લોકસાહિત્યકાર દેવાયત ખાવડ હાઈકોર્ટના શરણે, જાન થી મા@રી નાખવાની ઘ@મકી, પોલીસે ફરિયાદ ન લીધી નો કર્યો ઉલ્લેખ - Jan Avaj News

લોકસાહિત્યકાર દેવાયત ખાવડ હાઈકોર્ટના શરણે, જાન થી મા@રી નાખવાની ઘ@મકી, પોલીસે ફરિયાદ ન લીધી નો કર્યો ઉલ્લેખ

નમસ્કાર મિત્રો, જન અવાજ ન્યુઝમાં તમારું સ્વાગત છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લોકસાહિત્યકાર દેવાયત ખાવડે પોલીસ કમિશનર અને DGPને નોટિસ પાઠવી છે આવો જાણીએ શું છે સમગ્ર ઘટના.

લોક સાહિત્યકાર દેવાયત ખવડે ધ@મકી મળવાના કેસમાં પોલીસ કમિશનર અને DGPને વકીલ દ્વારા નોટિસ પાઠવી છે. 4 દિવસ પહેલા ધ@મકી મળી હોવાની અરજી કરી હોવા છતાં પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જીવનું જો@ખમ હોવાની અરજી કરી હોવા છતાં ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે 16 ઓકટોબરે જાનથી મા@રી નાંખવાની ધ@મકી મળી હતી. લંડન સ્થિત જીત રોહિત મોડાસિયા નામના વ્યક્તિએ જાનથી મા@રી નાખવાની ધ@મકી આપી હતી. જેથી રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં નોટિસ પાઠવવામાં આવી છે.

પોલીસે ફરિયાદ ન નોંધતા દેવાયત ખવડ હાઈકોર્ટના શરણે લોકસાહિત્યકાર દેવાયત ખવડને સોશિયલ મીડિયા મારફતે જાનથી મા@રી નાખવાની ધ@મકી સોશિયલ મીડિયા મારફતે મળી હતી. સમગ્ર મામલે દેવાયત ખવડે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ રાજકોટ યુનિવર્સિટી પોલીસે ફરિયાદ ન લેતા તેમણે હાઈકોર્ટમાં પિટિશન કરી છે. તેમના વકીલ ઉત્કર્ષ દવે મારફતે રાજ્યના ડીજીપી અને રાજકોટ પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

રાજકોટ પોલીસ સમગ્ર કેસમાં ગંભીરતાપૂર્વક કામગીરી ન કરી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લંડનમાં રહેતા જીત રોહિત મોડાસિયાએ સોશિયલ મીડિયા દ્વારા ધ@મકી આપી હોવાનું જણાવ્યુ છે. સાથોસાથ ધમકી આપનાર જીત મોડાસિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તથા સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટ દૂર કરાવવા માટે પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમાચાર ના વધુ અપડેટ મેળવતા રહેવા માટે અમારા પેજ ને લાઈક.

Leave a Reply

Your email address will not be published.