તબાહી મચાવવા આવી રહ્યું છે આ વર્ષનું સૌથી ભયંકર હીનાનોર વાવાઝોડું, વાવાઝોડા પર અમેરિકા પણ રાખી રહ્યું છે નજર - Jan Avaj News

તબાહી મચાવવા આવી રહ્યું છે આ વર્ષનું સૌથી ભયંકર હીનાનોર વાવાઝોડું, વાવાઝોડા પર અમેરિકા પણ રાખી રહ્યું છે નજર

સમુદ્રમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું પૂર્વ ચીન સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. આ વર્ષના સૌથી ભયાનક વાવાઝોડા તરીકે ઓળખાતા આ ટાઈફૂન વાવાઝોડાની સૌથી વધુ અસર જાપાનના દક્ષિણ ટાપુઓ પર પડી શકે છે. જાપાનના દક્ષિણ ટાપુઓ માટે આ વાવાઝોડું એક મોટો ખતરો બનીને આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને હીનાનોર નામ આપવામાં આવ્યું છે.

હાલ વાવાઝોડાની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે છે. આટલી ભયંકર ગતિએ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને આ ભયંકર ગતિના કારણે સમુદ્રમાં 50 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર જાપાનના ટાપુઓ પર જોવા મળશે. આપને જણાવી દઇએ કે અમેરિકાની હવામાન સંસ્થાઓ પણ આ વાવાઝોડા પર સતત નજર રાખી રહી છે.

આ પ્રકાર નું વાવાઝોડું સમુદ્રના ગરમ વિસ્તારોમાંથી ઉદ્ભવે છે. પ્રારંભમાં તેની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક કે તેનાથી વધારે હોય છે. ઘણીવાર આ પ્રકારના વાવાઝોડા ની ઝડપ 360 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે થઈ જાય છે. આ દરમિયાન આ વાવાઝોડું ભયંકર રૂપ ધારણ કરે છે.

આપને જણાવી દઇએ કે આ પ્રકારના વાવાઝોડા મુખ્યત્વે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાંથી ઉદ્ભવે છે. ભારત પર આ વાવાઝોડાની અસર જોવા મળતી નથી. પરંતુ ખાસ કરીને જાપાન, તાઇવાન, ફિલિપાઇન્સ અને પૂર્વ ચીનના વિસ્તારોમાં આ વાવાઝોડું ભયંકર તબાહી સર્જે છે.

હાલ આ વાવાઝોડું જાપાનના ઓકિનાવાથી થોડું દૂર છે. મહત્વનું છે કે ઓગસ્ટ મહિનાના અંત ભાગમાં પેસિફિક મહાસાગરમાંથી અનેક વાવાઝોડા સક્રિય થતાં હોય છે. વાવાઝોડા ના આગાહી કાર ફીલએ જણાવ્યું હતું કે છેલ્લા સિત્તેર વર્ષની અંદર માત્ર બે વર્ષ જેવું બન્યું છે કે આ સમય દરમિયાન પેસિફિક મહાસાગરમાં વાવાઝોડું ઉત્પન્ન થયું હોય. બાકી દર વર્ષે ઓગસ્ટ મહિનામાં આ પ્રકારનું ભયંકર વાવાઝોડું જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.