હવામાન વિભાગ ની મોટી આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ ની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ - Jan Avaj News

હવામાન વિભાગ ની મોટી આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ ની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ મોડાસા, મહેસાણા, પાટણમાં પણ સામાન્ય વરસાદ રહેશે..

અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં સામાન્ય વરસાદી માહોલ રહેશે. તેમજ અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, વલસાડમાં પણ વરસાદની આગાહી છે. જયારે સુરત, નવસારી, આહવા, ડાંગ, તાપીમાં ભારે વરસાદ રહેશે. તેમજ રાજ્યમાં હજી પણ વરસાદી ઓછો હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

અમદાવાદ શહેરમાં માત્ર એક વખત વરસાદ આવ્યો હોવાથી અમદાવાદમાં હાલમાં બફારો વધી રહ્યો છે અને આગામી ત્રણ દિવસ સુધી આ શહેરમાં સારા વરસાદની કોઈ શક્યતાઓ ન હોવાનું જણાવી રહ્યા છે થશે તો સાવ સામાન્ય વરસાદ પડશે.અહીં હજુ હજી બે દિવસ ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ ,અમરેલી, પોરબંદર,નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે. આ સિવાય અમદાવાદ, આણંદ, પંચમહાલ, ખેડા અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છુટક વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે સાઈક્લોનિક સર્કુલેશનના કારણે ઓડિશા, બંગાળની ખાડીથી અડીને આવેલા વિસ્તાર અને ઉત્તર ભારતના અમુક ભાગમાં વરસાદના અણસાર હોવાનું જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.