કિર્તીદાન ગઢવીના ડાયરામાં ફેમસ થયેલા કમાના બાળપણના જીવનની વાતો અને તેના માતા પિતા કમાના ઠાઠ અને વટ વિશે ભાઈએ કહી ખાસ ‘વાત કમાના જીવનની વાતો સાંભળીને તમે પણ… - Jan Avaj News

કિર્તીદાન ગઢવીના ડાયરામાં ફેમસ થયેલા કમાના બાળપણના જીવનની વાતો અને તેના માતા પિતા કમાના ઠાઠ અને વટ વિશે ભાઈએ કહી ખાસ ‘વાત કમાના જીવનની વાતો સાંભળીને તમે પણ…

અત્યાર સુધીમાં એવા ઘણા ચહેરાઓ આપણી સામે આવ્યા છે. જેમને કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયા. જેમ કે, રાનૂ મોંડલ, ભૂબન બદિયાકર, સહદેવ ડિરડો, બાબા કા ઢાબા સહિતના ઘણા એવા લોકો છે જેમણે સોશિયલ મીડિયાએ વિશ્વભરમાં ચર્ચા જગાવી. આવો જ એક ગુજરાતી યુવા અચાનક પોપ્યુલર થઈ ગયો છે. ગુજરાતભરમાં હાલ એક નામ ખૂબ જ ચર્ચામાં છે અને તે છે કમો. સોશિયલ મીડિયા પર હાલ કમાના વીડિયો અને ફોટો જોયા હશે. કમાના ઠાઠ જોઈને થશે કે, ભાઈ આમનો તો વટ છે. જો તમે કમાને નથી ઓળખતાં તો પહેલાં તેમના આ વીડિયોને જોઈ લો.

કેવી રીતે પોપ્યુલર બન્યો કમોસુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામનો દિવ્યાંગ કમો આજે ફેમસ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવતા જ લાખો લોકો કમાના ફેન બની ગયા છે. કમાને જોવા તો લોકોની ભીડ ઉમટે છે. કમાના ઠાઠ જોઈને તો સૌ કોઈ ચોંકી જાય છે. ત્યારે તમને થશે કે આ કમાભાઈ અચાનક આટલા ટ્રેન્ડમાં કેવી રીતે આવ્યા.

કમાનો ડાન્સ સૌનું દિલ જીતી લે છે ગુજરાત આખુ હાલ કમાને ઓળખતું થઈ ગયું છે તે માટેનો શ્રેય જાય છે લોક કલાકાર કીર્તિદાન ગઢવીને. કલાકાર કીર્તિદાન ગઢવીએ કમાને ફેમસ બનાવી દીધો છે. આજે તે કમાથી લઈને કમાભાઈ બની ગયો છે. આજથી થોડા મહિના પહેલાં કોઠારિયામાં શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો.

જેમાં કમાએ એક ગીત પર ડાન્સ કર્યો હતો અને તે ડાન્સને યૂટ્યુબ પર શેર કરવામાં આવ્યો. જે બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. જે બાજ કમો લોક કલાકાર કીર્તિદાન ગઢવી સાથે અનેક કાર્યક્રમોમાં જોવા મળ્યો. માયાભાઈ આહિર, જીગ્નેશ કવિરાજ સહિતના કલાકારોના કાર્યક્રમમાં હાજરી આપીને લોકોનું દિલ જીતી લીધું. દિવ્યાંગ કમો આટલો ફેમસ થઈ જતાં તેને ખૂબ જ ખુશી થઈ રહી છે. હાલ તે યૂટ્યૂબમાં ખુબ ફેમસ છે અને લોકગીતોની રમઝટમાં કમાનો ડાન્સ પણ સૌને પસંદ આવે છે.

ગામનું ગૌરવ બન્યો કમાભાઈથોડા સમય પહેલાં જ ભાવનગરમાં કીર્તિદાન ગઢવીના સન્માન કાર્યક્રમમાં તેમને કમાને આમંત્રણ આપ્યું હતું. ત્યારે સ્ટેજ પર કમો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના લોકોને મળ્યો. અને પોતાની કાલીઘેલી ભાષામાં લોકો સાથે સંવાદ કર્યો હતો. ફેમસ થતાંની સાથે જ કમાભાઈના ઠાઠ બદલાઈ ગયા છે અને તેમનું અનેકવાર સન્માન પણ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી અનેક લોકો હાલ કમાને મળવા માટે તેના ગામ કોઠારિયા પહોંચી રહ્યા છે અને ગ્રામજનો કમાને ગામનું ગૌરવ ગણી રહ્યા છે.

આજે ગુજરાતના ખૂણે ખૂણે બસ એક જ નામ ચર્ચામાં ચાલી રહ્યું છે અને તે નામ છે કોઠારીયાના કમાનુ. જે લોકો કાલ સુધી બોલાવતા પણ નહોતા તે આજે તેને કમાભાઈ કહીને બોલાવે છે અને તેમને મળવા માટે પણ આતુર હોય છે. દિવ્યાંગ હોવા છતાં આટલું મોટું નામ બનાવવું તે તો એક કિસ્મતની જ વાત માનવામાં આવે છે અને સોશિયલ મીડિયામાં પણ કમાના હવે એક લાખ આસપાસ ફોલોવર્સ પણ બની ગયા છે.

