હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને મહત્વની આગાહી, અત્યારે જ વાંચો, ગુજરાતના આ વિસ્તારનો લેશે મેઘરાજા ઉધડો - Jan Avaj News

હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને મહત્વની આગાહી, અત્યારે જ વાંચો, ગુજરાતના આ વિસ્તારનો લેશે મેઘરાજા ઉધડો

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આવતીકાલથી પાછોતરા વરસાદની શક્યતા નથી. એક દિવસ માટે કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. બે દિવસ કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. બીજી બાજુ, આવતીકાલથી ગરમીનો પારો પણ વધી શકે છે. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ કરવો પડી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, એક દિવસ માટે એકાદ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આવતીકાલથી કમોસમી વરસાદની શકયતા નહીવત છે. બીજી બાજુ, આવતીકાલથી ગરમીનો પારો વધે તેવી શકયતા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડી શકે છે. પરંતુ આ વરસાદ સામાન્ય રહેશે. જ્યારે કાલથી મોટાભાગે વરસાદની સંભાવના નથી. અત્યારે ગુજરાતમાં વરસાદ માટે કોઇ સિસ્ટમ સક્રિય નથી.

મહત્તમ તાપમાનમાં સામાન્ય બદલાવ જોવા મળી શકે છે. જેમ કે, અત્યારની જેમ 37 ડિગ્રી સુધીનું તાપમાન આગામી 5 દિવસ દરમિયાન રહી શકે છે. લધુત્તમ તાપમાનમાં પણ કોઇ ખાસ ફેરફાર થાય તેની સંભાવના નથી. અમદાવાદ અને ગાંઘીનગરમાં પણ કાલથી વરસાદની સંભાવના નથી. અહીં તાપમાનમાં પણ સામાાન્ય બદલાવ જોવા મળી શકે છે. ખાસ ચેન્જ નહીં થાય. જ્યારે તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે.

નોંધનીય છે કે, રાજ્યમાં વરસાદે વિદાય લઇ લીધી હોવા છતાં વચ્ચે ત્રણ-ચાર દિવસ મેઘમહેર જોવા મળી હતી. નવરાત્રીમાં વરસાદે વિરામ લીધા બાદ રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ ત્રણ-ચાર દિવસ દરમિયાન રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

અહીં પાંચ ઇંચથી એક સુધીનો વરસાદ નોંધાયો હતો. પાછોતરા વરસાદ દરમિયાન સૌથી વધુ જાંબુઘોડામાં, મોરવા હડફ, ગોધરા, હાલોલ, શહેરા, દેવગઢ બારિયા, અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારોમં વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ગુજરાત પર મેઘો મહેરબાન જોવા મળ્યો હતો. રાજ્યમાં સરેરાશ 119.61 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વદુ કચ્છમાં 186 ટકા, ઉત્તર ગુજરાતમાં 121 ટકા, પૂર્વ ગુજરાતમાં 96 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 132 ટાક વરસાદ નોંધાયો છે.

ઉત્તરથી લઈને દક્ષીણ સુધી ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ ત્રાટક્યો છે. દિલ્હી-NCRથી લઈને મુંબઈ સુધી વિભિન્ન શહેરોમાં વારસાદનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. જ્યારે, પહાડી રાજ્યોમાં પણ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝીયાબાદ, નોઇડા, ગ્રેટર નોઇડા સહીત NCRમાં કાલથી અટકી અટકીને વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી – NCRમાં ક્યાંક વધારે તો ક્યાંક ઓછા વરસાદનો સિલસિલો કાયમ છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે.

હવામાન વિભાગ અનુસાર, લગભગ 17 રાજ્યોમાં ગત બે દિવસો સુધી મૂશળધાર વરસાદ વરસવાની સંભાવના છે. જ્યારે, IMDએ દિલ્હી – NCRમાં આજે, 9 ઓક્ટોબરનાં રોજ પણ વરસાદની સંભાવના જતાવી છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે દેશના પૂર્વ ભાગમાં ચક્રવાતી હવાઓનું દબાણ વધ્યું છે. મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.

દક્ષીણ – પૂર્વ દિલ્હી, નોઇડા, દાદરી, ગ્રેટર નોઇડા, ફરીદાબાદ, માનેસર, ગોહાના, સોહાના, પલવલ, નૂંહ, હોડલ અને આસપાસના ક્ષેત્રોમાં હલ્કીથી માધ્યમ તીવ્રતનો વરસાદ પડશે. જ્યારે યૂપીનાં શામલી, મુઝફ્ફરનગર, ચાંદપુર, અમરોહા, મુરાદાબાદ, રામપુર, સંભલ, ખુર્જા, નરોરા, અલીગઢ, હાથરસ, મથુરા, એટા સહીત ઘણા વિસ્તારોમાં આવતા અમુક કલાકોમાં વરસાદ વરસશે. જ્યારે, રાજસ્થાનમાં પણ વરસાદનો સિલસિલો કાયમ છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ 10 ઓક્ટોબર સુધી ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ અને વીજળી પડવાની આગાહી કરી છે. રાષ્ટ્રીય રાજધાનીની વાત કરીએ તો દિલ્હીમાં આજે (રવિવારે) 9 ઓક્ટોબરે મહત્તમ તાપમાન 24 અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી રહી શકે છે.

10 ઓક્ટોબરે પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તાપમાનમાં પણ નજીવો વધારો જોવા મળશે. જ્યારે 12 ઓક્ટોબરથી હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને 15 ઓક્ટોબર સુધીમાં મહત્તમ તાપમાન ફરી 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

વરસાદને કરને ભરાયું પાણી : સતત વરસી રહેલા વરસાદને કારને વિભિન્ન શહેરોમાં પાણી ભરાઈ ગયા છે. શનિવારે વરસાદને કારણે અમુક રૂટ્સ પર લાંબા ટ્રાફિક જામ લાગેલા છે. સૌથી વધારે સમસ્યા નોઇડા – ગ્રેનો એક્સપ્રેસ વે, ફિલ્મ સિટી માર્ગ, ડીએનડી લૂપ, પર્થલા ગોલચક્કર પર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.

આજે એટલે કે રવિવારે પણ આ જ સ્થિતિ રહી શકે છે. જણાવી દઈએ કે નોઇડા – ગ્રેનો એક્સપ્રેસ વે પે સેક્ટર – 96 અને 142 સામે અન્ડરપાસનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે ત્યાં પહેલાંથી જ જામ રહે છે, આ દરમિયાન વરસાદથી લાંબી લાઈનો જોવા મળે છે.

આ રાજ્યોમાં વરસાદનું અનુમાન : આજે એટલે કે રવિવારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અંદમાન અને નિકોબાર દ્વીપ, ઉપ – હિમાલયી પશ્ચિમ બંગાળમાં હલ્કાથી માધ્યમ વરસાદનું અનુમાન છે. જયારે અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશનાં અમુક હિસ્સાઓમાં તથા તટીય આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢમાં અમુક સ્થાનો પર પણ હલ્કો વરસાદ થઇ શકે છે. જ્યારે બિહાર , ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડીશા, તેલંગાના, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે.a

Leave a Reply

Your email address will not be published.