36 કલાકમાં ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં આગામી 3દિવસ ભારે વરસાદની આગાહી જાણો કયા-કયા વિસ્તારોને ધમરોળશે - Jan Avaj News

36 કલાકમાં ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં આગામી 3દિવસ ભારે વરસાદની આગાહી જાણો કયા-કયા વિસ્તારોને ધમરોળશે

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં સતત ચોથા દિવસે આજે વરસાદ પડ્યો હતો. શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને સાંજ થતાં વરસાદ શરૂ થયો હતો. રાજકોટના બસ સ્ટેન્ડ, કેનાલ રોડ, 150 ફુટ રિંગ રોડ, મહિલા કોલેજ, કિસાનપરા ચોક, ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

રાજકોટ જિલ્લાના અન્ય તાલુકામાં પણ મેઘરાજાનું આગમનરાજકોટ શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. પડધરી તાલુકાના ઘણા ગામમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ આજે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. ગોંડલના વાસાવડ ગામમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ગઈકાલે પણ ગોંડલ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ચોમાસાનું સમયસર આગમન થતા ધરતીપુત્રો પણ ખુશ છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહીગાંધીનગર ખાતે રાહત નિયામક સી. સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મીટીંગ યોજાઈ હતી, જેમાં IMDના અઘિકારી એમ. મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે, તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે.

ગુજરાતમાં હવે ચોમાસાએ એન્ટ્રી મારી દેતા મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં પધરામણી કરી દીધી છે. ત્યારે છેલ્લાં 3-4 દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારો અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદે માઝા મૂકી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સતત 5 દિવસ વરસાદ વરસશે. જેમાં આજ રોજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ વરસશે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ ખાબક્યોબીજી બાજુ તમને જણાવી દઇએ કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સવા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મહેમદાવાદમાં 3 ઈંચ, માણાવદરમાં પોણઆ 3 ઈંચ વરસાદ, તલાલામાં સવા 2 ઈંચ, સાવરકુંડલામાં 1.5 ઈંચ વરસાદ, ઉમરાળામાં 1.5 ઈંચ, ઉનામાં 1.5 ઈંચ વરસાદ, ચાણસ્મામાં 1.5 ઈંચ, ખેડામાં સવા ઈંચ વરસાદ, વડગામમાં 1 ઈંચ, વંથલીમાં 1 ઈંચ વરસાદ તો કાલાવડમાં 1 ઈંચ અને વેરાવળમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

આજે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાનવધુમાં જણાવી દઇએ કે, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં વરસાદ વરસશે. સાથે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ચોમાસાની ઋતુમાં જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટ, તિથલ, દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો હતો. રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટ, તિથલ તથા દ્વારકા સહિતના શહેરોમાં દરિયો ગાંડોતૂર બન્યો હતો. વલસાડ જિલ્લાના 70 કિ.મીના દરિયામાં મોટી ભરતી આવતા દરિયામાં 10 ફૂટ સુધીના મોજા ઉછળ્યા હતા. આ ઉપરાંત વલસાડના દરિયામાં આવેલી ભરતીને પગલે માછીમારોની ઘરવખરી પણ તણાઇ હોવાનું સામે આવ્યું હતું.

અમરેલી-જાફરાબાદના દરિયામાં જોવા મળ્યો કરંટબીજી તરફ અમરેલી-જાફરાબાદના શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટમા દરિયામાં પણ તીવ્ર કરંટ જોવા મળ્યો હતો. દરિયાના કિનારેથી મોજા ઉછળતા પાણી છેક જાફરાબાદના રોડ સુધી પહોંચ્યા હતા. દરિયામાં 8થી 10 ફૂટના મોજા ઊછળી રહ્યાં હોવાના દ્રશ્યો સર્જાયા હતા. જેને પગલે પ્રવાસીઓની સુરક્ષા માંટે તંત્ર દ્વારા સાવચેતી રાખવા અંગે સૂચન કરાયા હતા.

જૂનાગઢ ના માંગરોળમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી માગરોળમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાં જ ધોધમાર વરસાદના પગલે ગોરેજ સહિતના કેટલાક ગામોમાં વીજળી ગુલ થઇ ગઇ છે. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યાં જ ઠેર-ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

જૂનાગઢના માંગરોળમાં લાલ બાગ વિસ્તારમાં વીજળી પડી છે. વીજળી પડતા અગાસીમાં કામ કરતા 2 ભાઈઓ ઈજાગ્રસ્ત થયા છે. બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. વીજળી પડવાથી ઘરની દીવાલોમાં તીરાડો પડી હતી, જ્યારે આજુબાજુના મકાનોના વીજ ઉપકરણોને નુકશાન થયુ હતુ.

