મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડના જામીન? આ તારીખે થશે ચુકાદો ! - Jan Avaj News

મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડના જામીન? આ તારીખે થશે ચુકાદો !

નમસ્તે મિત્રો, સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર આરોપી સાજન ભરવાડ માટે જામીન અરજીની માંગ એના વકીલ દ્વારા કરવામાં આવી છે. જેમાં મેહુલ બોઘરા તરફથી સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા કોર્ટમાં દલીલો કરાઈ. સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, ‘સાજન ભરવાડ TRB જવાન છે. દંડ ઉઘરાવવાની કે દંડો રાખવાની સત્તા TRB જવાન પાસે નથી. સાજન ભરવાડે પોલીસની સારી કામગીરી પર પાણી ફેરવ્યું. આરોપી હત્યાના પ્રયાસની માનસિકતા રાખતો હોય એવું જણાઈ આવે છે.’

મહત્વનું છે કે , સાજન ભરવાડ તરફથી વકીલ મિનેશ ઝવેરીએ કોર્ટમાં દલીલો કરી હતી. અગત્યની વાત તો એ છે કે આ સમગ્ર ઘટના બાદ વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં એવો નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લડવો.

પરંતુ મિનેશ ઝવેરીએ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર થયા હતા. આ નિર્ણય બાદ હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા છે.ત્યારે હવે સાજન ભરવાડની જામીન અંગેનો ચુકાદો આગામી તારીખ 9 સપ્ટેમ્બરના રોજ આવી શકે છે.

સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે આપણે જાણીએ કે શું હતી સમગ્ર ઘટના ?

થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવતા 37 TRB જવાનોને પણ ડિસમીસ કરી દેવાયા હતા. તો સાથે મોડી ફરિયાદ લેનાર સરથાણા PIની બદલી કરી દેવાઇ હતી. PI એમ.કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકાયા હતા.

તદુપરાંત એમ.કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવાઇ હતી. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા હતા તો સરથાણા PI તરીકે વી.એલ પટેલને ફરજ સોંપવામાં આવી હતી.આ તમામ લોકોની ફેરબદલી કરવામાં આવી હતી. હવે જોવું એ રહ્યું કે 9 સપ્ટેમ્બરના રોજ સાજન ભરવાડના જામીન મંજુર થાય છે કે નહિ.

Leave a Reply

Your email address will not be published.