બાબા બાગેશ્વરને શંકરાચાર્યએ આપ્યો પડકાર,”જોશીમઠમાં કોઈ ચમત્કાર કરી બતાવો તો ….”
મહત્વનું છે કે વાસ્તવમાં ઉત્તરાખંડનું જોશીમઠ જમીનની નીચે ધસી રહ્યું છે. જમીનમાં ધસી જવાને કારણે અનેક વિસ્તારના મકાનોમાં તિરાડો પડી ગઈ હતી. લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે.ત્યારે આવા સમયે હાલમાં ચમત્કાર માટે બાગેશ્વર ધામ નું નામ આગળ આવે છે.
મહત્વનું છે કે સ્વામી જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાગેશ્વર મહારાજને લઈને મોટું નિવેદન આપ્યું છે.બિલાસપુર પહોંચ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાગેશ્વર બાબાનું નામ લીધા વિના કહ્યું કે, ચમત્કાર બતાવનાર જોશીમઠ વિશે માહિતી આપે. તેમણે કહ્યું કે, ચમત્કાર બતાવનારા જોશીમઠ આવીને ધસતી જમીને રોકીને બતાવે.
જે મકાનોમાં તિરાડો પડી ગઈ છે તેના વિશે જણાવે. ત્યારે હું પણ તેમના ચમત્કારને માન્યતા આપીશ. તેમણે કહ્યું કે, જો તેઓ આવું કરીને બતાવશે તો અમે તેમનું ફૂલોથી સ્વાગત કરીશું. આ ઉપરાંત તેમણે ધર્માંતરણ વિશે કહ્યું કે, ધર્માંતરણની તરફેણમાં બોલાનારા કે વિરોધ કરનારાઓ પાછળ ધાર્મિક કારણ નથી. પરંતુ તેની પાછળ રાજકીય કારણ છે.
શંકરાચાર્યએ એમ પણ કહ્યું કે, ‘વેદો અનુસાર ચમત્કાર બતાવનારાઓને હું માન્યતા આપું છું. પરંતુ પોતાની વાહવાહી અને ચમત્કારી બાબા બનવાના પ્રયાસો કરનારાઓને હું માન્યતા નથી આપતો.’ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં જ જબલપુરમાં આપેલા નિવેદનને લઈને કહ્યું કે, જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા હતા, ત્યારે મહમદ અલી ઝીણાએ કહ્યું હતું કે મુસ્લિમોને અલગ કરી દેવામાં આવે, કારણ કે તેઓ પોતાની ધરતી પર જઈને ખુશ રહેશે, આ માટે ભારતના ટુકડા કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાન બનાવવામાં આવ્યું હતું.
તે સમયે પણ કેટલાક મુસ્લિમો ભારતમાં રહ્યા. જો તેમને અહીં સુખ-શાંતિ મળી રહી છે તો પાકિસ્તાન બનાવવાની શું જરૂર છે. એટલા માટે એકવાર આ બાબત પર પુનર્વિચાર થવો જોઈએ અને ફરીથી અખંડ ભારતનું નિર્માણ કરવું જોઈએ. આ દેશમાં રહેવું અને હિન્દુઓની વચ્ચે રહેવું એ હિન્દુ અને મુસ્લિમ બંનેની નિયતિ છે, તો પછી અલગ દેશની આવશ્યકતા નથી. તેથી ફરી એકવાર પાકિસ્તાન પર પુનર્વિચાર કરીને બંને દેશોને એક કરવા જોઈએ.
જ્યારે એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે તમારા અને મૌલવીમાં શું તફાવત છે? મૌલવીઓ પણ ઝાડુ ફૂંકે છે. આ સવાલના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ‘અમે લોકોનું શોષણ નથી કરતા, અમે લોકો સાથે દુર્વ્યવહાર કરતા નથી, અમે તોફાન નથી કરતા’. તેણે કહ્યું કે તે પોતાને કેન્સરનો ઈલાજ કરવાનો અને દુષ્ટ આત્માઓને બહાર કાઢવાનો દાવો નથી કરતો, જે પણ થાય છે તે બાલાજીની કૃપાથી થાય છે. કેટલાક ધર્મો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ‘અમે કોઈ પણ પ્રકારના પૈસા નથી કમાઈ રહ્યા, અમે એવા હિંદુ લોકોને ઘરે પાછા મેળવી રહ્યા છીએ જે અન્ય ધર્મમાં ગયા છે. અમે તેમને કહેવા માંગીએ છીએ કે હિંદુ ધર્મના મંત્રોમાં પણ ઘણી શક્તિ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Jan Avaj News ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ Jan Avaj News ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.