બદલતો મહિનો ફેરવશે પથારી, ખરીદી લેજો આટલી વસ્તુઓ, વધવાના છે ભાવ, જાણો 1 એપ્રિલે શું સસ્તું, શું મોંઘું
નમસ્તે મિત્રો, આ મહિનો હવે પૂરો થવાના આરે છે હવે નવા મહિનાની શરૂઆતમાં જ કેટલીક વસ્તુઓના ભાવ માં મોટો વધારો આવશે તો કેટલીક વસ્તુઓના ભાવ માં ધરખમ ઘટાડો પણ આવશે. તો ચાલો જોઈએ શું છે સમગ્ર અહેવાલ. ઘણી વસ્તુઓના ભાવ વધશે જોકે કેટલીક વસ્તુઓ સસ્તી પણ થવાની છે. વસ્તુઓ મોંઘી થતા સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર પડશે. નાણા મંત્રી સીતારામણે બજેટમાં કરેલી જોગવાઈઓને કારણે વસ્તુઓ મોંઘી કે સસ્તી થવાી છે. બજેટમાં પ્રસ્તાવિત તમામ પ્રકારના ટેક્સ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
1 એપ્રિલથી આટલી વસ્તુઓ સસ્તી : એલઈડી ટીવી, કાપડ, મોબાઈલ ફોન, રમકડા, મોબાઈલ અને કેમેરા લેન્સ, ઈલેકટ્રીક કાર, ડાયમંડ જ્વેલરી, જળચર જીવોના નિર્માણમાં વપરાતું ફિશ ઓઈલ, ઈલેકટ્રીક વાહનોમાં વપરાતા લિથિયમ આયન સેલના નિર્માણમાં વપરાતી મશીનરી, બાયોગેસ આઈટમ્સ, ઝીંગા ફીડ વગેરે પર 1 એપ્રિલથી આ વસ્તુઓ સસ્તી થશે. લિથિયમનું વેચાણ અને સાયકલની ખરીદી સસ્તી થશે. સરકારે સામાન્ય બજેટ 2023માં આ તમામ ચીજવસ્તુઓ પર કસ્ટમ્સ ડ્યુટી 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી હતી તેને કારણે વસ્તુઓ સસ્તી થશે.
1 એપ્રિલથી આટલી વસ્તુઓ મોંઘી : 1 એપ્રિલથી સિગરેટ ખરીદવી મોંઘી થશે કારણ કે બજેટમાં ડ્યૂટી વધારીને 16 ટકા કરી દેવામાં આવી છે. સરકારે ટેલિવિઝનના ઓપન સેલ ભાગો પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને 2.5 ટકા કરી દીધી છે. આ ઉપરાંત રસોડાની ચીમનીઓ, આયાતી સાયકલો અને રમકડાં, સંપૂર્ણ આયાતી કાર અને ઇલેક્ટ્રિક વાહનો, એક્સ-રે મશીનો અને આયાતી ચાંદીના સામાન, કૃત્રિમ ઝવેરાત, કમ્પાઉન્ડ રબર અને અનપ્રોસેસ્ડ સિલ્વર ના ભાવમાં પણ વધારો થશે.
2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ : યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પણ મોંઘા થયાં છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ યુપીઆઇને મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઇ) ફી લાગુ કરવા જણાવ્યું છે. તેના સર્ક્યુલર મુજબ 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે. પીપીઆઇ દ્વારા યુપીઆઈ પેમેન્ટ પર 1.1 ટકાની ઈન્ટરચેંજ ફી લાગશે.
ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ અને મારુતિએ આગામી મહિનાથી પોતાના વાહનો પર ભાવ વધારવાની જાહેરાત કરી છે. સાથે જ 1 એપ્રિલથી નવી સેડાન કાર ખરીદવી પણ ઘણી મોંઘી થવા જઈ રહી છે. હોન્ડા અમેઝની આ કાર પણ આવતા મહિનાથી મોંઘી થવા જઈ રહી છે. આ કંપનીઓએ જણાવ્યું કે 1 એપ્રિલથી કંપનીના અલગ અલગ મોડલના આધારે વાહનોના ભાવમાં વધારો કરવામાં આવશે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.