મંદીના માહોલમાં આ શહેરમાં મજૂરોને મળે છે કરોડો રૂપીયાના હીરા - Jan Avaj News

મંદીના માહોલમાં આ શહેરમાં મજૂરોને મળે છે કરોડો રૂપીયાના હીરા

સદંતર એક મહિનાથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ એક શહેર એવું પણ છે જેમાં મજૂરો હીરા ના લીધે કરોડપતિ બની રહ્યા છે.અત્યારે દેશના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, તેમ છતાં મધ્યપ્રદેશમાં હીરના શહેર પન્નામાં હીરાની ચમકથી સતત મજૂરો કરોડપતિ બની રહ્યા છે.

હાલમાં જ હીરા કર્યાલયના પ્રાંગણમાં હીરાની હરાજી થઈ હતી, જેમાં બે મજૂરોના હીરા કરોડો રૂપીયામાં વેંચાયા હતા. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં હિરા માટે પ્રખ્યાત પન્નામાં મજૂરોને કામ કરતા સમયે હીરા મળે છે.મહત્વનું છે કે એક દિવસ પહેલા કરવામાં આવેલ હરાજીમાં 261 નંગ, 316 કેરેટ વજનના હીરા રાખવામાં આવ્યા હતા.

જેમાં 18701. કેરેટ વજનના 150 નંગના હીરા 2 કરોડ 43 લાખ રૂપીયામાં વેંચાયા હતા. જેમાં એક મજૂરના સૌથી મોટા 29.46 કેરેટનો હીરો 3,95,500 રૂપીયાના દરથી 1 કરોડ 51,430 રૂપીયામાં વેંચાયો હતો. તો અન્ય એક બીજા મજૂરના 18.13 કેરેટનો હીરો 4 લાખ 500 રૂપીયાના દરથી 72 લાખ 61,065 રૂપીયામાં વેંચાયો હતો. આવી રીતે આ શહેરમાં મજૂરો ઝડપથી કરોડપતિ બની જાય છે.

હિરા માલિક રાધેશ્યામના 18 કેરેટના હીરા અને પન્નાના મજૂર બ્રિજેશ ઉપાધ્યાયના 29.46 કેરેટના હીરાને બે મહિના પહેલા થયેલી હરાજીમાં કોઈ ખરીદનારું મળ્યું ન હતું, પરંતુ આ હરાજીમાં તેમનો હીરો વેંચાઈ ગયો છે.આ હરાજીના અંતિમ દિવસે 29.46 કેરેટના હિરાને હીરા વેપારી નંદકિશેર જદિયા અને 18 કેરેટના હિરાને પન્નાના એક વેપારી ભૂપેન્દ્ર દ્વારા ખરીદવામાં આવ્યો છે.

અગત્યનું છે કે હીરા કાર્યાલય પ્રમાણે, 18.13 કેરેટના હીરા 29.46 કેરેટ વજનની સામે ભલે ઓછું મૂલ્ય હોય, પરંતુ ક્વોલિટીના મામલે 29.46 કેરેટના હીરાથી શ્રેષ્ઠ છે. અગાઉ તેની કિંમત પ્રતિ કેરેટ 4,00,500 રૂપિયા હતી, જ્યારે ભારે પથ્થર કેરેટ દીઠ 3,95,500 રૂપિયા મેળવી શકે છે.પન્નામાં યોજાયેલી આ હરાજીમાં મુંબઈ, સુરત, દિલ્હી અને અન્ય શહેરમાંથી 50થી વધારે હિરા વેપારીઓએ ભાગ લીધો હતો. પન્નાના ડાયમંડ ઓફિસર એસ.એન. પાંડેએ જણાવ્યું હતું કે, તુઆદરોને તેમનો યોગ્ય ભાવ મળી ગયો છે. ઉલ્લેખનીય છે કે, હીરાના શહેર પન્નામાં સતત મજૂરોને હીરા મળતા રહે છે અને તેને હરાજીમાં વેંચવામાં આવે છે. જેમાં મજૂરેને સારી રકમ પણ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.