હવામાન વિભાગે કરી મોટી આગાહી, કઈ તારીખે ક્યાં જિલ્લામાં મચાવશે તબાહી ! - Jan Avaj News

હવામાન વિભાગે કરી મોટી આગાહી, કઈ તારીખે ક્યાં જિલ્લામાં મચાવશે તબાહી !

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની પડવાની વકી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એલર્ટ મુજબ અહીં અતિ ભારે વરસાદની આગાહી ગણવી.

આ સાથે 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી, ડાંગ, ભરૂચ, છોટાઉદેપુર જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, મહુવા,દીવ, અમરેલી, જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા ગણવી. સાથે અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, હિંમતનગર આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે.રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આગામી 5 દિવસો સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.આગામી 5 દિવસો સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published.