જો તમને લાગે કે આ 13વર્ષ ની દીકરી સાથે ખુબજ અન્યાય થયો છે તો આને એટલું સેર કરો કે બીજી વાર કોઈપણ આવું પગલું ના ભરે - Jan Avaj News

જો તમને લાગે કે આ 13વર્ષ ની દીકરી સાથે ખુબજ અન્યાય થયો છે તો આને એટલું સેર કરો કે બીજી વાર કોઈપણ આવું પગલું ના ભરે

13 ઓક્ટોબર 2022ના રોજ, એક અતિ ઘાતકી ઘટનાના સમાચાર અખબારોમાં છે. ગીર-સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ધાવા ગીર ગામે ભાવેશ અકબરી-પટેલે પોતાની 9મા ધોરણમાં ભણતી 14 વર્ષની દિકરી ધૈર્યાની આઠમા નોરતે બલિ ચડાવી દીધી ! 1 ઓક્ટોબરના રોજ ભાવેશે પોતાની વાડીમાં તાંત્રિક વિધિ શરુ કરી હતી. ધૈર્યાને આગ પાસે ઊભી રાખી હતી. ધૈર્યાએ બૂમો પાડી તો ભાવેશે ઘૈર્યાને લાકડીથી ફટકારી ! એ પછી શેરડીના વાઢમાં લઈ જઈને ધૈર્યાને બાંધી દીધી હતી. તેને ખાવા-પીવાનું ન આપ્યું; 7 ઓક્ટોબરે તેનો જીવ નીકળી ગયો ! રાત્રે ત્રણ વાગ્યે કોઈને ખબર ન પડે તે રીતે ધૈર્યાના અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા ! ભાવેશનો મોટો ભાઈ દિલીપે પણ તાંત્રિક વિધિમાં સાથ આપ્યો હતો.

થોડાં પ્રશ્નો : [1] પુત્રપ્રપ્તિ કે બીજા કોઈ હેતુ માટે દિકરીની બલિ ચડાવવાનો વિચાર કેમ આવે છે? આ કેવી અંધશ્રદ્ધા? [2] આ અંધશ્રદ્ધાઓને ખાતર-પાણી આપનારાઓ કોણ છે? સ્વામિનારાયણ સાહિત્ય પરચાઓથી ભરાયેલું છે; શું એવા પરચાઓ વાંચી-વાંચીને ચમત્કારની શક્તિઓમાં વિશ્વાસ દ્રઢ થતો નથી? [3] શું ખોડલધામ/ઉમિયાધામ/સ્વામિનારાયણ મંદિરો કરતાં યુનિવર્સિટીઓની વધુ જરુર નથી? ઉપરાંત દરેક ધર્મના, સ્થાનકોમાં ‘ચમત્કાર ક્યારેય થતાં નથી’ તેવા સૂચના બોર્ડ મારવાની જરુર નથી? શું સરકાર આ માટે આદેશ ન કરી શકે? [4] વિચારો, ધૈર્યાનો કઈ રીતે જીવ ગયો હશે? કેટલી દુ:ખી થઈ હશે? એક પિતા આટલો ઘાતકી કઈ રીતે બન્યો હશે? ભાવેશ તો ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ની ઝૂંબેશ ચલાવનાર સત્તાપક્ષ સાથે જોડાયેલો હતો; છતાં ભાવેશે દિકરીની બલિ કેમ ચડાવી હશે? શું ‘રાજકીય હિન્દુ’ બનવાથી અંધશ્રદ્ધામાં વધારો થતો હશે? [5] 600 એકરમાં સમૈયા ઉજવનારાઓ/ હરિફ ભવ્યમંદિરો ઊભા કરનારાઓ સમાજના લોકોને જાગૃત કરવા એક રૂપિયો પણ શામાટે ખર્ચતા નથી?

સમાજને ખોડલધામ/ઉમિયાધામ/સ્વામિનારાયણ મંદિરો કરતાં વૈજ્ઞાનિક મિજાજવાળા શિક્ષણની વધુ જરુર છે. આ વાત ક્યારે સમજાશે? આવી ઘટનાઓ પછી પણ સમાજનું રુંવાડું કેમ ફરતું નહીં હોય? શું સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાનું વિશ્લેષણ કરવાની જરુર નથી?

13 વર્ષ ની દીકરી ની બલી લીધી જાણો એવું તો શું થયુ તાલાલા ગીર ના ધાવા ગીર ગામે દીકરી ના પિતા અને તેના કાકા એજ માયા ના લોભ, આ બલી માત્ર આ માસુમ ની નથી પણ તમારી આસપાસ ના વિસ્તાર માં રાજ કરતા તાંત્રિકો ધુતારાઓ દ્વારા તમારા નીચ કક્ષા ના વિચારો ની પણ છે.

સમાજ ને જરૂર પડે ત્યારે આવા લોકો સામે કાયદો પોતાના હાથ માં લઇ ને આવા લોકો ના છોતલા ઉડાડતા પણ આવડવું, જોયે….જરૂરી નથી કે પ્રસાસન પોંચે અને કાર્યવાહી પછી સરુ થાય ક્યારેક સજા પેલાજ મળી જાવી જોયે આવા લોકો ને…

ધૈર્યા ભાવેશભાઈ અકબરી જેની પૈસા અને માયા ( છુપાયેલ ખજાનો ) ની પાછળ બલી લેવામાં આવી છે અને એ પણ ગળું કાપી ને માતાજી ને ચડાવામાં આવી , ધુતારા અને તાંત્રિકો ની વાત માં આવી ને માસુમ ની બલી , આ એક આઘાત જનક ઘટના છે.

તાલાલા ગીર ના ધાવા ગીર ગામે એડયુકેટેડ પરીવાર માં માનવ બલી ની ઘટના તસ્વીર માં દેખાતી માત્ર 13 વર્ષ ની દીકરી, આવા અત્યંત સારા પરિવાર નો આ બનાવ એ વાત સૂચવે છે કે પૈસા પાછળ આવા ધુતારા ની વાત માં ગમે તેવા લોકો ગમે તે કામ કરે છે. અને ગીર માં ગામે ગામ આવા ઘણા ધુતારાઓ છે જ આવા ધુતારા ઓ ને ઉગતા પેલાજ વાઢી નાખવા જોય.

જેની પૈસા અને માયા ( છુપાયેલ ખજાનો ) ની પાછળ બલી લેવામાં આવી છે અને એ પણ ગળું કાપી ને માતાજી ને ચડાવામાં આવી , ધુતારા અને તાંત્રિકો ની વાત માં આવી ને માસુમ ની બલી , આ એક આઘાત જનક ઘટના છે.

સારા પરિવાર નો આ બનાવ એ વાત સૂચવે છે કે પૈસા પાછળ આવા ધુતારા ની વાત માં ગમે તેવા લોકો ગમે તે કામ કરે છે. તાલાલા ગીર ના ધાવા ગીર ગામે એડયુકેટેડ પરીવાર માં માનવ બલી ની ઘટના તસ્વીર માં દેખાતી માત્ર 13 વર્ષ ની દીકરી ભગવાન નાની ધૈર્યા ની આત્મા ને શાંતિ અર્પણ કરે અને આ ઘટના ના દોષિતો ને સરકાર સજા કરે એ પેલા કુદરત સજા કરે એજ પ્રાર્થના…. ૐ શાંતિ….

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “thegujjuman” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.