આગામી 5 દિવસ સુધી મેઘરાજા બોલાવશે ધડબડાટી, આ જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લા વિશે - Jan Avaj News

આગામી 5 દિવસ સુધી મેઘરાજા બોલાવશે ધડબડાટી, આ જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લા વિશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદ વરસશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ફરી મોનસૂન સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં મેધરાજા મનમૂકીને વરસી શકે છે. જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શકયતાના પગલે એક દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં રાજયમાં સીઝનનો 30 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સીઝન કરતા 28 ટકા વધુ વરસાદ પડતા રાજયના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વીજળવીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. લાંબા સમયનાં વિરામ બાદ મેઘાની એન્ટ્રી થતાં ખેડૂતો ખુશ થયા હતા. ઉપલેટા. ધોરાજીમાં અશહ્ય બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોએ બફારાથી રાહત મેળવી હતી. વીજના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં રોડ પર પાણી ફરી વળ્યા હતા.

કપાસ મગફળીના મુરજાતા પાકને જીવતદાન મળ્યું છે.ધોરાજી અને ઉપલેટા તાલુકમાં વરસાદ પડતાં કપાસ અને મગફળીની ખેતી કરતી ખેડૂતોમાં ખુશી છવાઇ છે. વિરામ બાદ વરસાદ થતાં આ પાકને ફાયદો થતાં આ વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે.

ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે : ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં સિઝનનો 859.19 મીમી વરસાદ નોંધાયો. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

Leave a Reply

Your email address will not be published.