ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, નાનકડા વિરામ બાદ આ શહેરોમાં મેઘ મંડાણ થશે - Jan Avaj News

ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, નાનકડા વિરામ બાદ આ શહેરોમાં મેઘ મંડાણ થશે

ગુજરાતમાં સીઝનનો સારો વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ વરસ્યા બાદ વરસાદે નાનકડો વિરામ લીધો છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો આ સાથે જ આગામી 24 કલાક ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં નાનકડા વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો 30 ઓગસ્ટે અમદાવાદમાં ન્યુનત્તમ તાપમાન 26 અને મહત્તમ તાપમાન 34 રહેશે. આ સાથે જ હળવા વરસાદની પણ શક્યતા છે. જ્યારે આ જ દિવસે અમરેલીમાં ન્યુનત્તમ તાપમાન 25 અને મહત્તમ તાપમાન 34 સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભરૂચ અને આણંદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગરમાં ન્યુનત્તમ તાપમાન 27 અને મહત્તમ તાપમાન 33 રહેશે. આ સાથે જ વરસાદની શક્યતા નહિવત છે. જ્યારે છોટાઉદેપુરમાં ન્યુનતમ તાપમાન 24 અને મહત્તમ તાપમાન 32 સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો દાહોદમાં પણ હળવો વરસાદ વરસે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં 30 ઓગસ્ટે વરસાદી માહોલ રહેશે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના મહેસાણા, મોરબી સહિતના વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મહીસાગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે જ્યારે નવસારીમા મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો 30 ઓગસ્ટે રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહત્તમ તાપમાન 33 સાથે હળવા વરસાદની શક્યતા છે. જ્યારે સાબરકાંઠામાં ન્યુનત્તમ તાપમાન 25 અને મહત્તમ તાપમાન 32 રહેશે. આ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.