બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય, રાજ્યમાં આ તારીખથી કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી - Jan Avaj News

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય, રાજ્યમાં આ તારીખથી કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યાબાદ હાલ ભાદરવાનો તડકો પડી રહ્યો છે. ભારે બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. એક તરફ વરાપ નીકળી રહ્યી છે ત્યાર એબીજી તરફ હવામાન વિભાગ દ્વાર મહત્વની આગાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધવાની શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક વરસાદેય ઝાપટા તો ક્યાંક હળવા છાંટા પડી રહ્યા છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 15 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે હજુપણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવમાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર બંગલાની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જય રહી છે જેને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધશે. જો કે હાલ 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે જ સૌરાષ્ટના અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં હાલ વરસાદી માહોલ નથી. ઉપરાંત હજુપણ 2 ડિગ્રી જેટલું તાપમાન વધશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 સપ્ટેમ્બર બાદ લો પ્રેશર એરિયા બનશે જેને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. આ સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે રાજ્યમાં ગત 24 કલાકમાં કુલ 15 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં પોણા ચાર ઇંચ ખાબક્યો છે. ઉપરાંત વલસાડમાં 2 ઇંચ, નવસારીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વલસાડના વાપી, ખેરગામ, અને પારડીમાં પણ વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થયા છે. જ્યારે ઉમરગામ, કપરાડા, પલસાણા, ધરમપુર, સાવરકુંડલા અને દક્ષિણ ગુજરાતના સુરતમાં વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં આ વર્ષે સિઝનનો સારો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે જળશયોમાં નવા નીરની આવક થઇ છે તો કેટલાક ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. હલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. હાલ નર્મદા ડેમમાં 96,866 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેથી નર્મદા ડેમના બે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.