આજે પણ મઢડામાં સોનલ આઈ હાજર હજુર બિરાજમાન છે, તેમના દરવાજેથી ભકતો ખાલી હાથે પાછા નથી જતા
નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે રાજ્યમાં અનેક દેવી દેવતાના મંદિર આવેલા છે જેમાં દરેક મંદિર પોતાના અલગ અલગ ચમત્કારથી ખુબજ જાણીતા થયા છે ત્યારે આજે અમે તમને મઢડામાં આવેલા સોનલ ધામની વાત કરવાના છીએ.
જેમ વીરપુરમાં જલારામ બાપા બિરાજમાન છે. તો બીજી બાજુ બગદાણામાં બાપા સીતારામ બિરાજમાન છે. જે મહાપુરુષોની ચર્ચાઓ વિશ્વમાં થઈ રહી છે. તેઓ જીવતા જાગતા દેવાની જેમ પૂજાતા હતા. ત્યારે આપણા ઇતિહાસમાં ઘણા માતાજીએ પણ પરચા પૂર્યા છે જેમાંથી એક છે મઢડામાં બિરાજમાન માં સોનલમાં. આઈ સોનલ માં ની આજ વાત કરવાના છીએ.
જે મંદિર જૂનાગઢથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે.જે ચારણોની શક્તિપીઠ પણ કહેવાય છે. જે મઢડા ધામ માં સોનલના પરચા અને ચમત્કારના કારણે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.સોનલ માતાએ એક સામાન્ય માણસની જેમ જ જન્મ લીધો હતો.
પરંતુ તેમના કર્મના કારણે તે આજે દેવી તરીકે પૂજાય છે. જે મઢડા ગામમાં રહેતા લોકોની વસ્તી ૭૦૦ ની છે પરંતુ તે ગામમાં રોજના હજારો લોકો માં સોનલના દર્શન કરવા માટે આવતા હોય છે.જે ભક્ત આ મંદિરએ સાચા મનથી આવે છે તે ભક્ત ક્યારેય ત્યાંથી ખાલી હાથે જતો નથી જે મંદિર ૨૦ વીઘા જમીનમાં ફેલાયેલું વિશાળ મંદિર છે.
લોકો સોનલ માતાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.ત્યાં વર્ષોથી સદાવ્રત ચાલી રહ્યું છે. મઢડા ગામમાં જતું કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું રહેતું નથી. દરેક ભક્તો સોનલ માતાનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવતા હોય છે. માં સોનલ તેમના ભક્તો દુઃખ કહ્યા વગર જ દૂર કરે છે સોનલ માંની આરતીના સમયે આખા ગામ ના લોકો હાજર થઈ જાય છે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.