જૂનાગઢમાં સવારના 6થી બપોરના 12 સુધી ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ માણાવદરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. માણાવદર શાક માર્કેટ તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વસાદના પગલે રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ અમરેલીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા ત્યાં જ વરસાદી પાણીમાં ભેંસો પણ તણાઇ હતી.

આજે સવારે 6 વાગ્યાખી લઇ બપોરે 2 વાગ્યા સુધીની વાત કરીએ તો રાજ્યમાં કુલ 49 જિલ્લામાં વરસાદ પડ્યો છે. તેમાથી 4 જિલ્લામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે તો બે જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે ત્યાં જ જૂનાગઢના માંગરોળમાં બપોર સુધીમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે અને 3 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. ત્યાં જ જૂનાગઢના માણાવદરમાં એક સાથે 68 mm વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું છે અને રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે.

બીજી તરફ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ શક્રિય થઇ છે જેથી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદની આગાહી કરવામા આવી છે. જેથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાઈ શકે છે અને કેટલાક વિસ્તારમાં 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે

રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટ, તિથલ તથા દ્વારકા સહિતના શહેરોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે. વલસાડ જિલ્લાના 70 કિ.મીના દરિયામાં મોટી ભરતી આવતા દરિયામાં 10 ફૂટ સુધીના મોજા ઉછળયા હતા. આ ઉપરાંત વલસાડના દરિયામાં આવેલી ભરતીને પગલે માછીમારોની ઘરવખરી પણ તણાઇ હોવાનું સામે આવ્યું છે.

વલસાડમાં માછીમારોનો સામાન પણ તણાયો વલસાડ જિલ્લાના 70 કિ.મીના દરિયામાં મોટી ભરતી આવી રહી છે. દરિયાના પાણીએ અનેક જગ્યાએ કિનારા વટાવ્યા હોવાનું સામે આવ્યું છે. મોટી ભરતીને લઈને નારગોલના દરિયાકિનારે માછીવાડમાં પાણી ઘૂસ્યા હતા. સ્થાનિક લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

મહત્વનું છે કે દરિયાના પાણી ન ઘૂસે તે લોકોએ શ્રમદાન કરીને પ્રોટેક્શન વોલ બનાવી હતી. જે પણ દરિયાના મોજાની થપાટે ધોવાઇ ગઈ હતી. પાણી ઘૂસતા માછીમારોની ઘરવખરી દરિયાના પાણીમાં તણાઇ ગઈ હતી. નોંધનિય છે કે, 3 દિવસથી ભરતી આવી રહી છે જે હજુ પણ બે દિવાસ ચાલે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

અમરેલી-જાફરાબાદના દરિયામાં જોવા મળ્યો કરંટબીજી તરફ અમરેલી-જાફરાબાદના શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટમા દરિયામાં પણ તીવ્ર કરંટ જોવા મળ્યો હતો. દરિયાના કિનારેથી મોજા ઉછળતા પાણી છેક જાફરાબાદના રોડ સુધી પહોંચ્યા હતા. દરિયામાં 8 થી 10 ફૂટના મોજા ઊછળી રહ્યા હોવાના દ્રશ્યો સર્જાયા હતા. જેને પગલે પ્રવાસીઓની સુરક્ષા માંટે તંત્ર દ્વારા સાવચેતી રાખવા અંગે સૂચન કરાયા છે.

તિથલના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યાચોમાસામાં વલસાડ જિલ્લાનો તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયાના પાણીએ સીમાડા વટાવી તિથલ ચોપાટી પર પાણી ફરી વળ્યા હતા. દરિયામાં ઉઠેલા તોફાનને પગલે પ્રવાસીઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે

પોલીસ કર્મચારીઓને દરિયા કાંઠે તૈનાત કરી દેવામા આવ્યા છે. વધુમાં ઊંચા મોજા સાથે કિનારે તોફાની પવન ફૂંકાતા દરિયા કિનારાના સ્ટોલ ધારકોને સ્ટોલ ખાલી કરવાની નોબત આવી હતી. ઉલ્લેખનિય છે કે સતત બે દિવસથી તિથલના દરિયાકિનારે તોફાની માહોલ જામ્યો છે.

Leave a Reply

Your email address will not be published.