સાવધાન ગુજરાત : રેડ એલર્ટ જાહેર, ત્રણ દિવસ અતિભારે વરસાદ પડવાની આગાહી , જાણો ક્યાં ક્યાં જીલ્લામાં? - Jan Avaj News

સાવધાન ગુજરાત : રેડ એલર્ટ જાહેર, ત્રણ દિવસ અતિભારે વરસાદ પડવાની આગાહી , જાણો ક્યાં ક્યાં જીલ્લામાં?

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ દરમિયાન ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. બુધવારના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. સૌરાષ્ટ્રના જુનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અમદાવાદ અને ગાંધીનગમાં પણ બુધવારે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ આ વિસ્તારમાં ભારે વરસાદ પડશે

બુધવાર : જુનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, ભાવનગર, મોરબી, દ્વારકા, કચ્છ આ તમામ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુરૂવાર : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ અને કચ્છ આ તમામ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

શુક્રવાર : બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ તમામ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીનું લો-પ્રેશર આગામી 24 કલાકમાં ફરી થોડું નબળું પડી વેલમાર્ક લૉ-પ્રેશરમાં ફેરવાઈ શકે છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરીને છત્તીસગઢ અને તેને લાગુ પૂર્વ મધ્યપ્રદેશ ઉપર આવશે અને  આ લો પ્રેશર સિસ્ટમ સાથે સંકળાયેલ બહોળું સર્ક્યુલેશન અરબસાગરમાં સૌરાષ્ટ્ર કચ્છના પશ્ચિમ કાંઠા સુધી છવાયેલ છે. જેમાં વધુ એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન અરબસાગરમાં સૌરાષ્ટ્રની દક્ષિણે તથા લાગુ દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં જોઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published.