શું તમે જાણો છો? બસ પર કેમ લખવામાં આવે છે બનાસ, આશ્રમ, મોઢેરા,ગીર વગેરે જેવા નામ - Jan Avaj News

શું તમે જાણો છો? બસ પર કેમ લખવામાં આવે છે બનાસ, આશ્રમ, મોઢેરા,ગીર વગેરે જેવા નામ

મિત્રો સરકારી બસ જોયા બાદ એક સવાલ બધાને થાય છે કે આ બસ પર સાબર, બનાસ, આશ્રમ, મોઢેરા, ગીર, સૂર્યનગરી જેવા અલગ અલગ નામ જ કેમ લખવામાં આવે છે. બીજા નામ કેમ નથી લખવામાં આવતા. તો એ બાબતે આપણે આ આર્ટિકલ માં જાણવાના છીએ કે શા માટે આજ નામ લખવામાં આવે છે.બીજા કોઈ નામ નથી લખાતા.

સૌથી પહેલા તો મિત્રો ગુજરાતની તમામ બસને GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નામ થી ઓળખવામાં આવે છે. બીજું તમને જણાવી દઈએ કે ગુજરાત બસ વિભાગમાં કુલ 16 વિભાગો છે જેને આપણે ડીવીઝન તરીકે ઓળખીએ છીએ અને આ તમામ ડિવિઝનના કઈ ને કઈ નામ આપેલા છે. આ નામ જ બસ પર લખેલા હોય છે. જેમાં સાબર, બનાસ, આશ્રમ, મોઢેરા, ગીર, સૂર્યનગરી જેવા નામ શામેલ છે.

GSRTC માં કુલ 16 ડિવિઝન છે. જેમાં આશ્રમ- અમદાવાદ ડીવીઝન, વિશ્વામિત્ર- વડોદરા ડીવીઝન, કચ્છ- ભુજ ડીવીઝન, નર્મદા- ભરૂચ ડીવીઝન, ગીર- અમરેલી ડીવીઝન, શેત્રુંજય- ભાવનગર ડીવીઝન, પાવાગઢ- ગોધરા ડીવીઝન, દ્વારકા- જામનગર ડીવીઝન, સોમનાથ- જુનાગઢ ડીવીઝન, સૌરાષ્ટ્ર- રાજકોટ ડીવીઝન, સાબર- હિમતનગર ડીવીઝન, અમુલ- નડિયાદ ડીવીઝન, મોઢેરા- મહેસાણા ડીવીઝન, બનાસ- પાલનપુર ડીવીઝન, સૂર્યનગરી- સુરત ડીવીઝન, દમણગંગા- વલસાડ ડીવીઝન. આ તમામ ડિવિઝન માં જે રૂટ પર બસ હોય તેના નામ લખવામાં આવે છે.

હવે આપણે જાણીએ કે gsrtcના આ વિભાગમાં કયા બસ સ્ટેશન કયા ડીવીઝનમાં આવે છે. સૌથી પહેલા આશ્રમ- અમદાવાદ ડીવીઝન ની અંદર : અમદાવાદ, વિરમગામ, રાણીપ, ધોળકા, કૃષ્ણનગર, ધંધુકા, ચંડોળા, બાવળા, બારેજ, દહેગામ, ચાણદ, ગાંધીનગર આ તમામ બસ સ્ટેશન આશ્રમ(અમદાવાદ) ડિવિઝન માં આવે છે.

બીજું જોઈએ તો વિશ્વામિત્ર- વડોદરા ડીવીઝનમાં વડોદરા, પાદર, મકરપુરા, કરજણ, છોટાઉદેપુર, ડભોઇ, બાડેલી, વાઘોડિયા આ તમામ બસ સ્ટેશનોનો સમાવેશ આ ડિવિઝનમાં થાય છે. ત્રીજ ડિવિઝનમાં કચ્છ- ભુજ ડીવીઝનમાં ભુજ, ભચાઉ, માંડવી, રાપર, મુન્દ્રા, નળિયા, અંજાર, નખત્રાણા આ બસ સ્ટેશનનો સમાવેશ આ ડિવિઝન માં થાય છે.

ત્યાર બાદ ચોથું ડિવિઝન છે નર્મદા- ભરૂચ ડીવીઝન. આમાં ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, ઝઘડિયા, રાજ પીપળા આ તમામ બસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવે છે.ત્યાર પછી ગીર- અમરેલી ડીવીઝનમાં અમરેલી, ધારી, સાવરકુંડલા, રાજુલા, બગસરા, કોડીનાર, ઉના આ બસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જયારે શેત્રુંજય- ભાવનગર ડીવીઝનમાં ભાવનગર, ગારીયાધાર, તળાજા, ગઢડા, મહુવા, બોટાદ, પાલીતાણા, બારવાળા, બસ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

એના પછી વાત કરીએ તો પાવાગઢ- ગોધરા ડીવીઝનમાં ગોધરા, દાહોદ, ઝાલોદ, હાલોદ, લુણાવાડા, બારિયા, સંતરામપુર આ તમામ બસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જયારે બીજું દ્વારકા- જામનગર ડીવીઝનમાં જામનગર,દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ, જામજોધપુર જેવા બસ સ્ટેશનનો સમાવેશ થાય છે. વાત કરીએ તો સોમનાથ- જુનાગઢ ડીવીઝનમાં જુનાગઢ, ધોરાજી, પોરબંદર, માંગરોળ, વેરાવળ, બાંટવા, ઉપલેટા, જેતપુર, કેશોદજેવા બસ સ્ટેશન નો સમાવેશ કરવામાં આવે છે.

અહીં વાત કરીએ તો સૌરાષ્ટ્ર- રાજકોટ ડીવીઝનમાં રાજકોટ, મોરબી, ગોંડલ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, જશદન, ચોટીલા, વાંકાનેર, લીંબડીબસ સ્ટેશનનો સમાવેશ થાય છે.વાત કરીએ તો સાબર- હિમતનગર ડીવીઝનમાં હિમતનગર, પ્રાંતિજ, ઇડર, બાયડ, ભિલોડા, વિજાપુર, મોડાલ, માણસા, ખેડબ્રહ્માબસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવે છે.મહત્વનું છે કે અમુલ- નડિયાદ ડીવીઝન માં નડિયાદ, ખેડા, આણંદ, કપડવંજ, બોરસદ, મહુધા, ખંભાત, માતર, ડાકોર, પેટલાદ, બાણસીદુરીબસ સ્ટેશનનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે મોઢેરા- મહેસાણા ડીવીઝન માં મહેસાણા, વડનગર, વિસનગર, ચાણસ્મા, કડી, ખેરાલુ, મોઢેરા, હારીજ, બહુચરાજી, પાટણ, કલોલ, ઊંઝા બસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવે છે.જયારે બનાસ- પાલનપુર ડીવીઝન માં પાલનપુર, થરાદ, ડીસા, અંબાજી, રાધનપુર, દિયોદર, સીધ્દ્ધપુરબસ સ્ટેશનનો સમાવેશ થાય છે.મહત્વનું છે કે સૂર્યનગરી- સુરત ડીવીઝન માં સુરત 1/2, માંડવી, અડાલજ, સોનગઢ, ઓલપાડ, બારડોલી, વલસાડબસ સ્ટેશનનો સમાવેશ થાય છે. તો બીજી બાજુ દમણગંગા- વલસાડ ડીવીઝન માં વલસાડ, વાપી, નવસારી, ધરમપુર, બીલીમોરા, આહવા આ બસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.