બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, આ રાજ્યોમાં હવામાન વિભાગે જાહેર કર્યુ રેડ એલર્ટ - Jan Avaj News

બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, આ રાજ્યોમાં હવામાન વિભાગે જાહેર કર્યુ રેડ એલર્ટ

આજથી આગામી ગુરુવાર સુધી હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારે વરસાદ ઉપરાંત આ રાજ્યોમાં વાવાઝોડાનું ઓરેન્જ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ચોમાસું દક્ષિણ તરફ આગળ વધતાં અનેક રાજ્યોમાં વરસાદની અસર જોવા મળશે.

આ ઉપરાંત ઉત્તર મધ્ય બંગાળની ખાડીમાં ઉભી થયેલી સિસ્ટમ લો પ્રેશર એરિયામાં તેવી શક્યતા વધી છે. હવામાન વિભાગે આ સિસ્ટમ આગામી 36 કલાકમાં ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની આગાહી કરી છે. લો પ્રેશરના વિસ્તરણ સાથે બિહાર, ઝારખંડ, બંગાળ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને કર્ણાટક સહિત દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘરાજાએ નાનકડો વિરામ લીધો હતો. એક નાનકડા વિરામ બાદ ફરી એકવાર રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ગત બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારો ની અંદર ભારે પવન સાથે વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેને લઇને આગામી પાંચ દિવસ આજના અનેક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 13 તારીખ ના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા, સુરત અને ભરૂચમાં સારો એવો વરસાદ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.