કમા નુ આ નામ બનાવવા પાછળ સૌથી મોટો હાથ ગુજરાતના ડાયરા સ્માર્ટ કિર્તીદાન ગઢવી નો છે. કિર્તીદાન ગઢવી પોતાના ડાયરામાં કમાને આગળ સ્થાન આપ્યું છે અને તેનું સન્માન કર્યું છે. કમો આજે દેશ-વિદેશમાં ફેમસ થઈ ગયો છે આજે કમો જ્યાં પણ જાય ત્યાં તેની રોયલ એન્ટ્રી પડે છે અને લકઝુરિયસ કારમાં તેની સવારી નીકળે છે અને આસપાસ બોડીગાર્ડ જોવા મળે છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ કમાનુ સન્માન કર્યું. આ ઉપરાંત ગુજરાતના મોટાભાગના ડાયરા કલાકારો કમાને તેમના ડાયરામાં આમંત્રણ આપે છે અને તેનું સન્માન પણ કરતા હોય છે. પરંતુ આખું ગુજરાત કમાને ફક્ત કમા તરીકે જ ઓળખે છે. કમાના જીવન વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ત્યારે આજે કમાના જીવન વિશેની કેટલીક એવી અજાણી વાતો જણાવીશું જે ખૂબ જ રસપ્રદ છે.

કમાનું જીવન અને આ જગ્યા ઉપર તે કેવી રીતે પહોંચ્યો તેના વિશે તેના માતા પિતાએ પણ કેટલીક વાતો જણાવી હતી. કમો મુળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ નો વતની છે અને કમાનો આખું નામ કમલેશ નરોત્તમભાઈ નકુંભ છે. એ બાળપણથી જ દિવ્યાંગ છે અને તેના ઘરમાં માતા-પિતા અને ભાઈ પણ છે.

પરંતુ કમો ઘરે નથી રહેતો તે દિવ્યાંગ હોવાના કારણે કોઠારીયા ગામમાં જ આવેલા શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ જે એક ગૌશાળા છે તે ત્યાં જ રહે છે. કમો નાનપણથી જ રામામંડળ અને ડાયરા નો શોખીન છે અને પોતે ગાવાનો પણ શોખીન છે. કમો નાનપણથી જ પૂજા મોરારીબાપુ શ્રી રામામંડળ માં ખૂબ જ રસ ધરાવતો હતો અને થોડા સમય પહેલા કોઠારીયા ના શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં પરમ પૂજ્ય શ્રી વાજા બાપાની તિથિ નિમિત્તે ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં કિર્તીદાન ગઢવીએ ડાયરો કર્યો હતો, ત્યારે આ ડાયરામાં કિર્તીદાન ને “રસીયો રૂપાળો” ગીત ડાયરામાં લલકાર્યું ત્યારે કમાએ ઉભા થઈને ડાન્સ કર્યો હતો. આ ડાન્સ નો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ધીમે ધીમે કમાણી ઓળખ વધતી ગઈ અને તેનું નામ મોટું થવા લાગ્યું અને આજે ગુજરાતના ઘર ઘરમાં કમો એક જાણીતું નામ બની ગયો.

કમાના માતા પિતાએ કમા વિશે જણાવ્યું હતું કે કમો જ્યારે નાનો હતો ત્યારે તેમણે ડોક્ટરને બતાવ્યું હતું પરંતુ ડોક્ટરે જણાવ્યું હતું કે કમો માનસિક રીતે સક્ષમ નથી. તેમણે જણાવ્યું હતું કે કમાને ભક્તિ અને ભજનમાં ઊંડો રસ છે તેના કારણે તે ભજનોમાં અને ડાયરામાં જતો થયો. કમો ડાયરામાં જાય છે અને લોકો પણ તેની ઉપર ઢગલાબંધ રૂપિયા ઉડાવે છે અને કમો પણ આ પૈસા તેના ઘરે નથી આપતો અને બધા જ પૈસા કોઠારીયા ગામની ગૌશાળામાં દાન કરે છે.

કમલેશના મોટાભાઈ લખુભાઈએ કહે છે કે, પહેલો પ્રસંગ કીર્તિદાન ભાઈ સાથે કર્યો. તેમણે દેશવિદેશમાં પ્રખ્યાત કર્યો છે. જે પ્રોગ્રામમાં કમલેશ ગયો હતો, કીર્તિદાનભાઈએ કમલેશનો હાથ ઝાલ્યો, ત્યાંથી તે ફેમસ થઈ ગયો. બસ, અમે કીર્તિદાનભાઈના આભારી છીએભાળિયા પંથકમાં વરસાદ થતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. તો માળીયાહાટીનામાં માત્ર અડધા કલાકમાં દોઢ ઈંચ વરસાદ તૂટી પડ્યો. ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ધોધમાર વરસાદને લીધે માળીયા હાટીના મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. સવારથી અહ્યય ગરમી વચ્ચે વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ 13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો 13મી તારીખે નર્મદા અને ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું હોવાથી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Jan Avaj Media” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published.