જાણો કીર્તિ પટેલે દીકરી ધૈર્યાના કેસને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું કે “દીકરીના બાપને વળગાટ હશે એટલે તે આ…જુઓ વિડિયો - Jan Avaj News

જાણો કીર્તિ પટેલે દીકરી ધૈર્યાના કેસને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું કે “દીકરીના બાપને વળગાટ હશે એટલે તે આ…જુઓ વિડિયો

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કીર્તિ પટેલ કહી રહી છે કે, હકીકતમાં આવી વસ્તુઓ એના બાપે કરી છે. જેથી કોઈ દીકરીના બાપ ઉપર કોઈને ભરોસો નહીં રહે. કોઈ છોકરીના બાપ ઉપર ભરોસો નહીં કરે… આ કેવો સમય આવી ગયો છે હું વિચારું છું ને તોય તે મને અંદરથી એવું થાય છે કે આ શું થઈ રહ્યું છે. આ સમયમાં કેવું કેવું થઈ રહ્યું છે હવે આ જ જોવાનું બાકી હતું. લોકો કેવી અંધશ્રદ્ધામાં જીવે છે.

વધુમાં વાત કરતા કીર્તિ પટેલે જણાવે છે કે મારા બેટા હાલી જ પડ્યા છે અંધશ્રદ્ધામાં… પાછા તો એમ કે છે કે દીકરીને વળગાટ હતો દીકરીનું મોઢું જોતા લાગે છે તેને વળગાટ હોય. એના બાપને જ વળગાટ હશે એટલે આ ભૂલ કરી બેઠો. આ ઉપરાંત વીડિયોમાં તમે જોઈ શકો છો કે કીર્તિ પટેલ ઘણું બધું કહે છે. હાલમાં કીર્તિ પટેલના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતમાં ગીર સોમનાથ તાલાલા તાલુકાના ધાવા ગામમાં બનેલી દર્દનાથ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. આ ઘટના સાંભળીને ભલભલા લોકોનું કાળજુ કંપી ઉઠ્યું છે. ધાવા ગામમાં રહેતા ભાવેશ અકબરીયે પોતાના મોટાભાઈ સાથે મળીને પોતાની 14 વર્ષની માસુમ દીકરી ધૈર્યાનો જીવ લઇ લીધો હતો. અંધશ્રદ્ધામાં માસુમ દીકરીનો જીવ લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર માસુમ દીકરીને સાત દિવસ સુધી ભૂખી અને તરસી રાખવામાં આવી હતી અને તેના ઉપર અલગ અલગ પ્રકારની ઘણી બધી તાંત્રિક વિધિઓ કરવામાં આવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે દીકરીના શરીરમાં જીવડા પડી ગયા છતાં પણ તેના સગા બાપને દયા આવી ન હતી.

માસુમ દીકરીનું પિડાઈ પિડાઈને કરુણ મૃત્યુ થયું હતું. દીકરીના મૃત્યુ બાદ બંને આરોપીએ પરિવારજનોને ખબર ન પડે તેમ દીકરીના અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા અને ત્યારબાદ પરિવારના લોકોને કહ્યું હતું કે ચેપી રોગના કારણે દીકરીનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટનાનો ખુલાસો થતા જ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. તમામ લોકોનું કહેવું છે કે આરોપીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ. ત્યારે દીકરી ધૈર્યાના કેસને લઈને સુરતની ટિક ટોક સ્ટાર કીર્તિ પટેલે પોતાનું નિવેદન આપ્યું છે. કીર્તિ પટેલે ફેસબૂક લાઇવમાં ધૈર્યા કેસને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનાના બંને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ થોડા દિવસ પહેલા જ મંજૂર થઈ ગયા હતા. હજુ પણ આ ઘટનાને લઈને ઘણા બધા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published.