માવઠાનો માર ! હવામાન વિભાગે ફરી કરી વરસાદી આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં પડશે વરસાદ - Jan Avaj News

માવઠાનો માર ! હવામાન વિભાગે ફરી કરી વરસાદી આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

આજના આ વાતાવરણ જોતા એવું લાગે છે કે અત્યારે ત્રણેય ઋતુનો અનુભવ થાય છે.ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. તેમ છતા રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં બરફના કરા સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ રહેશે. બનાસકાંઠા, પાટણ ,બોટાદ ,અમરેલી અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠું પડી શકે છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સાથે જ સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલ સાંજ પછી તાપમાનમાં થશે વધારો.આવતીકાલ સાંજથી માવઠાનું જોર ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આવતીકાલ સાંજ પછી તાપમાનનો પારો 2 દિવસ સુધી વધશે. ત્યારબાદ ફરી તાપમાનમાં ઘટાડો નોંધાશે.

બીજી તરફ આગાહી અનુસાર કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે અમરેલી અને બોટાદના કેટલાક જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ થયો હતો. બોટાદના ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો પડ્યો હતો. લાઠીદડ, કારીયાણી, સાગાવાદ, પાટી, પડવદર, સમઢીયાળા, સીતાપર સહિતના ગામોમાં વરસાદ પડયો હતો.

Leave a Reply

Your email address will not be published.