ભાદરવામાં જામશે વરસાદનું તાંડવ, કડાકા ભડાકા અને ભારે પવન સાથે મીની વાવાઝોડું, આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે - Jan Avaj News

ભાદરવામાં જામશે વરસાદનું તાંડવ, કડાકા ભડાકા અને ભારે પવન સાથે મીની વાવાઝોડું, આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે

આગાહી પ્રમાણે કાલે બધી બાજુ વરસાદની શરૂઆત થઇ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો.આજે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જેમકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે.

ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ 12, 13, 14 તારીખે અતિભારે વરસાદની આગાહી છે. તથા અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ રહેશે. તથા ગુજરાતમાં 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે લીલીયા અને અંજારમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ મોરબીના ટંકારા અને રાજકોટમાં 2.5 ઈંચ, અંકલેશ્વર અને નડિયાદમાં 2.3 ઈંચ, કામરેજ અને ખંભાળિયામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

વરસાદને લઈને હવામાન વિભાગની વધુ એક આગાહીમાં આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં અમદાવાદમાં વરસાદ પડી શકે છે. તથા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 13 તારીખે વલસાડ,નવસારી , દમણ, ડાંગ, નર્મદા,ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.