બે વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ - Jan Avaj News

બે વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ

હાલ વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ અને વરસાદી ટર્ફ સક્રિય થતા આગામી ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. 17મી તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વીજીન લાલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ થશે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી છે. જયારે મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
આ સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી છે.

બીજા દિવસે પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે.સૌરાષ્ટ્ર, કચ્છમાં ગીરસોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે.ત્રીજા દિવસે સૈરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી નથી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

પહેલા અને બીજા દિવસે દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર અંગે વાત કરતા જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારે નહીં પરંતુ સામાન્ય વરસાદ વરસી શકે છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી આ વખતે પ્રથમવાર 138.68 મીટરે પહોંચી છે. જેથી નર્મદા નીરના વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવીને નીરના વધામણાં કર્યા છે.. નર્મદા નિગમ દ્વારા મા નર્મદાની વિધિવત પૂજા કરવા માટે બ્રાહ્મણ પાસેથી પણ ડેમ પર કઈ જગ્યાએ પૂજાવિધિ કરવીએ અંગે જાણકારી પણ લઈ લીધી હતી. જેથી આજે સીએમ પટેલે ત્યાં જ સંપૂર્ણ વિધિ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.