ગુજરાતના સોનુ સૂદ એવા ખજુરભાઈએ કરી સગાઈ, જાણો કોણ છે મંગેતર, જાણો તેમના વિશે - Jan Avaj News

ગુજરાતના સોનુ સૂદ એવા ખજુરભાઈએ કરી સગાઈ, જાણો કોણ છે મંગેતર, જાણો તેમના વિશે

ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર ફેમસ ચહેરો એટલે કે ગુજરાતનાં ખજૂરભાઇને પોતાની જીવનસાથી મળી છે. ખજુરભાઈ ગુજરાતના મસીહા બની ગયા છે. ખજુરભાઈ એટલે કે નીતિન જાનિએ પોતાની જીવનસાથી સાથેનો સગાઈનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

નીતિન જાનિએ ગુજરાતમાં ખુબ સેવાકીય કર્યો કર્યા છે. એટલા જ તેમને ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખવામાં આવે છે. નીતિન જાનિએ મીનાક્ષી દવે નામની છોકરી સાથે સગાઈ કરી એક પવિત્ર બંધનમાં બંધાયા છે.

ખજુરભાઈએ પોતાની સગાઈનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી કેપશનમાં પાર્ટનર લખ્યું હતું. તેમની સગાઇ મીનાક્ષી દવે સાથે બારડોલીમાં થઈ હતી. મીનાક્ષી દવે ખજૂર ભાઈની જેમ સુંદર દેખાય રહી હતી. મીનાક્ષી દવે અને નીતિન જાનિએ એક સરખા રીંગણ (જાંબલી) કલરના કપડાં પહેર્યા હતા. મીનાક્ષી દવે સિંગીંગમાં રસ ધરાવે છે. તેમણે ગાયેલા 2-3 ટ્રેક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. નીતિન જાનીના સેવાના કાર્યો ગુજરાતભરમાં જાણીતા છે. ગુજરાતના દરેક ગામમાં ખજુરભાઈની વાહ વાહ થાય છે. કેટલાય બેઘર લોકોને તેમણે પાક્કા ઘર બનાવી આપ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે, ખજુરભાઈએ પોતાના કરિયરની શરૂઆત યુટ્યુબમાં કોમેડી વિડીયો દ્વારા કરી હતી. રોજ નવા નવા કોમેડી વિડીયો શેર કરી તેમણે તમામ ગુજરાતીઓને ખુબ હસાવ્યા હતા. ખજુરભાઈ ખુબ સેવાભાવી માણસ છે. કોરોના કાળમાં તેમને યુટ્યુબમાંથી જે પણ આવક થઈ તે બધી જ આવકનો લોકોની સેવામાં ઉપયોગ કર્યો હતો. ખજુરભાઈ 1 કરોડથી પણ વધારે રૂપિયાની લોકોની સેવા કરી ચુક્યા છે. ગુજરાતભરમાંથી તેમને ખુબ આશીર્વાદ મળી રહ્યા છે. આશરે બે-ત્રણ વર્ષ પહેલા ગુજરાતમાં તોકતે વાવાઝોડાની અસર મોટા પ્રમાણમાં જોવા મળી હતી.

આ વાવાઝોડામાં કેટલાય લોકોના ઘર પડી ગયા હતા. જે બાદ ખજુરભાઈએ ખુબ મદદ કરી હતી. જે લોકોને રહેવા માટે છત નહોતી રહી ત્યારે ખજુરભાઈએ એ લોકોને પાક્કા મકાન બનાવી આપ્યા હતા. ગુજરાતના ખૂણે-ખૂણે ખજુરભાઈએ બેઘર બનેલા લોકોના પાક્કા ઘર બનાવીને ખુબ મદદ કરી હતી. ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં મકાનો પડ્યાં હોય કે કોઇ ગરીબનાં પેટનો ખાડો પૂરવાનો હોય, ખજૂરભાઇ હંમેશા મદદ કરવા માટે તત્પર રહે છે. નીતિન જાનિને નાના-મોટા અને વડીલો પણ વંદન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરેક ગામડામાં જઈ ખજુરભાઈએ પૂરતી મદદ કરી છે.

ગુજરાતનું હર એક ઘર ખજુરભાઈને ઓળખતું થઈ ગયું છે. એટલું જ નહીં, ખજુરભાઈએ બે અનાથ બાળકો માટે જે કર્યું એ વિડીયો પ્રધાનમંત્રી સુધી પણ પહોંચ્યો હતો. પ્રધાનમંત્રી મોદી ખુદ પણ આ બન્ને બાળકો એટલે કે જય અને અવીને મળવા પહોંચ્યા હતા.

યુટ્યુબ પર જીગલી ખજૂર તરીકે પ્રખ્યાત એવા નીતિન જાની અને તેમના ભાઈ તરુણ જાનીએ અસહાય લોકોની મદદ કરવા માટેની ઝૂંબેશ ઉપાડી છે. ખજુરભાઈએ અત્યાર સુધીમાં 200 જેટલા ઘરો બનાવ્યા છે. આ ઝુંબેશમાં મદદ કરનાર ટીમને ખજુરભાઈ દુબઈ ફરવા લઈ ગયા હતા. જુજરાતના લોકોને ખજુરભાઈની સગાઈની જાણ થતા જ લોકો તેમને ખુબ આશીર્વાદ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.