શું તમારા બાળકને મોબાઇલ ફોનની લત પડી છે? જાણો… કેવી રીતે છોડાવશો લત - Jan Avaj News

શું તમારા બાળકને મોબાઇલ ફોનની લત પડી છે? જાણો… કેવી રીતે છોડાવશો લત

21મી સદીમાં તકનીકના વિકાસની સાથે ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ચૂક્યો છે. આની મદદથી રોજિંદુ જીવન ઘણુ સરળ થઈ ગયુ છે. પરંતુ આ ટેકનોલોજીના કેટલાક નુકસાન પણ છે. જોકે આપણે કામ કે મનોરંજન માટે ફોન સાથે વળગેલા રહીએ છીએ તો નાના બાળકો પણ ફોન ચલાવવાની જીદ કરવા લાગે છે.

આજે મોટાભાગના ઘરમાં જોઈશું તો એક વર્ષની ઉંમરના બાળકથી માંડીને ૬૦ વર્ષના વૃદ્ધને પણ મોબાઇલ ફેનની લત લાગેલી જોવા મળે છે. એકથી ચાર વર્ષના બાળકને હાથમાં મોબાઇલ ફેન આપો તો જ ખાવા બેસે. હાથમાં મોબાઇલ હોય તો જ તમારું કહેવું કેટલાક અંશે કરશે. જો તેને મોબાઇલ નહીં આપો તો તે ખાશે નહીં કે ઊંઘશે નહીં. કોઈ મહેમાન આવ્યા હોય કે કોઈના ત્યાં મહેમાન બનીને ગયા હોવ ત્યારે બાળકને શાંત રાખવા માટે મોટાભાગના વાલી પોતાના બાળકના હાથમાં મોબાઇલ ફેન પકડાવી દેશે. વળી, ગૌરવ પણ લેશે કે, અમારે તો તેને યૂ ટયૂબ ખોલતા આવડે છે! ફેટા ખોલીને જોતા આવડે છે ! વીડિયો ખોલીને જોતા આવડે છે ! વગેરે. આ બાળક જ્યારે થોડું મોટું થાય પછી તે વીડિયો ગેઇમ રમશે. ઇન્ટરનેટ પર પોતાની પસંદગીની બાબત સર્ચ કરીને સમય પસાર કરશે. ટૂંકમાં, દિવસે ને દિવસે મોબાઇલ ફેન સાથેની લત પડતી જશે. આજના નાના બાળકોને રમકડાં રમવાં કરતાં મોબાઇલ ફેન રમવો વધુ પસંદ છે. શા માટે? એવો વિચાર કરશો તો જવાબ અવશ્ય મળશે ? પણ પોતાની માન્યતા, પોતાની બુદ્ધિ અને પોતાની આવડત કે હોશિયારીમાંથી બહાર નહીં આવવા માગતા વાલીને વિચાર કરવાનો વિચાર જ આવતો નથી. અને પછી ફ્રિયાદ કરશે બાળકના વર્તન-વ્યવહારની કે બાળકના સ્વભાવની કે અમારું સાંભળતા જ નથી !

કેટલીક વાર માતા-પિતા ના ઈચ્છે તો પણ પોતાના બાળકને મજબૂરીમાં મોબાઈલ ફોન થમાવી દે છે. ધીરે-ધીરે બાળકોને પણ સ્માર્ટફોનની લત લાગી જાય છે અને તેઓ આખો દિવસ આ ગેજેટ સાથે ચોંટેલા રહે છે. કેટલીક વાર તો બાળકો ફોન જોયા વિના જમતા પણ નથી, આને જોઈને પેરેન્ટ્સને પોતાની ભૂલનો અહેસાસ થાય છે પરંતુ ત્યાં સુધી મોડુ થઈ ગયુ હોય છે. અમુક રીત છે જેની મદદથી તમે તમારા બાળકની આ લત છોડાવી શકે છે.

બાળકોને સેલફોનની આદત કેવી રીતે છોડાવશો :-

પુસ્તકો પ્રત્યેનો શોખ કેળવો :- ઈન્ટરનેટના યુગમાં પુસ્તકોથી દૂર રહેવું સામાન્ય બની ગયું છે. બાળકો પણ આજકાલ પુસ્તકો ઉપાડવાનું પસંદ કરતા નથી કારણ કે વાલીઓ પોતે દિવસભર મોબાઈલનો ઉપયોગ કરે છે. જો તમે પોતે બાળકોની સામે પુસ્તક વાંચશો તો બાળકો પણ નકલ કરીને પુસ્તક ઉપાડી લેશે, જ્યારે તેઓ આવું કરશે ત્યારે તેઓ ચોક્કસપણે તેમની સાથે બેસી જશે. ચર્ચા કરો અને તેમનામાં રસ જગાડો.

પ્રકૃતિને પ્રેમ કરો  : તમે બાળકોને પ્રકૃતિની જેટલી નજીક લાવશો, તેટલા જ તેઓ મોબાઈલ ફોનથી દૂર રહેશે. તેમને જણાવવું જોઈએ કે આપણા જીવનમાં કુદરતી વસ્તુઓનુ શું મહત્વ છે. તેમને પ્રકૃતિની સુંદરતાનો પરિચય કરાવવા માટે કોઈ પાર્ક, તળાવ અથવા હિલ સ્ટેશનની મુલાકાત લેવાનો પ્લાન બનાવો.

આઉટડોર ગેમ્સ રમવા માટે કહો : કોરોના વાયરસની મહામારી બાદ લોકડાઉનના કારણે બાળકો લાંબા સમય સુધી ઘરોમાં કેદ હતા, જેના કારણે તેમને મોબાઈલની આદત પડી ગઈ હતી. આ દરમિયાન ઓનલાઈન શિક્ષણમાં સેલ ફોનનો ઉપયોગ એક મજબૂરી બની ગઈ છે. આ સાથે બાળકોની બહાર રમવાની ટેવ પણ છૂટી ગઈ છે. આ કિસ્સામાં તે માતાપિતાની જવાબદારી છે જે તેમને આઉટડોર ગેમ્સ કરવા માટે પ્રોત્સાહિત કરે છે જેથી તેમનું ધ્યાન મોબાઈલ પરથી હટાવવામાં આવે.

મોબાઇલ પર પાસવર્ડ સેટ કરો : જો આટલા પ્રયત્નો છતાં પણ બાળક મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળતું નથી, તો તેના માટે કડક પગલા લેવા જરૂરી છે. તમે મોબાઈલમાં પાસવર્ડ નાખો જેથી બાળકો ફોનનો ઉપયોગ ન કરી શકે.

Leave a Reply

Your email address will not be published.