ફૂલ જેવી માસુમ દીકરીને અંધશ્રદ્ધાનો શિકાર બનાવી ધૈર્યા હત્યાકાંડને લઇ મણિધર બાપુએ કહ્યું માં મોગલ આ રાક્ષસને ક્યારેય માફ નહિ કરે, જુઓ બીજું શું કહ્યું - Jan Avaj News

ફૂલ જેવી માસુમ દીકરીને અંધશ્રદ્ધાનો શિકાર બનાવી ધૈર્યા હત્યાકાંડને લઇ મણિધર બાપુએ કહ્યું માં મોગલ આ રાક્ષસને ક્યારેય માફ નહિ કરે, જુઓ બીજું શું કહ્યું

ગુજરાતમાં ધૈર્યા હત્યાકાંડથી લોકોમાં ચકચાર મચી ગયો છે. ગીર સોમનાથના તલાલા ગામમાં હેવન પિતાએ પોતાની જ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આજના સમયમાં પણ સેકંડો લોકો એવા છે, જેઓ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસમાં માને છે. ૧૪ વર્ષની ધૈર્યા પણ આ જ અંધશ્રદ્ધાનો ભોગ બની હતી. હેવન પિતા અને ધૈર્યાના મોટા બાપુજીએ સતત ચાર દિવસ સુધી ધૈર્યા સાથે તાંત્રિક વિધિ કરી હતી, અને છેવટે બલી ચડાવી માસુમ દીકરીને દર્દનાક મોત આપ્યું હતું.

અંધશ્રદ્ધાને લઇ મણીધર બાપુએ કહ્યું કે, ‘આ તો સોરઠની ધરતી, સંત-સુરાની ધરતી.. જ્યાં માં મોગલ બેઠી હોય ને આ રાક્ષસના પેટના આવું કરતા હોય… આવી ઘટનાઓથી મને ખુબ જ આક્રોશ છે. કેમ કે, હું દીકરીની વેદના જોઈ નથી શકતો.’ વધુમાં લોકો અને પોલીસને બાપુએ કહ્યું કે, ‘તમે પણ આવા કોઈ ધતિંગડાને જોવ તો મુકતા નહિ. તેમને કડકમાં કડક સજા અપાવજો.

આ ઘટના અંગે કબરાઉ ધામના મોગલકુળ બાપુ એટલે કે મણીધર બાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. મણીધર બાપુએ જણાવતા કહ્યું કે, ‘આ પરિવારને માં મોગલ ક્યારેય માફ નહિ કરે… નર્કમાં આ હત્યારાઓને એવી ભયંકર સજા મળશે કે, જેનું વર્ણન નથી કરી શકાતું. આ બાપ નહિ પણ રાક્ષસ કહેવાય. દીકરી મોગલને પ્રાણ વાલી છે, ફૂલ જેવી દીકરી સાથે આવું થયું…’

વધુમાં મણીધર બાપુએ ઘટનાની તપાસ કરી રહેલા PSI ને કહ્યું કે, ‘માં મોગલનો આદેશ અને આશીર્વાદ છે કે, આ રાક્ષસોને છોડશો નહિ. કારણ કે, માં મોગલ ને પણ કાનુન ખુબ ગમે છે. સાથોસાથ તેને આવી સલાહ દેનાર અને સાથ આપનારને પણ છોડશો નહિ. આ બધાને જેલમાં નહિ મોકલતા… આ લોકોને તો જાહેરમાં જ ફાંસીએ લટકાવી દો, જેથી આવા હત્યાચારો દેશમાં થતા બંધ થાય.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.