હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી, ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી - Jan Avaj News

હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી, ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. આ દરમિયાન તારીખ 10 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર વચ્ચે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં ભારે વરસાદ પડશે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લૉ પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી તારીખ 13 સપ્ટેમ્બર સુધી તોફાની પવન અને મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે.

તેમજ આજે રાત્રે રાજ્યના 18 જીલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં વડોદરા, ડાંગ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, કચ્છ, સુરત, તાપી અને નવસારી સહિત અન્ય કેટલાક છૂટા છવાયા સ્થળોએ વરસાદ વરી શકે છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 12મી સપ્ટેમ્બરે ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ માં વરસાદની આગાહી કરવામાં આવી છે.વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાથે જ હવામાન નિષણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.