11 તારીખ અને 15તારીખે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ રાજ્યના આ ભાગમાં આગામી ત્રણ કલાકમાં જ તૂટી પડશે - Jan Avaj News

11 તારીખ અને 15તારીખે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ રાજ્યના આ ભાગમાં આગામી ત્રણ કલાકમાં જ તૂટી પડશે

ગુજરાતમાં એક દ્રષ્ટિએ જોઇએ તો ચોમાસાએ વિદાય લઇ લીધી હોવા છતાં રાજ્યમાં મેઘરાજાએ ફરી રિએન્ટ્રી કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં આગામી 48 કલાક સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 48 કલાક સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ અને વલસાડમાં વરસાદ વરસશે. જ્યારે નવસારી અને વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આવતી કાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશેવધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, ‘આવતી કાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. આવતી કાલ બાદ ગરમીના પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે.’ તમને જણાવી દઇએ કે, આજે પણ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

આજે પણ સુરત, ભરૂચ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યોઆજે રાજ્યમાં સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. શહેરના વરાછા, સરથાણા અને કાપોદ્રા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા રાહદારીઓ તેમજ વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભરૂચ અને અંકલેશ્વરમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચના શક્તિનાથ, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં આજે વરસાદ થયો હતો. અંકલેશ્વરના વાલિયા ચોકડી અને ભડકોદ્રામાં વરસાદનું આગમન થયું હતું.

વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાં આજે વરસાદ વરસ્યોવધુમાં વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાં પણ 24 કલાકમાં આજે વરસાદ વરસ્યો હતો. જેમાં કરજણ, વાઘોડીયા અને ડેસરમાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકતા ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે. છેલ્લા બે દિવસથી અહીં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી વડોદરા શહેર અને જિલ્લામાં છુટ્ટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. આજે પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે.

ખેડા જિલ્લામાં ભારે વરસાદથી પાકને નુકસાનબીજી બાજુ ખેડા જિલ્લામાં ભારે વરસાદથી ડાંગર, તમાકુ અને કપાસ જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. વાવણીની મજૂરી અને બિયારણના પણ રૂપિયા ન નીકળે તેવી સ્થિતિ અહીં સર્જાઇ છે. ત્યારે જિલ્લામાં સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવા માટેની ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજરોજ ભાવનગર જિલ્લાના વલભીપુર અને ઉમરાળા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વલભીપુરમાં એકાદ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જ્યારે ઉમરાળામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

ખેડૂતોમાં ચિંતાનો માહોલભાવનગરમાં ત્રણ-ચાર દિવસથી સવારથીજ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બપોર બાદ જ વરસાદની એન્ટ્રી થઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરમાં વરસાદ પડી રહ્યો છે. આસોમાસમાં પણ અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

વલ્લભીપુર શહેર અને ઉમરાળામાં ધોધમાર વરસાદ​​​​​​​વલ્લભીપુર અને ઉમરાળા પંથકના ગામોમાં બપોર બાદ કાળા ડિબાગ વાદળાઓ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખૂબ ચિંતા વ્યાપી ગઈ છે. કપાસ માટેની લાણીનો સમય હોય ત્યારે જ કમોસમી વરસાદ થતા પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. તલ, બાજરી, ચણા, જીરુ, કપાસ, મગફળી જેવા અનેક પાકોને ખૂબ નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

Leave a Reply

Your email address will not be published.