જેમ કે ટાઇપ 2 ડાયાબિટીસ, હૃદય રોગ, સ્થૂળતા અને ડિપ્રેશન વગેરે. ઘણા એવા લોકો છે જેઓ વ્યસ્ત શિડ્યુલને કારણે મોડી રાત્રે ઊંઘે છે અને સવારે વહેલા ઉઠે છે. આવી સ્થિતિમાં જાણી લો કઈ ઉંમરના લોકો માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે.

ઊંઘ શા માટે જરૂરી છે:-  હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે માત્ર રાત્રે સૂવું જ પૂરતું નથી, આ સિવાય એ પણ મહત્વનું છે કે તમે ક્યારે સૂઈ જાઓ છો, તમે કેટલા સમય સુધી ઊંઘો છો અને તમારી ઊંઘની ગુણવત્તા કેવી છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે રાત્રે ઉંઘ ન આવવાથી દિવસ દરમિયાન ઉંઘ ન લાગવી, થાક લાગવો, મૂડ ખરાબ થવો અને અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે.

જો બાળકોને પૂરતી ઊંઘ ન મળે તો શું થાય :- સારી ઊંઘનો અભાવ બાળકોના શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર અસર કરે છે અને તેના કારણે સામાન્ય વૃદ્ધિ અને વિકાસમાં અવરોધ આવે છે. ઊંઘના અભાવને કારણે બાળકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમ કે, શાળાની કામગીરીમાં ઘટાડો, સવારે વહેલા ઉઠવામાં મુશ્કેલી, ચીડિયાપણું, મૂડ સ્વિંગ, ડિપ્રેશન વગેરે.

શું વડીલોને ઓછી ઊંઘની જરૂર છે :- કેટલાક સંશોધનો સૂચવે છે કે ઊંઘની જરૂરિયાત ઉંમર સાથે બદલાતી નથી, પરંતુ જરૂરી ઊંઘ મેળવવાની ક્ષમતા ઉંમર સાથે ઘટતી જાય છે. વૃદ્ધ વયસ્કોમાં તેમની બીમારીઓ અને દવાઓને કારણે ઊંઘવાની ક્ષમતા ઓછી હોય છે. ઉંમર સાથે ઊંઘની ગુણવત્તા પણ ઘટવા લાગે છે. વૃદ્ધોની ઊંઘની ગુણવત્તા ઘણી ઓછી હોય છે. તેની પાછળ ઘણા કારણો છે જેમ કે અનિદ્રા, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ, સ્લીપ એપનિયા અને મિડનાઈટ યુરીનેશન વગેરે.

 કેટલા કલાકની ઊંઘ જરૂરી છે :- નવજાત શિશુએ 11 થી 14 કલાક , પૂર્વ શાળા માં અભ્યાસ કરતા બાળકો એ 10 થી 13 કલાક ,બાળકો એ 9 થી 11 કલાક ,કિશોર જે 14-17 વર્ષ ના છે તેને 8 થી 10 કલાક ,પુખ્ત વય ના લોકો એ 7 થી 9 કલાક અને વૃદ્ધ કે જે 60 વર્ષથી ઉપર ની ઉમર ના છે તેણે 6 થી 8 કલાક ઊંઘ લેવી જરૂરી છે .

Leave a Reply

Your email address will not be published.