બગદાણા તો તમે ગયા હશો, પરંતુ બજરંગદાસ બાપાના આ પરચા તમે નહિ જાણતા હોવ, વાંચીને બાપાસીતારામ લખતા જજો - Jan Avaj News

બગદાણા તો તમે ગયા હશો, પરંતુ બજરંગદાસ બાપાના આ પરચા તમે નહિ જાણતા હોવ, વાંચીને બાપાસીતારામ લખતા જજો

બજરંગદાસ બાપા ભગવાન શ્રી રામના અને હનુમાનજીના ભક્ત હતા. બજરંગદાસ બાપાને લોકો બાપા સીતારામ તરીકે પણ ઓળખે છે. સૌરાષ્ટ્રના દરેક લોકોના દિલમાં બાપાસીતારામ કાયમ જીવતા રહેશે. બાપા બજરંગદાસ બગદાણા ધામમાં બિરાજમાન છે. લોકો અહીં બાપાના દર્શન કરવા જાય છે. કહેવાય છે કે અહીં દર્શને આવતા ભાગ્યશાળી લોકોને બાપા વડલાના પાનમાં દર્શન આપે છે. બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાય ગયા છે કે આજે સૌરાષ્ટ્રમાં એક ગામ પણ એવો નહીં હોય જ્યાં બાપાની મઢુલી ના હોય.

બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ. બાપા સીતારામ જન્મતાની સાથે જ અનેક પરચાઓ થવા લાગ્યા હતા,જેમાં તેના નાનપણ માં સાપ સાથે સુવાનો, ગુરુ સાથે સંઘમાં શ્રી રામની ભક્તિ થી વાઘને ભગાડવાનો વગેરે સામેલ છે, બાપાએ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે અને હાલ બાપા દુનિયાના દુખિયારા લકોને અવારનવાર મુશ્કેલીના સમયે પરચાઓ આપે છે જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા આવે છે.

એક વખતની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતા કરતા મુંબઈના દરિયા કિનારે આવ્યા હતા, ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો હતો. એ વખતે ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો અને આ વખતે બાપા તે રસ્તામાં બીજા ભક્તો સાથે પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા. તે આ જોઇને બાપાની ભક્તિ અને સેવા વિશે ખરાબ બોલવા લાગ્યો. અને સાથે કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો.

આ થી બાપા એ જ વખતે ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી કાઢ્યું અને લોકોનું ટોળું ત્યાં આ સમત્કાર જોઇને ભેગું થઇ ગયુ. આ જોઇને ગોરો અમલદાર પણ બાપાનાં પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા. બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા જેવી મારા વ્હાલાની મરજી.

બાપાનાં બગદાણા આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓને કારણે ખુબ રહેતી, જેમાં બાપાના આશ્રમમાં ભાલ પંથકના એક માલધારી ભક્ત પોતાને કેન્સરનો રોગ થયો હતો જે અનેક ડોક્ટરોની દવા અને સારવાર કરાવ્યા બાદ પણ મટે તેમ ના હતો, આ કારણે ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા હતા.

આવા વખતે અનેક લોકોએ તેમને બાપાનાં આશ્રમે જવાનું કહ્યું હતું અને પોતાનું દુખ બતાવવાનું કહ્યું હતું. આ સમયે આ વ્યક્તિ અનેક સમસ્યા અને રોગ છતાં તે બગદાણા આવ્યો અને બાપાને વાત કરી. બાપાએ પોતાના આશ્રમની ખીચડી આ ભક્તને ખાવા આપી પરંતુ ડોકટરોએ આ વ્યક્તિને માત્ર અમુક પ્રકારનો ખોરાક અને એ માત્ર પ્રવાહીમાં લેવાની સલાહ આપેલી હતી. તેથી તે આ ખીચડી ખાઈ શકે તેમ પણ ન હતા.

બગદાણા ધામમાં બાપાએ અન્નક્ષેત્ર પણ શરૂ કરાવ્યું હતું. જેનો લાભ આજે પણ ભક્તો લઇ રહ્યા છે. બગદાણા ધામમાં એક આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરીને એક મંદિર બનાવવામાં આવ્યું. જેમાં શિવ પાર્વતીની ભવ્ય મૂર્ત મુકવામાં આવી. સમય વીતતો ગયો એમ ભક્તિરામ બજરંગ દાસના નામે ઓળખાવા લાગ્યા. તેમણે 1977 માં દેહ ત્યાગ કર્યો પરંતુ લોકોના દિલમાં કાયમ જીવતા રહેશે.

Leave a Reply

Your email address will not be published.